સરગવાનું શાક – જે મિત્રોને સરગવાનું શાક પસંદ નથી તેમને પસંદ આવશે આ નવીન શાક…

સરગવાનું શાક:-

મિત્રો સરગવાનું શાક તો બધાને ઘરે બનતું જ હશે પણ આ અલગ જ રીતે ભરેલા સરગવાનું શાક બનાવશો તો બાળકો અને વડીલો પણ વારંવાર ફરમાઈશ કરશે.

• કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ભરેલા સરગવાનું શાક . સરગવામાં પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટિન અને જાતજાતના પોષકતત્વો રહેલા છે. હાડકાં મજબૂત કરે છે. હાઈ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે. પાચન ક્રિયા માં ફાયદો થાય છે વગેરે. .

• તો જ્યારે નાના બાળકો સરગવાનું શાક ખાવાનું આનાકાની કરતાં હોય તો તમે આ રીતે ભરેલા સરગવાનું શાક બનાવીને આપશો તો તેમને ખૂબ જ પસંદ આવશે અને વારંવાર ફરમાઈશ કરશે. તો મિત્રો ચાલો જોઈએ ભરેલા સરગવાનું શાક ની રેસીપી વિડીયો રેસીપી દ્રારા.

• રેસીપી પસંદ આવે તો વિડીયો લાઈક, શેર જરૂરથી કરજો અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• સામગ્રી:-

  • • સરગવો
  • • પાણી (સરગવો બાફવા માટે)
  • • હળદર
  • • મીઠું

સ્ટફિંગ માટે :-

  • • 1 ચમચી તેલ
  • • 2 મોટી ચમચી ચણાનો લોટ
  • • ½ બાઉલ ક્રશ કરેલા સીંગદાણા
  • • ½ બાઉલ ક્રશ કરેલા તલ
  • • ½ ચમચી હળદર
  • • 1 ચમચી લાલ મરચું
  • • 1 ચમચી ધાણાજીરું પાવડર
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 1 ચમચી ગરમ મસાલો
  • • 1 ચમચી આદું લસણની પેસ્ટ
  • • કોથમીર
  • • ½ લીંબુ નો રસ

વઘાર માટે:-

  • • 3 ચમચી તેલ
  • • ½ ચમચી જીરું
  • • ચપટી હિંગ
  • • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • • 1 ઝીણું સમારેલું લીલું મરચું
  • • 1 ઝીણું સમારેલું ટામેટું
  • • 1 ગ્લાસ પાણી

રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ એક મોટા વાસણમાં પાણી ઉમેરી લો અને ઉકળવા મૂકો અને એમાં હળદર અને મીઠું ઉમેરી સમારેલ સરગવાને બાફી લો.

• સ્ટેપ 2:-હવે આપણે સ્ટફિંગ રેડી કરીએ તો એના માટે એક પેનમાં તેલ ઉમેરી લો અને ચણાનો લોટ શેકી લો.

• સ્ટેપ 3:-હવે એક પ્લેટ માં શેકેલા ચણાનો લોટ, ક્રશ કરેલા સીંગદાણા, ક્રશ કરેલા તલ, હળદર, લાલ મરચું, ધાણાજીરું,મીઠું, ગરમ મસાલો, આદું લસણની પેસ્ટ, કોથમીર, લીંબુ નો રસ ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લો. તો સ્ટફિંગ રેડી છે.

• સ્ટેપ 4:-હવે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું અને હિંગ નાખો. ત્યારબાદ તેમાં ડુંગળી, લીલું મરચું, અને ટામેટા ઉમેરી સાંતળી લો.

• સ્ટેપ 5:-સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં સ્ટફિંગ નો મસાલો ઉમેરી લો અને મિક્ષ કરીને ઢાંકી ને કુક થવા દો.

• સ્ટેપ 6:-હવે એમાં બાફેલો સરગવો ઉમેરી લો અને બાફતી વખતે જે પાણી વધ્યું હતું તે ઉમેરી લો અને બીજું થોડું પાણી ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો અને ઢાંકી ને કુક થવા દો.

• સ્ટેપ 7:-તો હવે 5 મિનિટ પછી ભરેલા સરગવાનું શાક રેડી છે સવિૅંગ બાઉલમાં સવૅ કરી લો અને ઉપરથી કોથમીર ઉમેરી લો. તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ભરેલા સરગવાનું શાક રેડી છે.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

• YouTube channel:- Prisha Tube

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *