સરગવાના પરાઠા – મેથીના થેપલા તો ખાતા અને બનાવતા જ હશો હવે બનાવો આ હેલ્થી પરાઠા થેપલા..

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે સરગવાના પાનનો ઉપયોગ કરીને “સરગવાના પરોઠા” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? નવાઈ પણ લાગી હશે કે સરગવાના પરોઠા? જે કેલ્શિયમ, વિટામિનથી ભરપૂર એવા ખાવામાં એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ ચટાકેદાર લાગશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા પરોઠા આ રીતે બનાવીને એકવાર ચાખશો તો વારંવાર ખાવાનું મન થઇ જશે એટલા મસ્ત મજેદાર બનશે. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • સરગવાના પાન
  • દોઢ કપ ઘઉંનો લોટ
  • તેલ
  • ગોળ
  • લીંબુનો રસ
  • આદુ મરચાની પેસ્ટ
  • કોથમીર
  • દહી
  • હળદર
  • ધાણાજીરૂ
  • મરચું પાવડર
  • અજમો
  • તલ
  • મીઠું

રીત-

1- સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું.

2- દોઢ કપ ઘઉંનો લોટ લીધો છે. તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું.

3- હવે એક ચમચી જેટલા તલ નાખીશું.

4-હવે અડધી ચમચી જેટલો અજમો તેને હાથ થી મસળી ને નાખીશું.

5- હવે 1 મોટી ચમચી જેટલું ધાણાજીરૂ નાખીશું.

6- હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.

7- હવે એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

8- હવે આદુ મરચાની પેસ્ટ એક ચમચી અને કોથમીરના પાન અડધી વાડકી જેટલા ઉમેરીશું.

9- હવે એક ચમચી જેટલો ગોળ નાખીશુ. તમે ગળ્યું ના પસંદ કરતા હોય તો સ્કિપ કરી શકો છો.

10- હવે ૧ નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું.

11-હવે ૨ ચમચી મોવણ માટે તેલ નાખીશું.

12- હવે 1 મોટી ચમચી દહીં નાખીશું. તેનાથી આપણા પરાઠા સોફ્ટ થશે.

13- હવે સરગવાનાં પાનને છુટા કરી લીધા છે. ધોઈ લીધા અને કોરા કરી લીધા છે.

14- હવે સરગવાનાં પાનને સમારી લેવાના છે. આપણે લોટ બાંધીએ છે તેમાં એડ કરવાના છે.

15- સરગવાના પાન ખુબજ નુટ્રિયેસ છે અને ખુંબ જ વિટામિનછે ખુબજ હેલ્ધી છે.

16-આપણે સરગવો યુઝ કરીએ છે પણ તેના પાન યુઝ નથી કરતા પણ તેમાં વિટામીન સી છે. કેડા કરતા પણ કેલ્શિયમ વધારે છે. પ્રોટીન છે એમેનો એસિસ છે. અને આયન છે.

17- હવે આપણે બધું મિક્સ કરી લઈએ.

18- આપણે જે રીતે મેથીના પરાઠા નો લોટ બાંધીએ છે તે રીતે જ બાંધવાનો છે.

19- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે.

20- હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને સોફ્ટ લોટ બાંધી શું.

21- હવે આપણો લોટ બંધાઈ ગયો છે તમે વીડિયોમાં જોઈ શકો છો.

22- હવે ઉપર એક ચમચી જેટલું તેલ લગાવી દઈશું.

23- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.

24- લોટ નરમ હોવો જોઈએ તેવી રીતે બાંધવાનો છે.

25- હવે આપણે પંદરથી વીસ મિનિટ રેસ્ટ થવા મુકીશું. ઢાંકીને મુકીશું.

26- હવે આપણે મેથીના પરાઠા બનાવીએ છીએ તેવી રીતે આ પરાઠા બનાવીશું.

27- હવે એક નાનું ગુલ્લુ લઈશું. ગુલ્લા પર થોડો કોરો લોટ લઈશું જેથી ચોંટે નહી.

28- હવે તેને હલકા હાથે વણી લેવાનું છે.

29- હવે વણીને એક લોઢી માં શેકવાનું છે.

30- હવે પરાઠા પર થોડું ઓઇલ મુકીશું પછી તેને પ્રેસ કરવાનું છે પછી બીજી બાજુ પણ ઓઇલ મુકીશું.

31- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા પરાઠા સરસ સોફ્ટ થઈ ગયા છે.

32- હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું.

33- સરગવાના પરાઠા રેડી છે. આને તમે દહી સાથે યા કોઈ પણ તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.

34-છે ને એકદમ ઈઝી તો બનાવજો ખાજો અને ખવડાવજો થેન્ક્યુ.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *