સૌરાષ્ટ્રનું ફેમસ દાળનું ઓસામણ અને લચકો દાળ બનાવવાની રીત

આજે આપણે બનાવીશું સૌરાષ્ટ્રનું ફેમસ દાળનું ઓસામણ અને લચકો દાળ બનાવવાની રીત જોઈશું. જોતા જ મોઢા માં પાણી આવી જાય અને ફટાફટ ખાવાનું મન પણ થઈ જાય તેવી હેલ્ધી અને ટેસ્ટી સ્વાદિષ્ટ ચટાકેદાર બનશે. એકવાર બનાવી ને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે બનાવવાનુ કહેશો.તો એક વાર ઘરે અચૂક થી ટ્રાય કરજો.આ નાના બાળકો થી લઈ મોટા વડીલો ને પણ ખૂબ પસંદ આવશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.


સામગ્રી

  • તુવેર દાળ
  • મીઠું
  • કોથમીર
  • રાય
  • જીરું
  • હીંગ
  • તેલ
  • દહીં

રીત


1- સૌથી પહેલા 1 કપ તુવેર દાળ લઈશું. હવે તેમાં ત્રણ થી ચાર ઘણું પાણી લઈશું. હવે ચાર સીટી વગાડી લઈશું. અને સરસ દાળ ચડી જાય ત્યાં સુધી કુક કરી લઈશું.

2- હવે ચાર સીટી થઈ ગઈ છે. હવે ચેક કરી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે દાળ સરસ કુક થઈ ગઈ છે. હવે ઉપર જે પાણી છે તેને બહાર કાઢી લઈશું.થોડી વચ્ચે દાળ જાય કઈ વાંધો નથી.

3- હવે એક મોટો ચમચો દાળ એડ કરીશું.આપણે પાણી અને દાળ અલગ કરી લીધું છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. પાણી છે તેનું ઓસામણ બનાવીશું. અને જે દાળ છે તેનું લચકો બનાવીશું.

4- હવે એક પેન માં એક ચમચી ઘી ગરમ કરીશું. આમાં એક મોટી ચમચી જીરૂ એડ કરીશું. હવે ચપટી હિંગ નાખીશું. અને અડધી ચમચી હળદર નાખીશું.હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.હવે તેમાં દાળ એડ કરીશું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.

5- હવે એકદમ હલકા હાથે હલાવી લઈશું. હવે બે મિનિટ કુક કરી લઈશું. જેથી મસાલા કુક થઈ જાય તેના માટે. હવે બે મિનિટ થઈ ગઈ છે. હવે હલાવી લઈશું.આ લચકો દાળ તૈયાર છે જેને પુરણપોળી સાથે ખાઈ શકો છો. અને આ ભાત જોડે પણ સરસ લાગે છે.

6- હવે આપણે દાળનું ઓસામણ બનાવી લઈશું. હવે આપણે બાઉલ માં લઇ લઈશું. જેમાં આપણે બનાવવાના છે.હવે તેમાં એક મોટી ચમચી દહી લઈશું. કારણકે ઓસામણ તીખું અને ખાટું હોય છે. હવે બધું બ્લેન્ડર થી મિક્સ કરી લઈશું.


7- હવે સરસ બ્લેન્ડ થઈ ગયું છે. તો તેમાં હવે મસાલા કરી લઈશું. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ગેસ ધીમો રાખીશું. ત્યારબાદ અડધી નાની ચમચી હળદર નાખીશું. ત્યારબાદ એક આખી મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.

8- હવે મિક્સ કરી લઈશું. ઘણા લોકો આમાં ચણાનો લોટ નાખતા હોય છે. હવે એક ઊભરો આવવા દઈશું. પછી તેમાં વઘાર કરીશું. હવે તેમાં આદુ છીણી લઈશું. આમાં આદુનો સ્વાદ ખુબ સરસ લાગે છે. ઓસામણ પાતળું હોય છે.આ તમે ગુજરાતી રશમ પણ કહી શકો છો.

9- હવે એક ઊભરો આવવા દઇશું. હવે આપણે વઘારની તૈયારી કરીશું. હવે ગેસ ધીમો કરી લઈશું. વઘાર કરવા માટે એક વઘારીયું લઈશું. તેમાં એક ચમચી ઘી લઈશું. તમે તેલ પણ લઈ શકો છો. હવે તેમાં એક ચમચી રાય એડ કરીશું.રાય તતડે પછી તેમાં એક ચમચી જીરૂ નાખીશું.

10- હવે તેમાં ચપટી હીંગ નાખીશું. અને એક સૂકું લાલ મરચું નાખીશું. અને મીઠો લીમડો નાખીશું.અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે ઓસામણ માં વઘાર એડ કરી લઈશું. હવે તેને ચમચી થી મિક્સ કરી લઈશું.

11- હવે તેને ઉકાળી લઈશું. લગભગ પાંચ મિનિટ માટે. આને પુરણ પોળી સાથે ઘણા લોકો ખાતા હોય છે. આમાં ગોળ નથી ઉમેરવાનો. આ તીખું અને ખાટું બનાવવાનું છે.એટલે તેમાં ગોળ નથી એડ કરવાનો.

12- હવે પાચ મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં લીલા ધાણા નાખીશું. હવે તેને સર્વ કરીશું. લચકો દાળ અને દાળ નું ઓસામણ તૈયાર છે. આને જરૂર થી બનાવજો. ભાત જોડે કે પુરણ પોળી સાથે સર્વે કરજો.બનાવજો ખાજો અને ખવડાવજો.


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *