સાંવરિયા બટાકા પૌવા – હવે બાળકો માટે જયારે પણ પૌઆ બનાવો તો આવીરીતે બનાવજો…

સાંવરિયા બટાકા પૌવા

બટાકા પૌવા , દરેક ને ઘરે બનતા હોય છે, નાના થી લઈને, મોટા સુધી દરેક ને પ્રિય હોય છે. બાળકો ને નાસ્તા મા પણ આપી શકો, ગેસ્ટ આવ્યા હોય તો ઝડપી બનતી વાનગી હોય તો બટાકા પૌવા છે. આપણે બહારગામ પણ જઈ એ તો પૌવા પણ નાસ્તા મા તરીકે આપણે લઈ જઈ શકીયે છીએ. ઓછા તેલ મા બનતી વાનગી છે. આ વાનગી એક દમ ટેસ્ટ મા સરસ લાગતી હોય છે. મિત્રો તમે પણ જરૂર થી બનાવજો.

  • 500ગ્રામ પૌવા
  • બટકા 2નંગ
  • એક નંગ ટામેટાં કટ કરેલા
  • કોથમીર જરૂર મુજબ
  • 2નંગ ડુંગળી
  • 2લીલા મરચા
  • 10 નંગ વટાણા લીલા કાચા
  • 10 નંગ સીંગદાણા
  • સેવ ચણા ની જરૂર મુજબ
  • મીઠો લીમડો જરૂર મુજબ
  • રાઈ :એક ચમચી
  • જીરું : એક ચમચી
  • ખાંડ : અર્ધી ચમચી
  • મીઠું : સ્વાદ અનુસાર
  • લાલ મરચું : સ્વાદ અનુસાર
  • હળદર: એક ચમચી
  • લીબું નો રસ એક ચમચી
  • તેલ :જરૂર મુજબ

રીત :

સૌ પ્રથમ પૌવા ને પાણી મા 3થી 4 મિનિટ પાણી મા પલાળવા.

(2) પછી તેને એક ચારણી મા કાઢી લેવા પાણી નિતારી દેવું.

(3) પાણી નો ભાગ ના રહે તે રીતે કોરા કરી દેવા.

(4) પછી ગેસ ચાલુ કરી પેન મુકવી.

(5) પેન મા તેલ નાખી ગરમ કરવા મૂકવું.

(6) તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરું, નાખવું.

(7) પછી તેમાં સિંગ નાખવી, પછી પછી લીલા મરચા, મીઠો લીમડો, લીલા વટાણા નાખો.

(8) ડુંગળી, બટાકા, ઝીણા સમારેલા અંદર નાખવા.

(9) ગોલ્ડન બ્રાઉન સેકવું, પછી, ટામેટાં નાખવા, ખાંડ, નાખવી એક્દમ મિક્ષ કરો,

(10) કાચા ના રહે તેનું ધ્યાન રાખવું, ગેસ ધીમો રાખવો.,

(11) પછી હળદર, નાખવી.

(12) પછી તેમાં પૌવા અંદર નાખવા, ઊપર, લાલ મરચું, મીઠું, લીબું નો રસ, કોથમીર, નાખી મિક્ષ કરી દો. પછી ગેસ બંદ કરો.

(13) ઠડાં પડે એટલે પ્લેટ મા સર્વ કરો. ઊપર સેવ , શિંગ નાખી સર્વ કરો.

રસોઈની રાણી : ફોરમ ભોજક

મિત્રો આ વાનગી કેવી લાગી જરૂર થી જણાવશો. રેસિપી ગમે તો like, share, comment, કરશો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *