ઉપવાસ માં પણ ખવાય એવા સાબુદાણા વડા – ફૂલેલા ફૂલેલા, ક્રિસ્પી અને અંદર થી પોચા બનાવવા ની પરફેક્ટ રેસિપી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા ફૂલેલા ફૂલેલા વડા ખાવાની મજા માત્ર ઉપવાસમાં જ નહિ પણ ક્યારેય પણ આવે છે.” જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવા ગરમાગરમ ક્રિસ્પી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા વડા એક વખત બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને પસંદ પડશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી:

  • ૧.૫ કપ સાબુદાણા
  • ૪ બટેટા
  • ૧ ટેબલ સ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  • ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
  • ૧/૨ કપ શેકેલા શીંગદાણા નો ભૂકો
  • ૧ ટી સ્પૂન કાળા મારી પાવડર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૨ ટી સ્પૂન જીરા નો પાવડર
  • ૧.૫ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧ લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ સાનુસાર

રીત:

૧. સાબુદાણા ને ધોઈ ને એમાં ૧/૪ કપ પાણી ઉમેરી ને ૮ કલાક પલાળી રાખવા.

૨. પલાળેલા સાબુદાણા જો બૌ કોરા લાગે તો ૨ ચમચી પાણી છાંટી દેવું.

૩. હવે આમ બધા જ જણાવેલી સામગ્રી ઉમેરી ને સરસ મસળી લેવું.

૪. એક સરખા વડા વાળી લેવા.

૫. વડા ને સરસ ક્રિસ્પી તળી ને ગરમાગરમ પીરસવા.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *