સરકા/ વિનેગર વાળી ડુંગળીનું અથાણું – પંજાબી વાનગીઓ સાથે હોટલમાં મળતી આ ડુંગળી હવે તમે ઘરે બનાવી શકશો…

સરકા/ વિનેગર વાળી ડુંગળી

આ ડુંગળી તમે હોટલ મા પંજાબી જમવા ગયા હશો ત્યારે ખાધી જ હશે. ઘરે બનાવવા માં ખૂબ જ સરળ છે આ ડુંગળી નું અથાણું. આજે આપણે જોઈશું આ ડુંગળી બનાવવા ની પરફેક્ટ રીત ..

આ ડુંગળી માટે આપણે નાની ડુંગળી જ વાપરવાની છે. આ ડુંગળી એક વાર પલાળી લઇ એ પછી ફ્રીઝ માં અંદાજે 15 દિવસ સુધી સારી રહેશે..

સામગ્રી ::

• 15 તંગી 16 નંગ નાની ડુંગળી

• 1 ચમચી મીઠું

• 1.5 ચમચી ખાંડ

• 1/4 વાડકો પાણી

• 1.5 મોટી ચમચી વિનેગર

• 1 લીલું મરચું

• થોડા બીટરૂટ ના કટકા

રીત :


સૌ પ્રથમ ડુંગળી ને છોલી , ધોઈ લો. આ વિનેગર વાળી ડુંગળી બનાવવા નાની ડુંગળી , કે સફેદ નાની ડુંગળી વાપરી શકાય. એમ તો આપણે મોટી ડુંગળી ને સ્લાઈસ કરી ને પણ બનાવી શકીએ પણ કટકા હોવાથી જલ્દી પોચી થઈ જશે. આખી ડુંગળી વધારે સમય માટે કડક રહેશે..


એક બાઉલ માં ખાંડ , મીઠું લો. એમાં પાણી અને વિનેગર ઉમેરો અને સરસ મિક્સ કરો. બાઉલ હંમેશા કાચ કે સીરામીક નો જ લેવો નહીં તો વિનેગર નું રિએકશન થઈ શકે.


આ રીત માટે આપ સફેદ વિનેગર કે એપલ સિડર વિનેગર વાપરી શકો છો. હવે આ બાઉલ માં ડુંગળી , લીલા મરચા ના કટકા અને બિટરૂટ ના કટકા ઉમેરો..


સરસ રીતે મિક્સ કરો અને કાચ ની બોટલ માં ભરી દો. પાણી અને વિનેગર નું મિશ્રણ બધી ડુંગળી કવર કરે એટલું હોવું જ જોઈએ. બોટલ ને બંધ કરી ફ્રીઝ માં મૂકી દો.


આખી થોડી મોટી ડુંગળી હોય તો + આ રીતે આડા ઉભા કાપા કરવા. મેં નાની ડુંગળી લીધી છે એટલે કાપા નથી કર્યા. આખી ડુંગળી ને 2 થી 3 કલાક અને સ્લાઈસ કરેલી ડુંગળી હોય તો 30 થી 40 મિનિટ માટે ફ્રીઝ માં રાખો. કલર બહુ જ સરસ આવશે… એવું લાગે તો વધારે એકાદ કલાક રાખી શકાય …


ત્યારબાદ ડુંગળી ને કાઢી કાચ ની બોટલ માં ભરી દો. 10 થી 12 દિવસ સુધી બગડશે નહીં… લો તો તૈયાર છે સરકા વાળી ડુંગળી.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *