સાબુદાણાના ચમચા અથવા પાપડ – ફ્રી સમયમાં આખા વર્ષ માટે બનાવી લો અને ઈચ્છો ત્યારે ખાવ…

સાબુદાણાના ચમચા અથવા પાપડ

મિત્રો, ઉનાળાની સીઝન એટલે જાત જાતના અથાણાં, મસાલા, પાપડ તેમજ ફ્રાઇમ્સ બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરવાની સીઝન. ઉનાળામાં વાતાવરણ ભેજરહિત હોય છે જેથી આ ટાઈમ સ્ટોરેજ માટેનો બેસ્ટ ટાઈમ હોય છે.

મિત્રો, આજની પેઢીને પાપડ માટેની ખીચી બનાવવી તેમજ પાપડ વણવાની માથાકૂટ ગમતી હોતી નથી અને ઘણા લોકોને પાપડ બનાવવા હોય છે પરંતુ ખીચી બનાવતા કે પાપડ વણતા ન આવડતા હોય તો આજે હું પાપડ વણ્યા વગર પાપડ બનાવવાની રેસિપી લાવી છું, જે એકદમ સરળ છે અને તમે બનાવીને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો, તો ચાલો જોઈએ સાબુદાણા ના પાપડ બનાવવાની રીત:

સામગ્રી :

  • – 500 ગ્રામ સાબુદાણા (3 મોટા વાડકા )
  • – 6 વાડકા પાણી
  • – મીઠું સ્વાદ પ્રમાણે
  • – પ્લાસ્ટિક
  • – કોઈ પણ ફૂડ કલર લઇ શકો :

રીત

– સૌ પ્રથમ 3 વાડકા સાબુદાણા ને રાતે પલાળી રાખવું .

– પછી સવારે ઉઠી ને મોટા તપેલા માં 6 વાડકા પાણી ઉકાળી તેમાં સાબુદાણા ઉમેરી ને ઉકાળવા …( 1 વાડકા નું માપ હોય તો 2 વાડકા પાણી લેવાનું …)સાબુદાણા ને ધીમા ગેસ પર ચડવા દેવું ..

– પાણી અને સાબુદાણા એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો …પછી અગાશી ઉપર પ્લાસ્ટિક પાથરી ચમચા ની મદદ થી પાપડ નો સેપ આપી પાથરી દેવા …

– સાબુદાણા ના પાપડ ઘરમાં છાંયડામાં કે પછી તડકામાં સુકવી દો.

– બરાબર સુકાય પછી સ્ટોર કરી લો અને જયારે પણ પાપડ ખાવાની ઈચ્છા થાય ફ્રાય કરીને સર્વ કરો. સોડા ઉમેર્યા વિના પણ પાપડ સોફ્ટ થશે અને સરસ ફુલશે પણ ખરા.

– તો હજુ પણ સીઝન છે આજે જ બનાવી નાખો, આખું વર્ષ ખાવાની મજા પડશે


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *