સાબુદાણા પાપડ – હવે ફરાળ માટે બટેકાની વેફર અને કાતળીની સાથે સાબુદાણાના પાપડ પણ બનાવજો..

મિત્રો, ઉનાળાની સીઝન શરુ થઈ રહી છે અને આ સીઝનમાં દરેક ગૃહિણીઓ આખું વર્ષ સ્ટોર કરવા માટેના મસાલા બનાવી લેતા હોય છે, મરી મસાલા સાથે આખું વર્ષ સ્ટોર કરવા માટે બટેટાની વેફર્સ તેમજ અવનવી ફ્રાઇમ્સ અને અલગ અલગ પ્રકારના પાપડ પણ બનાવીને સ્ટોર કરી લેતા હોય છે જેથી આખા વર્ષ દરમિયાન જયારે પણ ખાવાનું મન થાય ફટાફટ તળીને સર્વ કરી શકાય. તો આજે હું તમને કલરફુલ સાબુદાણા પાપડ બનાવવાની રેસિપી બતાવીશ જે ખુબ જ સરસ લાગે છે અને એટલા તો ટેમ્પટિંગ લાગે છે કે ન ખાવા હોય તો પણ ખાવાનું મન થાય. આ પાપડને તમે ફરાળમાં ખાઈ શકો, તો ચાલો જોઈ લઈએ ટેસ્ટફૂલ સાબુદાણા પાપડ બનાવવાની રીત

સામગ્રી :

  • 300 ગ્રામ સાબુદાણા
  • 1 ટેબલ સ્પૂન સિંધાલૂણ
  • મનપસંદ ફૂડ કલર્સ (ઓપ્શનલ)

રીત :

1) સાબુદાણા પાપડ બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણાને સાફ કરી 4 થી 5 સાફ પાણીથી ધોઇ લો. ત્યારબાદ તેમાં સિંધાલુણ ઉમેરો. પાપડને ફરાળી બનાવવા માટે સિંધાલુણ લીધું છે બાકી મીઠું પણ એડ કરી શકાય.

2) હવે સાબુદાણામાં તેનાથી અડધી માત્રામાં પાણી ઉમેરો અને મિક્સ કરી લો. ત્યારબાદ ઢાંકીને 3 કલાક માટે પલાળવા દો.

3) ત્રણેક કલાકમાં તો સાબુદાણા પલળીને સોફ્ટ થઈ જશે, સાબુદાણાને પ્રેસ કરીને ચેક કરી લેવા. દાણો ઇઝિલી પ્રેસ થઈ શકે તેટલો પલાળવાનો છે.

4) હવે આ સાબુદાણામાંથી પાણી નિતારી તેને અલગ અલગ બાઉલમાં ડિસ્ટ્રીબ્યુટ કરી લો. જેટલા કલર્સ બનાવવા હોય તેટલા બાઉલમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા.

5) બ્લૉગ અલગ કલર્સ એડ કરી બરાબર મિક્સ કરી લો, ચુટકીભર કલર્સ એડ કરવાથી પણ સાબુદાણામાં સરસ કલર આવી જાય છે. મિક્સ કરતા પહેલા સ્ટીમર કે પછી મોટા તપેલામાં પાણી ઉકાળવા મૂકી દેવું જેમાં આપણે પાપડ સ્ટીમ કરવાના છે.

6) કલર્સ એડ કર્યાબાદ આ સાબુદાણાને નાની ડીશ અથવા તો સ્ટીલના નાના ઢાંકણમાં પાથરી દો. દરેક કલર માટે અલગ અલગ ડીશ લેવી, થોડા થોડા કલર લઈ મિક્સ કલરફુલ પણ બનાવી શકાય. ડીશમાં સાબુદાણાનું પાપડ જેવું પાતળું લેયર બનાવવાનું જેથી પાપડ પાતળા બને. ડીશ કે ઢાંકણને પહેલા તેલથી ગ્રીસિંગ કરી લેવા જેથી પાપડ અનમોલ્ડ કરવામાં સરળતા રહે.

7) હવે આ ડીશોને સ્ટીમર લે પછી તપેલામાં કાણાંવાળી ડીશ મૂકી તેના પર આ સાબુદાણાવાળી ડીશો મૂકી દો, સ્ટીમ બહાર ન આવે એ રીતે કવર કરી પાપડને સ્ટીમ કરી લો. મીડીયમ ફ્લેમ પર આ પાપડ બે મિનિટમાં તો સ્ટીમ થઈ જશે. પાપડ સ્ટીમ થાય ત્યાં સુધીમાં બીજી ડીશો સ્ટીમ કરવા માટે તૈયાર કરી લો.

8) બે મિનિટ પછી પાપડની ડીશોને સ્ટીમરમાંથી બહાર લઈ બીજી ડીશો રાખી સ્ટીમ કરી લો તેમજ આ ડીશોને થોડી ઠંડી થવા દો.

9) ઠંડી પડતા જ પાપડને પ્લાસ્ટિકની શીટ પર ટેપ કરી અનમોલ્ડ કરી લો. પાપડને આ શીટ પર એક દિવસ માટે રૂમની અંદર જ સુકાવવાના છે. આ રીતે બધા જ સાબુદાણાને સ્ટીમ કરી પાપડ તૈયાર કરી લો.

10) એ રૂમમાં સુકવ્યા બાદ તડકામાં સુકાવવા અને પાપડ સાવ સુકાય જાય ત્યાં સુધી લેવા. બે દિવસ સૂર્યપ્રકાશમાં રાખવાથી પાપડ સરસ સુકાય જાય છે.

11) સુકાય ગયા બાદ આ પાપડને એરટાઈટ બરણીમાં પેક કરી લો અને જયારે પણ મન કરે તળીને સર્વ કરો.

12) તો મિત્રો, ખુબ જ સરસ પાપડ બને છે અને બનાવવા પણ એકદમ સરળ છે તો તમે આ વખતે આ રીતે બનાવજો અને બનાવતા પહેલા વિડીયો જરૂર જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે અને તમારા પાપડ પણ મારી જેમ પરફેક્ટ બને.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *