સરસો દા સાગ , મક્કે દી રોટી – પરફેક્ટ પંજાબી ભાણું બનાવીને ખવડાવો તમારા પરિવારને…

સરસવ ની ભાજી માં ભરપૂર માત્ર માં વિટામિન સી , કે વિટામિન આ અને એ રહેલું છે , સાથે તે આયર્ન નો પણ સારો એવો સ્ત્રોત છે. ખુબ જ હેલ્થી એવી આ ભાજી શિયાળા માં આવતી હોવા થી આ એક ખુબજ હેલ્થી વિન્ટર સ્પેશ્યલ રેસીપી છે. સરસવ ની ભાજી ટેસ્ટ માં સેજ તૂરી હોય છે તેથી તેમાં સાથે બીજી ભાજી પાલક , બથુઆ , મૂળા ની ભાજી એડ કરવામાં આવે છે.

મેં અહીં ટ્રેડિશનલ રેસીપી કરતા થોડી અલગ મારા ઘરે જે રેગ્યુલર બને છે તે રીત બતાવી છે તો ચાલો શરુ કરીએ.

કૂકર માં ૧ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દો , તેમાં સરસવ ની ભાજીના પાન ધોઈ ને નાખી દો , સાથે , ૧ જુડી પાલક . થોડી દબાવી અને સેટ કરી દેવી અત્યારે વધારે લાગી રહી છે ભાજી પણ બોઈલ થયા પછી ઓછી થઇ જશે. તેમાં સાથે , ૩ ટામેટા આ રીતે મોટા કટ કરેલા , ૨ ડુંગળી તે પણ મોટી કટ કરેલી , ૨ લીલા માર્ચ , થોડું આદુ , ૧૫-૨૦ લસણ ની કળી, ૧ ચમચી મીઠું નાખી દો . ત્યાર બાદ ફરી ૧ ગ્લાસ પાણી એડ કરો અને , ૫-૬ વિસલ સુધી બોઈલ કરી લેવાનું છે.

અહીં મેં સરસવ અને પાલક બે વસ્તુ એડ કરી છે તમે બથુઆ અને મૂળા ના પણ પણ નાખી શકો , આ શાક માં સાથે મૂળા ના પણ ટુકડા કરી ના પણ ટુકડા કરી નાખવા માં આવતા હોય છે તમે પણ લઇ શકો.

. ૫-૬ વિસલ પછી કુકર ઠંડુ થાય એટલે બ્લેન્ડર થી ક્રશ કરી લેવાનું છે. કન્સીસ્ટન્સી સેટ કરવા ૨ ચમચી મકાઈ નો લોટ નાખવાનો છે અને ફરી થી બરાબર બ્લેન્ડ કરી લો એકદમ સ્મૂથ ક્રશ કરી લેવાનું છે.

હવે એક કડાઈ માં ૨ ચમચી તેલ અને ૨ ચમચી ઘી ગરમ કરવા મુકો. ઘી ના બદલે તમે બટર પણ લઇ શકો.

ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખો , ૨ સૂકા લાલ મરચા , ૨ તજ ના ટુકડા , ૨ ચમચી લસણ ની કળી ના ટુકડા , ૨ નંગ જીણી સમારેલી ડુંગળી નાખી ૧ મિનિટ જેવું મીડીયમ ગેસ પર સાંતળી લો ,

ત્યાર બાદ ૨ નંગ જીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લો , પછી તેમાં અડધી ચમચી હળદર નાખો , ૧ ચમચી મીઠું નાખી મિક્સ કરી ઢાંકી દઈ ૩-૪ મિનિટ કૂક થવા દેવાનું છે મીડીયમ ગેસ પર .

૩-૪ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટામેટા અને ડુંગળી બને સરસ કૂક થઇ ગયા છે હવે તેમાં ૧.૫ ચમચી લાલ મરચું પાવડર નાખો ,

૧ ચમચી ધાણાજીરું , ૧ ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરી લો ,

મીઠું આપણે પેલા એડ કર્યું અને ભાજી બાફતી વખતે પણ નાખ્યું છે તો હવે નઈ નાંખીશુ . હવે તેમાં બોઈલ થઇ ક્રશ કરેલી સરસવ પાલક ની ભાજી નાખી દેવાની છે.

મિક્સ કરી લઇ ઢાંકી દો , અને ૧૫ મિનિટ માટે મીડીયમ ગેસ પર ભાજી ને ઉકાળવા દેવાની છે જેથી બધા મસાલા અને ભાજી બરાબર મિક્સ થઇ જાય .

૧૦-૧૫ મિનિટ પછી જોઈ શકો છો ભાજી સરસ ઉકળી રહી છે , તેમાં ૨ ચમચી ઘી નાખી અને મિક્સ કરી લો. મોટા ભાગે બટર નખાતું હોય છે પણ દેશી ઘી પણ આમાં ટેસ્ટી જ લાગે છે હું ઘી નો જ ઉપયોગ કરું છુ.

એકદમ તૈયાર છે સરસો દા સાગ હવે આપણે મક્કે દી રોટી બનાવી લઈએ.

તેના માટે મેં અહીં ૨ કપ મકાઈ નો લોટ લીધો છે. અડધી ચમચી મીઠું નાખી દો , હવે તેમાં ગરમ પાણી નાખતા જય અને લોટ બાંધવાનો છે.

મકાઈ ના લોટ માં gluten નું પ્રમાણ ઓછું હોય છે તેથી લોટ રોટલી ના લોટ જેટલો સહેલાઇ થી નઈ બંધાઈ જાય. ગરમ પાણી લેવા થી થોડી સરળતા રહેશે. આ રીતે ધીમે ધીમે ભેગો કરતા જય સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. લોટ ભેગો થઇ જાય એટલે લોટ ને ૩-૪ મિનિટ જેવો મસળી લેવાનો છે , ત્યાર બાદ ઢાંકી દઈ અને ૫ મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો છે.

૩-૪ મિનિટ પછી લોટ માં થી થોડો લોટ લઇ લો , કોરો મકાઈ નો લોટ નાખો થોડો અને આ રીતે વણતા જવાનું છે, થોડો તૂટી જાય તો આ રીતે જોઈન્ટ કરતા જવાનું , રોટલી જેટલું સહેલાઇ થી નઈ વણાસે પણ ગરમ પાણી થી લોટ બાંધશો અને બરાબર મસળેલો હશે લોટ તો વધારે તૂટ્યા વગર વણાઈ જશે.

હવે માટી ની તાવડી ગરમ થાય એટલે તેના પર ધીમે થી મકાઈ નો રોટલો બનાવેલો મૂકી દો. થોડી વાર નીચે ની સાઈડ ચડવા દેવાનો છે ત્યાર બાદ બીજી સાઈડ ફેરવી લઇ થોડી વાર ચડવા દઈ પછી આ રીતે ધીમે ધીમે પ્રેસ કરતા જવાનો છે. બંને બાજુ આ રીતે શેકાઈ જાય એટલે પ્લેટ માં લઇ લો , અને ઘી લગાવી લો , આ રીતે બધા રોટલા બનાવી લો, અને ગરમ ગરમ મક્કે દી રોટી અને સરસો દા સાગ સર્વ કરો , ઉપર થી થોડું ઘી નાખી ની સર્વ કરો.

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *