સાફ સફાઇના કામને સરળ બનાવે છે રસોઇની આ વસ્તુ, ઓછી મહેનતમાં જોરદાર રિઝલ્ટ મેળવવું હોય તો દરેક ગૃહિણીઓ ખાસ જાણી લે આ ટિપ્સ

ઘરની સાફ સફાઈ કરવી એ દરેક સ્ત્રી માટે ખુબ મોટું કામ હોય છે. થોડા જ સમયમાં કામ પૂરું કરવા માટે તમારા ઘરમાં રહેલી વસ્તુની મદદથી તમે ઘરની સાફ સફાઈ કરી શકો છો. તે વસ્તુનો ઉપયોગ ખુબ ઓછા લોકો જ જાણતા હશે.

આપણા ઘરની સાફ સફાઈ કરવાના કેટલાક ઉપાયો. આ ઉપાય કરવાથી ઓછા સમયમાં ઘરની સારી રીતે સફાઈ કરી શકશો, અને મહેનત પણ ઓછી કરવી પડે છે. આપણા સમયનો પણ બચાવ થાય છે. તો ચાલો આજે આપણે આ લેખમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરી ઘરની સફાઈ કરી શકાય તે જાણીએ.

image source

આપણા ઘરમાં રહેલા પાણીના ટબમાં પડેલા ડાગાને દુર કરવા માટે મોસંબીના છોડમાં નિમક નાખી તેને ટબમાં ઘસવાથી તેમાં રહેલા ડાગા દુર થાય છે. કોઈ પણ જગ્યા પર કાટના ડાગા થઈ ગયા હોય ત્યારે તેમાં બટાકાના નાના નાના પીસ કરી તે જગ્યા પર ઘસવાથી કાટના ડાગા દુર થાય છે.

image source

કોઈપણ કાચના વાસણને સાફ કરવા માટે કોફી પાવડરનો ઉપયોગ કરવો. તેના ઉપયોગથી વાસણમાં સ્ક્રેચ નહિ પડે અને કાચના વાસણમાં ચમક પણ આવે છે. ઘરમાં કોઈ પણ જગ્યાએ ચિકાસ હોય તો તેને સાફ કરવા માટે ડુંગળીને કાપી તે જગ્યા પર ઘસવાથી ચિકાસ દુર થાય છે, અને ઘરની સફાઈ પણ જલ્દી થાય છે.

image source

લીબુને કાપી તેની ઉપર મીઠું છાંટી લો. ત્યાર બાદ ઘરમાં રહેલા કોઈ પણ ગંદા વાસણ, પેન અને રસોડાના સિંક સાફ કરવામાં ખુબ ઉપયોગી બને છે, અને સરળતાથી કોઈ પણ વસ્તુ સાફ પણ થઈ જાય છે. આપણા ઘરમાં રહેલા ફર્નીચરમાં ચમક મેળવવા માટે ટી બેગ અથવા તો ચા પત્તીનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી આપણું કામ વધુ સરળ બને છે.

image source

તમારા ઘરમાં કીડા મકોડાનું પ્રમાણ વધારે હોય તો, તે જગ્યા પર તમાલપત્ર રાખવું. આ પ્રયોગ કરવાથી તમાલપત્રના સુગંધને લીધે કીડા મકોડા આપણા ઘરમાથી દુર થાય છે. જો તમારા ઘરમાં રહેલા ફ્રીજમાં દુર્ગંધ આવતી હોય તો એક વાટકીમાં ગ્રીન ટી ભરીને તેમાં રાખવાથી તે દુર્ગંધ પણ દુર થાય છે.

image source

બેન્કિંગ પાવડર અને વિનેગર આ બંને વસ્તુને સરખા ભાગે લઈ તેને મિક્સ કરી લો. ત્યાર બાદ કોઈ પણ જગ્યા પર જામ થયેલા ડ્રેનેજમાં તેને નાખી દો. ત્યાર પછી થોડી વાર તેમાં રહેવા દો. પછી તેમાં પાણી નાખવાથી તે જામ ખુલી જાય છે.

image source

ઓલિવ ઓઈલ અને વિનેગરને મિક્સ કરી ઘરની સફાઈ કરી શકાય છે. તેનાથી તમારી ટાઈલ્સમાં નવા જેવી ચમક આવી જાય છે અને ટાઈલ્સમાં રહેલા ડાગ- ધબ્બા પણ દુર થાય છે. ગરમ પાણીમાં વિનેગરનાં બે-ચાર ટીપા નાંખીને ટાઈલ્સની સફાઈ કરી શકાય છે. યુટેંસિલ પાવડર અને પાણીનું મિશ્રણ ટાઈલ્સના જીદ્દી ડાઘને પણ કાઢવામાં મદદરૂપ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુ ગોસિપ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુ ગોસિપ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુ ગોસિપ

Published
Categorized as Tips

Leave a comment

Your email address will not be published. Required fields are marked *