સાબુદાણાની ખીર – રબડી અને દૂધપાક નો સ્વાદ પણ ભુલાવી દે એવો જબરદસ્ત સ્વાદ…

આજે આપણે સાબુદાણા ની ખીર રબડી અને દૂધ પાક નો સ્વાદ પણ ભુલાવી દે એવો જબરદસ્ત સ્વાદ સાથે જોઈશું.આ આપણે વ્રત કે ઉપવાસ માં વધુ બનાવતા હોઈએ છીએ.અને આ ખીર એટલી ટેસ્ટી લાગે છે કે તમે રબડી અને દૂધપાક ને પણ ભૂલી જશો.આ ખીર એકદમ ફટાફટ બની જતી આ ખીર હેલ્ધી પણ છે આ ઉપવાસ માં તો ખવાઈ છે પણ એમનેમ પણ ખાવાની મજા આવે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • સાબુદાણા
  • ખાંડ
  • દ્રાક્ષ
  • દૂધ
  • બદામ
  • પિસ્તા
  • કાજુ
  • કેસર

રીત

1- તો પહેલા આપણે પા કપ સાબુદાણા લઈશું.હવે તેને સરખા ધોઈ લેવાના છે આને વધુ ટાઈમ પલાળવાના નથી ખાલી એક કલાક જ પલાડી રાખીશું.હવે સાબુદાણા સેજ ડૂબે એટલું પાણી ઉમેરી ને એક કલાક રહેવા દઈશું.

2- હવે આપણે ત્રણ કપ દૂધ લઈ લઈશું હવે તેને ઉકળવા માટે મૂકી દઈશું.હમેશા ધ્યાન રાખવાનું કે દૂધ માં એક ઉભરો આવે પછી જ તેમાં સાબુદાણા એડ કરવાના.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે દૂધ માં ઉભરો આવી ગયો છે.

3- હવે તેમાં દૂધ માં આપણે સાબુદાણા એડ કરીશું.તમે દૂધ માં સાબુદાણા ઉમેરો એટલે શરૂ ની ચાર કે પાંચ મિનિટ તેને સતત હલાવતા રહેવું જરૂરી છે અને જો સાબુદાણા તમે નહી હલાવો તો નીચે ચોંટી જશે.

4- જેથી તમારી સાબુદાણા ની ખીર છે તે બળી જશે.અત્યારે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સાબુદાણા કરતા દૂધ તમને વધારે દેખાય છે પણ જેમ જેમ ઉકળશે તેમ તેમ તે જાડું થશે અને જોડે જોડે સાબુદાણા પણ ફૂલશે.

5- હવે તેને પાંચ મિનિટ માટે ઉકાળી લઈશું,હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા સાબુદાણા સફેદ હતા તો હવે કાચ જેવા દેખાય છે હવે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે કેસર લઈશું. આ ફ્લેવર્સ આપે છે અને કલર પણ સરસ આવે છે આ તમને ગમે તો તમે નાખી શકો છો.

6- હવે થોડું કેસર લઈ તેમાં દૂધ એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું જેથી તેનો કલર સરસ આવે.હવે તમે વિડિયો માં જોઈ શકો કે કેસર સરસ પલળી ગયું છે અને આપણું દૂધ પણ સરસ ઉકળી ગયું છે તો તેમાં એડ કરી દઈશું.

7-તો દસ મિનિટ જેવું ઉકળશે તો સાબુદાણા જેમ જેમ ચડતા જાય છે તે મોટા થતા જાય છે અને દૂધ જાડું થતું જાય છે તો આ સ્ટેજ પર હવે ખાંડ એડ કરી લઈશું.અહીંયા આપણે ચાર ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.હવે આમાં પિસ્તા અને બદામ ને કાજુ એડ કરીશું.

8- આ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે આ ઘણું જાડું થવા લાગ્યું છે હવે આમાં થોડી કીસમીસ એડ કરીશું.હવે તેને ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી લઈશું.આ આટલું જ ઘટ્ટ રહેવા દઈશું. આ ઠંડુ થયા પછી પણ ઘટ્ટ થશે.

9- આ એકદમ રબડી જેવું જ દેખાય છે અને ઘટ્ટ પણ તે રીતે થઈ જશે.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ સરસ કુક થઈ ગયા છે હવે આપણે ગેસ ને બંધ કરી દઈશું.

10-હવે આ સાબુદાણા ખીર ને ઠંડી થવા દઈશું.અને ફ્રીઝ માં ઠંડી કરી ને સર્વે કરીશું.તો છેને? એકદમ ટેસ્ટી મોઢા માં પાણી આવી જાય એવી સાબુદાણા ની ખીર.તો તમે પણ ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *