સાબુદાણાના વડા – ઉપવાસ હોય કે ના હોય એકવાર આ વડા બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે…

મિત્રો? ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે અને ઉપવાસ પણ ઘણા મિત્રો કરતા જ હશે તો આજે હું તમારા માટે લાવી છું એક ખાસ રેસિપી. આજે આપણે બનાવીશું સાબુદાણા ના વડા બનાવવાની રીત જોઈશું. જે આપણે ઉપવાસ માં ખાય શકીએ છે. તો હવે જેને ઉપવાસ નહિ હોય તેઓ પણ આ વડા ખાવા માટે લલચાઈ જશે, એકવાર જરૂર ટ્રાય કરજો.

સામગ્રી

  • પલાળેલા સાબુદાણા
  • લીંબુ નો રસ
  • સીંગદાણા
  • મીઠું
  • લીલા ધાણા
  • આદુ મરચાની પેસ્ટ
  • બાફેલા બટાકા
  • આરા નો લોટ
  • ખાંડ
  • લાલ મરચું પાવડર

રીત

1- સૌથી પહેલા ૧ કપ સાબુદાણા પલાળેલા લઈશું. હવે તેમાં એક બાફેલુ બટેકુ એડ કરીશું.હવે તેને હાથ થી મેસ કરી લઈશું.હવે તેમાં એક ચમચી આરા નો લોટ એડ કરીશું.

2- હવે તેમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું.હવે તેમાં એક ચમચી શેકેલા સીંગદાણા નો ભુક્કો નાખીશું.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.

3- હવે એક નાના લીંબુ નો રસ એડ કરીશું.ત્યારબાદ એક ચમચી ખાંડ નાખીશું.હવે તેમાં લીલા ધાણા નાખીશું.ત્યારબાદ એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

4- હવે બધું મિક્સ કરી લઈશું.હવે તેની નાની નાની પેટીસ બનાવી લઈશું.હવે હાથ માં થોડું તેલ લઈશું.હવે તેમાં નાના બોલ્સ બનાવી લઈશું.હવે બધી નાની નાની પેટીસ બનાવી લઈશું.

5- હવે આ તૈયાર થઈ ગયું છે.હવે તેલ પણ ગરમ થઈ ગયું છે.હવે તેને તળી લઈશું.આપણે ગેસ ધીમો જ રાખીશું.હવે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈશું.

6- હવે તેને કાઢી લઈશું.આ પ્રમાણે બધા સાબુદાણા ના વડા તળી લઈશું.હવે બધા વડા તૈયાર થઈ ગયા છે. તો ચાલો તેને સર્વે કરીશું.તેને તમે ખજૂર આમલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો. ગરમાગરમ સાબુદાણાના વડા તૈયાર છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *