સંતરા ના છાલ ની કેન્ડી – હવે સંતરાની છાલ ફેંકી દેતા નહિ, બનાવો આ નવીન કેન્ડી…

હે ફ્રેંડસ ગરમી ચાલુ થઈ ગયી ને.. જ્યુસ ,લસ્સી બધું પીવાનું ચાલુ થઈ ગયુ છે. તો જ્યુસ પીવા સંતરા પણ લાવતા જ હશો. તો સંતરા નું જ્યુસ કાઢી તેની છાલ આપણે ફેકવાની નથી તેનો પણ આપણે ઉપયોગ કરવાનો છે…અને વિટામિન સી મેળવવાનું છે…તો ચાલો તમને બતાવી દઉં કે આજે આપણે સંતરાની છાલ માંથી કેન્ડી બનવાના છે તો જાણી લઈએ તેની સામગ્રી :-

“સંતરા ના છાલ ની કેન્ડી “

  • ૨ કપ – સંતરા ની છાલ
  • ૧ કપ – ખાંડ
  • પાણી – જરૂર પ્રમાણે
  • મીઠું – સ્વાદ પ્રમાણે

રીત :-

સંતરા ની છાલ ની લાંબા કટકા કરવા.

એક તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં આ બધી છાલ ના ટુકડા નાખી એક ઉકાળો આવે એટલે ગેસ બંદ કરી પાણી નિતારી લેવું.

ફરી એક વાર આ પ્રોસેસ કરવાની છે. એક ઉકાળો આવે એટલે પાણી નિતારી નાખવાનું છે.

જો કડવાશ લાગે તો ફરી કરવાનું. ૪ વાર થશે તો ચોક્કસ થી કડવાશ નીકળી જતી હોય છે.

હવે એક થાળી માં છોતરાની ચીરીયો પાથરવી.એક તપેલીમાં ખાંડ અને પાણી નાખી ચાસણી કરી લેવી.તેમાં આ બધી ચીરીયો નાખી ઉકાળવી જાડી થાય ત્યાંસુધી ઉકાળવી.

પછી તેને થાળી માં પાથરવી .અને જરા સૂકવવા દેવી.,

પછી એરટાઈટ ડબા માં ભરી દેવી.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *