સાબુદાણાની ખીચડી – આજે ઉપવાસ હોય કે ના હોય આવીરીતે સાબુદાણાની ખીચડી બનાવીને જરૂર ખાવ…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “ફરાળી સાબુદાણાની ખીચડી” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? તરત જ ખાવાનું પણ થઈ જઈ એવી ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી ખીચડી એક વખત બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • બાફેલા બટાકા
  • લીલા મરચાં
  • સાબુદાણા
  • સીંગદાણા નો ભુક્કો
  • લીંબુ નો રસ
  • મીઠા લીમડાના પાન
  • તેલ
  • જીરું
  • મરી પાવડર

રીત

1- સૌથી પહેલા આપણે બે કે ત્રણ કપ સાબુદાણા લઈશું.તેને બે થી ત્રણ પાણી થી ધોઈ લઈશું.હવે તેને એક તપેલી માં લઈશું.સાબુદાણા ડૂબે તેટલું પાણી લેવાનું છે વધારે નથી લેવાનું.

2- હવે એક થાળી લઈશું.હવે તેને ધીરે થી પલટાવી લઈશું.અને તેને નીચે ટેકો આપવાનો છે ચમચી કે કોઈ બી નીચે મૂકી દઈશું.જેથી પાણી બધું બહાર આવી જશે.જેટલું સાબુદાણા ને પાણી જરૂર હસે એટલે એ પીસે અને સાબુદાણા સરસ પલળી જશે.

3- હવે સાબુદાણા ને સાત થી આઠ કલાક પલાળી શું.અને સરસ ફૂલી જાય અને સરસ સોફ્ટ થાય ત્યાં સુધી રાખીશું.હવે સાત કલાક થઈ ગયા છે.અને તમે વિડિયો માં જોઈ શકો છો કે બધું જ પાણી સોસાય ગયું છે.

4- હવે તેને ફરી પલટાવી લઈશું.અને તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ સાબુદાણા પલળી ગયા છે. ફૂલી બી ગયા છે.હવે એક નેપકીન ઉપર પાથરી શું.આ રીતે તમે અડધો કલાક પાથરી દો.અને પછી તેને વઘારો.

5- હવે અડધો કલાક થઈ ગયો છે.હવે તેને વઘારી શું.હવે એક પેન માં એક મોટી ચમચી તેલ લઈશું.હવે તેલ ગરમ થઇ ગયું છે.તેમાં એક ચમચી જીરું એડ કરીશું.હવે તેમાં લીલા મરચાં સમારેલાં એડ કરીશું.

6- હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.હવે એક બાફેલો બટાકો પીસ કરી ને નાખીશું.તેને વધારે કુક નથી કરવાના.હવે તેમાં સાબુદાણા એડ કરીશું.હવે તેને મિક્સ કરી લઈશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.

7- હવે તેમાં એક ચમચી ખાંડ નાખીશું.અને અડધી ચમચી મરી પાવડર નાખીશું.હવે બધું મિક્સ કરી લઈશું.હવે એક કપ સીંગદાણા નો ભુક્કો નાખીશું.હવે તેને મિક્સ કરી લઈશું.

8- હવે તેને હલાવતા રહીશું.હવે કુક થઈ ગઈ છે.તો ગેસ બંધ કરી દઈશું.અને ઉપર થી હવે લીલા ધાણા નાખીશું.જો તમે ઉપવાસ માં ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો.હવે લીંબુ નો રસ નાખીશું.હવે રેડી છે સાબુદાણા ની ખીચડી.હવે તેને સર્વે કરીશું.હવે તેને ગાર્નિશ કરીશું.ફરાળી ચેવડા થી.તો રેડી છે ટેસ્ટી ગરમા ગરમ સાબુદાણા ની ખીચડી.તો તમે ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *