ક્યારેય નહિ ખાધી હોય સંભારિયા ખીચડી, યુનિક રેસિપીથી બનાવો સ્વાદિષ્ટ રવૈયા ખીચડી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “તમે નોર્મલ ખીચડી કે વઘારેલી ખીચડી તો ખાધી હશે. શું તમે ક્યારેય સંભારિયા ખીચડી ખાધી છે??” આને રવૈયા ખીચડી પણ કહેવામાં આવે છે.ખૂબ જ ટેસ્ટી અને યુનિક રેસિપી છે.આ ભરેલા શાકથી ભરપૂર એવી ખીચડી કોઈ પકવાનથી કઈ કમ નથી.

એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી ખીચડી એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો સ્વાદ એટલો લાજવાબ આવશે દાઢે જ વળગી જશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને એકસરખી જ ભાવે છે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૩/૪ કપ લીલી ફોતરાં વાળી મગ ની દાળ
  • ૩/૪ કપ ચોખા
  • ૩ નંગ રવૈયા
  • ૪ નાની બટેટી
  • ૪ નાની ડુંગળી
  • હળદર
  • હિંગ
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૩ લવિંગ
  • ૧ ટુકડો તજ નો
  • ૨ તમાલપત્ર
  • મીઠો લીમડો
  • ૩ સૂકા લાલ મરચા
  • ઘી
  • તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

શાક માં ભરવા માટે :

  • ૧ કપ કોથમીર
  • ૧/૪ કપ સમારેલું લીલું લસણ
  • ૨ ટી સ્પૂન ધાણાજીરું
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ ટી સ્પૂન મીઠું
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧/૪ ટી સ્પૂન હિંગ
  • ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  • ૧/૨ ટેબલ સ્પૂન ખાંડ

કચુંબર માટે :

  • ૧ કપ ઝીણી સમારેલી ડુંગળી
  • ૧/૩ કપ ઝીણા સમારેલા ટામેટા
  • ૧/૪ કપ ઝીણી સમારેલી કેરી
  • ૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
  • ૧/૪ ટી સ્પૂન લાલ મરચું પાવડર

રીત :


૧. દળ અને ચોખા ને ધોઈ ને પલાળી દેવા.

૨. હવે શાક ને ધોઈ ને ભરવા માટે ચીરા કરી લેવા

૩. શાક માં ભરવા નો મસાલો બધો મિક્સ કરી ને શાક માં ભરી દેવો.

૪. હવે કૂકર માં ઘી અને થોડું તેલ ગરમ કરી ને એમાં રાઈ ઉમેરવી.

૫. રાઈ તતડે એટલે એમાં લવિંગ, તજ, તમાલપત્ર, લીમડો, સૂકા લાલ મરચા, લીમડો અને હિંગ ઉમેરવી.

૬. આમ ભરેલા શાક ઉમેરી ને હળવા હાથે હલાવતા હલાવતા ૨ મિનિટ સાંતળવું.

૭. એમાં વધેલો ભરવા નો મસાલો ઉમેરી ને મિક્સ કરી લેવું.

૮. હવે પલાળેલા દાળ ચોખા નું પાણી કાઢી ને ઉમેરી દેવા અને શાક જોડે ૨ મિનિટ સાંતળવા.

૯. આમ હળદર અને મીઠું ઉમેરી ને ૩ કપ પાણી ઉમેરવું.

૧૦. ખીચડી ને કૂકર માં ૩ સીટી વગાડવી.

૧૧. બીજી બાજુ કચુંબર માટે આપેલી બધી સામગ્રી ભેગી કરી ને કચુંબર બનાવિ લેવું.

૧૨. કૂકર ઠરે એટલે ખીચડી ને હલાવી ને ઉપર થી ઘી ઉમેરી ને કચુંબર, દહીં અને પાપડ જોડે સર્વ કરવી.


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *