સાટા – હવે ઠાકોરજીને ઘરે જ બનાવેલ સાટાનો પ્રસાદ ધરાવજો, બનાવવામાં બહુ સરળ છે..

કેમ છો ફ્રેંડસ…

અમારા ત્યાં અમારા દેવસ્થાન ની પેરી કચ્છ ભુજ માં થતી હોય છે. એમાં ખાસ સાટા ની પ્રસાદી ચઢાવવા માં આવતી હોય છે.અને અત્યારે તો લોકડાઉન ના કારણે કોઈ ભુજ તો જઈ ના શકે એટલે દર્શન ઘરેતીજ કરી લીધા અને પ્રસાદિ તો બનાવવાની હતી તો એના માટે ખાસ આજે સાટા બનાવ્યા છે …

એમાં થોડો ટ્વિસ્ટ આપીને સાટા બનાવ્યા છે ભુજ માં ફક્ત મૈદા ના બનતા હોય છે અને મે ઘઉ અને મૈદા અને રવો મિક્સ કરી બનાવી try કર્યો છે…પણ ખરેખર ત્યાં જેવા જ સાટા તૈયાર થયા છે…

તો તમે પણ ઘરે બનાવી જોવો ચોક્કસ થી તમારા ઘરે બધાયને ભાવ છે.

” સાટા ”

સામગ્રી :

  • મેંદો- અર્ધી વાટકી
  • ઘઉ નો લોટ – અર્ધી વાટકી
  • રવો – ૨ ચમચી
  • ઘી- ૨૫૦ ગ્રામ
  • બેકિંગ બાઉડર- અડધી ચમચી,
  • એલચીનો પાઉડર- અડધી ચમચી
  • બદામ-પિસ્તાંની ચીરી -૨ ચમચી
  • કાજુનો પાઉડર- ૨ ચમચા

રીત : સૌ પ્રથમ મેંદા ,રવો અને ઘઉ નો લોટ લઇ તેમાં ચાર ચમચી ઘી, કાજુનો પાઉડર, બેકિંગ પાવડર ભેળવી પાણીથી કણક બાંધો.

હવે તેને સરખી રીતે મસળી પરોઠા જેવો લોટ તૈયાર કરવો. તેના નાના નાના લુઆ લઇ હાથે થી ગોળ વાંળી લેવા.

હવે તેને ઘી માં ધીમે તાપે ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

હવે ખાંડ લઇ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ એલચી નાખી એકતારી ચાસણી તૈયાર કરો.

હવે તળેલા બધા સાટા ને ચાસણી માં ૫ મિનિટ માટે રાખવા.

હવે એક થાળી માં બધા સાટા કાઢી લેવા

થોડા ઠંડા થાય પછી તેની ઉપર બદામ-પિસ્તાંની ચીરી ભભરાવી હવે થોડી વાર એક ચારની ઉપર સૂકવવા રાખો .

હવે સાટા ખાવા માટે તૈયાર છે….

આવી જ રીતે કેસર વારા સાટા પણ બનાવી શકાય છે…

ચાસણી માં કેસર મિક્સ કરી દેવી….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *