સતુ અને પાલક ના પરાઠા – પ્રોટીન અને આયૅન થી ભરપુર આ પરાઠા નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ખાસ ખાવા જોઈએ…

હેલો ફ્રેન્ડઝ આજ હું લાવી છું એક હેલ્ધી વાનગી ની રેસીપી જેનુ નામ છે “સતુ ને પાલક ના પરાઠા ” જે પ્રોટીન અને આયૅન થી ભરપુર છે .તમે કહેશો કે આ સતુ એટલે શું? તો ચાલો આજ સતુ એટલે શુ, તે કેવી રીતે બને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેના ફાયદા વિશે વાત કરીએ. સતુ એટલે આપણા દેશી ચણા નો લોટ, પરંતુ તેને એક ખાસ પધ્ધતિ થી બનાવવા મા આવે છે, સતુ એ બિહારના લોકો નો ખોરાક છે, બિહાર મા સતુ નો ઉપયોગ અલગ અલગ જાત ની વાનગી બનાવવા માટે થાય છે જેમકે, સતુ ના પરાઠા, સતુ ના લાડુ, સતુ નુ પીણુ પણ બનાવવા મા આવે છે. સતુ ને ઘઉ ,જુવાર બાજરી જેવા લોટ સાથે મિકસ કરી ને તેની ભાખરી અને રોટલી ,થેપલા કે પરાઠા પણ બનાવી શકાય છે, સતુ નો શીરો પણ બનાવી શકાય છે.

સતુ ને લાલ દેશી ચણા માંથી બનાવવા મા આવે છે એટલે તમે બધા જ જાણો છો કે ચણા ભરપુર માત્રા મા પ્રોટીન હોય છે ,એટલે આ સતુ નો ઉપયોગ નાના બાળકો, ગભૅવતી સ્ત્રીઓ ને ખાસ કરીને આપવા મા આવે છે, નાના મોટા દરેક વ્યક્તિ માટે સતુ ખુબ જ ફાયદા કારક છે.જે લોકો ને પ્રોટીન ની ઉણપ હોય તે લોકોએ ખાસ કરીને આ સતુ નો ઉપયોગ કરવો જોઈએ.

સતુ કેવી રીતે બને તે જોઇએ –

સતુ નો લોટ બનાવવા માટે સૌ પ્રથમ દેશી ચણા ને ધોઈ લેવા અને તેને ડૂબે એટલું પાણી ઉમેરીને તેને આખી રાત સુધી પલાળી દેવા મા આવે છે, બીજા દિવસે સવારે તેમાથી પાણી નિતારી ને તેને તડકા મા સુકવવા મા આવે છે, જયા સુધી તે સુકાઈ ને ફરી કડક થઈ જાય એટલો સમય સુધી સુકવવા મા આવે છે લગભગ 2 દિવસ સુધી તડકા મા મુકવા થી તેમા રહેલુ પાણી સુકાઈ જાય એટલે તેને એક કડાઈમાં માં ધીમા તાપે શેકવા મા આવે છે ,તે બરાબર કરકરા શેકાય જાય એટલે તેના નીકળે એટલા ફોતરા કાઢી ને તેને દળી ને તેનો લોટ તૈયાર કરવામાં આવે છે જેને સતુ કહેવા મા આવે છે.

તો ચાલો આજ આ સતુ અને પાલક ના પરાઠા ની રેસીપી શીખવાડીશ, આ પરાઠા તમે સવાર ના નાશતા મા કે બપોર ના જમવા કે રાત ના જમવા મા બનાવી શકો છો બાળકો ને ટિફીન મા પણ આપી શકો છો .

સામગ્રી —


સ્ટફીંગ ની સામગ્રી —

1- કપ સતુ નો લોટ

1-કપ બારીક સમારેલી પાલક

1/2 કપ બારીક સમારેલી કોથમીર

1ટેબલસ્પુન બારિક સમારેલા લીલા મરચાં

1 ટીસ્પૂન જીરા નો પાવડર

1 ટેબલસ્પૂન લાલ મરચુ

1/2 ટીસ્પૂન હળદર

2-3 ટેબલસ્પૂન તેલ

સ્વાદ અનુસાર મીઠું

લોટ બાંધવા ની સામગ્રી —

2-3 કપ ઘઉંનો લોટ

3-4 ટેબલસ્પૂન તેલ

1/4 ટેબલસ્પૂન અજમો

સ્વાદ અનુસાર મીઠું

* સ્ટફીંગ બનાવવાની રીત —

સૌ પ્રથમ પાલક ના પાન ને ધોઈ લેવા અને તેને બારીક સમારી લો, આવી રીતે કોથમીર પણ ધોઈ ને સમારી લો.

1 મિડિયમ સાઈઝ ના કાંદા બારિક સમારી લો, કાંદા ને એકદમ બારિક સમારવા નહી તો પરાઠો વણતી વખતે ફાટી જશે .


સૌ પ્રથમ એક વાસણ મા સતુ નો લોટ લો તેમા પાલક, કોથમીર, સમારેલા કાંદા અને ઉપર જણાવ્યા મુજબ ના મસાલા નાખી ને મિકસ કરી લો, ત્યારબાદ તેમા તેલ ઉમેરી ને તેને ફરીથી મિક્સ કરી,તૈયાર કરેલા સ્ટફીંગ ને સાઇડ પર મૂકી દો

* લોટ બાંધવા ની રીત —


એક વાસણ મા લોટ લઇ લો તેમા અજમા ને હાથે થી મસળી ને ઉમેરો, તેમા તેલ ઉમેરી લો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો

ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને તેનો પરાઠા જેવો નરમ લોટ તૈયાર કરી લો.

*પરાઠા બનાવવાની રીત —


સૌ પ્રથમ એક મોટો લુઓ લઇ તેને થોડો વણી લો,તેમા તૈયાર કરેલા સ્ટફીંગ ની એક મોટી ચમચી જેટલું સ્ટફીંગ બરાબર વચ્ચે મુકી દો અને પરાઠા ને સાઈડ થી વાળી લો .

હવે હળવા હાથે ફરી તેને વણી લો.


ત્યાર બાદ ગેસ પર એક તવો ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમા પરાઠા ને ધીમા તાપે બંને બાજુ થી ઘી મૂકીને ને તેને ગોલ્ડન થઇ જાય તેવા શેકી લો. આવી રીતે બધા જ પરાઠા શેકી લો

તૈયાર છે તમારા હેલ્ધી સતુ અને પાલક ના પરાઠા તેને ગરમાગરમ દહીં અથવા લીલી ચટણી અથવા રાયતા સાથે પીરસી દો


ફ્રેનડસ આશા છે તમને મારી આ હેલ્ધી રેસિપી પસંદ આવી હશે, આ રેસીપી ને સ્ટેપ બાય સ્ટેપ જોવા માટે આપેલી લિંક કલીક કરો અને હા મારી ચેનલ સસક્રાઈબ જરૂર થી કરજો જેથી તમને આવી નવી નવી રેસીપી શીખવા મળે .


તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી ફરી એકવાર એક નવી રેસીપી લઇ ને આવુ ત્યા સુધી બાય અને Happy Cooking.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *