ફરસાણ ની દુકાન જેવા સમોસા – ક્રિસ્પી અને મસાલેદાર સમોસા બનાવવા ની સરળ અને પરફેક્ટ રેસિપી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે સમોસા બનાવાની એક બોઉં જ સરસ રેસિપી જેનાથી સમોસા એકદમ ગરમાગરમ ક્રિસ્પી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર બનશે. આ રીતે એકવાર ઘરે બનાવશો તો નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે. સ્વાદ એટલો બેમિસાલ આવશે કે દાઢે જ વળગી જશે. એકવાર ઘરે બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

ઉપર ના પડ માટે –

  • ૨.૫ કપ મેંદો
  • ૨ ટેબલ સ્પૂન રવો
  • ૧ ટી સ્પૂન મરી પાવડર
  • ૧ ટેબલ સ્પૂન અજમો
  • ૪ ટેબલ સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

પુરણ માટે –

  • ૧ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટેબલ સ્પૂન આખા ધાણા
  • ૧ ટેબલ સ્પૂન વરિયાળી
  • ૧ ટેબલ સ્પૂન આખું જીરું
  • ૮૦૦ ગ્રામ બટેટા બાફી ને છોલેલા અને મસળેલા
  • ૧ કપ વટાણા
  • ૪ થી ૫ લીલા મરચા
  • ૧ ઇંચ નો ટુકડો આદુ નો
  • ૪ થી ૫ કળી લસણ ની
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ ટી સ્પૂન આમચૂર પાવડર
  • ૧ ટી સ્પૂન ગરમ મસાલો
  • ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
  • ૧/૪ કપ કાજુ ના ટુકડા
  • અને તળવા માટે તેલ

રીત :

૧. પેહલા લોટ બાંધવા માટે લોટ માં પડ માટે આપેલી બધી સામગ્રી ઉમેરી ને બરોબર ભેળવી ને લોટ બાંધી લેવો.

૨. લોટ બહુ કઠણ પણ નહિ અને બહુ ઢીલો પણ નહિ એવો બાંધી લેવા નો છે અને ઢાકી ને ૩૦ મિનિટ મૂકી રાખવો.

૩. હવે આખા ધાણા, વરિયાળી અને આખું જીરું શેકી ને અધકચરું વાટી લેવું.

૪. એક ચોપર માં ૧/૨ વાડકી વટાણા, મરચા, આદુ અને લસણ ને અધકચરા વાટી લેવા.

૫. એક પેન માં તેલ મૂકી ને એમાં અધકચરો વાટેલો લીલો મસાલો અને વાટેલો સૂકો મસાલો ઉમેરી દેવા.

૬. મસાલો સંતળાય એટલે એમાં બટેટા નો માવો ઉમેરી દેવો.

૭. પછી બધા સૂકા મસાલા ઉમેરી ને બરોબર મિક્સ કરી દેવું.

૮. હવે કોથમીર અને કાજુ ઉમેરી ને બરોબર મિક્સ કરી ને મસાલા ને સાઈડ માં કાઢી લેવો.

૯. વિડિઓ માં બતાવ્યા પ્રમાણે સમોસા વાળી લેવા અને તળી લેવા.

૧૦. ગરમાગરમ સમોસા ને ચા સાથે અને ચટણી સાથે પીરસવા.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *