રેસ્ટોરન્ટ સ્ટાઈલ સંભાર – એકદમ અલગ રીતેથી રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સાંભાર બનાવવાની પરફેક્ટ રેસિપી

આજે આપણે એકદમ અલગ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલ સંભાર બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું. સાઉથ ઈન્ડિયન વાનગી ઓ વીક માં એકવાર તો બનતી જ હોય છે ઢોસા,ઈડલી, મેંદુ વડા અથવા ઉત્તમપમ તો બનતી જ હોય છે અને જ્યારે બનાવો ત્યારે એવું થાય કે આ સંભાર રેસ્ટોરન્ટ સ્ટાઈલ નથી બનતો તો આજે આપણે આ મૂંઝવણ ને દુર કરી દઈશું.તો આ સંભાર કઈ રીતે બને તે જોઈશું અને આજે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું.જે હોટલ માં સ્વાદ આવે છે તેવો જ સ્વાદ અહીંયા મળશે.અને તેના માટે એક અલગ રીત ફોલો કરીશું.તો હવે આ રીત થી સંભાર બનશે તો એકદમ પરફેક્ટ બનશે.

સામગ્રી:

  • ટામેટા
  • મીઠા લીમડાના પાન
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • હીંગ
  • હળદર
  • સંભાર મસાલો
  • આંબલી ની પ્યુરી
  • મીઠું
  • મેથી ના દાણા
  • દુધી
  • બાફેલી તુવેર દાળ
  • સૂકા લાલ મરચા

રીત

1- સૌથી પહેલા આપણે પેસ્ટ બનાવી લઈશું. તો તેના માટે બે ટામેટા લઈશું. હવે તેમાં ચાર થી પાંચ મીઠા લીમડાના પાન નાખીશું.હવે તેમાં એક ટી સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું.

2- હવે તેમાં બે ટેબલ સ્પૂન ધાણાજીરુ પાવડર નાખીશું.ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન હિંગ એડ કરીશું.ત્યારબાદ અડધી ટી સ્પૂન હળદર લઈશું અને એક ટેબલ સ્પૂન સંભાર મસાલો એડ કરીશું.હવે જે ઘરે બનાવેલો સંભાર મસાલો હતો તે એક ટેબલ સ્પૂન સંભાર મસાલો એડ કરીશું.

3- હવે તેમાં એક ટી સ્પૂન આંબલી ની પ્યુરી એડ કરીશું.હવે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ પેસ્ટ ના કારણે તેનો ટેસ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ આવે છે હવે તેમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું.સંભાર માં બહુ તેલ નથી લેવાનું.

4- હવે તેમાં આઠ થી દસ મેથી ના દાણા એડ કરીશું.હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરીશું.હવે તેમાં પચાસ ગ્રામ દૂધી એડ કરીશું.

5- તમે બીજા શાકભાજી પણ ઉમેરી શકો છો હવે થોડા પ્રમાણ માં પાણી એડ કરીશું.હવે તેને કુક કરી લઈશું હવે તેલ છુટુ પડે ત્યાં સુધી તેને કુક કરી લઈશું.અત્યારે સુગંધ બહુ સરસ આવી રહી છે હવે આ પેસ્ટ ને લગભગ ચાર થી પાંચ મિનિટ સુધી કુક કરી લઈશું.

6- હવે તેમાં બાફેલી તુવેર દાળ એડ કરીશું.હવે ઢાંકણ ઢાંકી સંભાર ને ધીમા ગેસ પર ઉકાળી લઈશું.જેથી કરી ને સંભાર સરસ ઉકળી જશે.જેથી તેની સુગંધ અંદર ને અંદર રહેશે.જ્યારે આપણે સંભાર ઉકાળી એ ત્યારે તેને ઢાંકણ ઢાંકી ને જ ઉકાળી લેવાનું.

7- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સંભાર એકદમ સરસ ઉકળી ગયો છે અને કલર પણ સરસ આવી ગયો છે હવે ઉકળતી વખતે બે સૂકા લાલ મરચા નાખી દીધા છે આ મરચા તમે વઘાર માં પણ એડ કરી શકો છો.

8- તમે વીડિયોમાં જોઇ શકો છો કે સુધી એકદમ સરસ ચડી ગઈ છે અને સંભાર સરસ ઘટ્ટ થઈ ગયો છે અને સરસ ઉકળી ગયો છે જ્યારે તમારે ડિનર માં સાઉથ ઈન્ડિયન વાનગી બનાવવી હોય ત્યારે તો જે સંભાર છે તેને સાંજે બનાવી રાખો તો તેનો સ્વાદ બહુ સરસ ચડી જાય છે તો હવે સંભાર સરસ તૈયાર થઈ ગયો છે તો તેને સર્વે કરી લઈશું.

9- આ રીતે તમે સંભાર બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સંભાર રેડી થશે.તો ક્યારેય ઘર ના લોકો રેસ્ટોરન્ટ માં જવાની વાત નઈ કરે.તો તમે એકવાર જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *