૩ ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ચટણી – ઓછી સામગ્રીથી બનાવો સ્વાદિષ્ટ ચટણીઓ ફક્ત અમુક મિનિટોમાં

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે સાઉથ ઇન્ડિયન ફેમસ ત્રણ જુદી જુદી જાતની ચટણી કે જેમાં તમને સામગ્રી તો બોઉં ઓછી જોશે પણ સ્વાદ બોઉં જ અલગ અલગ આવશે. ઈડલી,રેડ કોકોનટ,દાળિયાની ચટણી જે ચટણીને તમે મેંદુવડા,ઈડલી,મસાલા ઢોસા તેમજ ઉત્તપમ સાથે પણ ખાઈ શકો છો એવી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે બનાવાનું મન થશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???


૧. ઈડલી ચટણી

સામગ્રી :

  • મિક્સર માં પીસવા નું
  • ૧/૨ કપ લીલું કોપરું
  • ૧/૨ કપ કોથમીર
  • ૫ થી ૬ મીઠા લીમડા ના પાન
  • ૩ લીલા મરચા
  • ૧ ટેબલ સ્પૂન દાળિયા
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧ ટુકડો આંબલી નો
  • મીઠું સ્વાદ અનુસાર

વઘાર માટે

  • ૧/૨ ટી સ્પૂન તેલ
  • ૧/૨ ટી સ્પૂન રાઈ
  • ૧ લાલ મરચું ૨ ટુકડા કરેલું
  • ૩ થી ૪ મીઠા લીમડા ના પાન

રીત :


૧. મિક્સર માં પીસવા માટે આપેલી બધી સામગ્રી ને મિક્સર જાર માં નાખી ને જરૂર પૂરતું પાણી ઉમેરી ને ચટણી પીસી લેવી.

૨. હવે ચટણી ને એક બાઉલ માં કાઢી ને વઘાર કરવા નો છે.

૩. વાઘરીયા માં તેલ માં રાઈ,લાલ મરચા ના ટુકડા અને મીઠા લીમડા ના પાન ઉમેરી ને તતડે એટલે ચટણી પર રેડી દો.

૨. રેડ કોકોનટ ચટણી

સામગ્રી :

  • મિક્સર માં પીસવા નું
  • ૧/૨ કપ લીલું કોપરું
  • ૨ ટેબલ સ્પૂન કોથમીર
  • ૪ લાલ મરચા
  • ૨ થી ૩ લસણ ની કળી
  • ૧ ઇંચ આદુ નો ટુકડો
  • ૨ નાના ટુકડા આંબલી ને
  • ૧ ટેબલ સ્પૂન શેકેલી શીંગ
  • મીઠું સ્વાદ અનુસાર

વઘાર માટે –

  • ૧/૨ ટી સ્પૂન તેલ
  • ૧/૨ ટી સ્પૂન રાઈ
  • ૩ મીઠા લીંબડા ના પાન

રીત :

૧. મિક્સર માં પીસવા માટે આપેલી બધી સામગ્રી ને મિક્સર જાર માં નાખી ને જરૂર પૂરતું પાણી ઉમેરી ને ચટણી પીસી લેવી.

૨. હવે ચટણી ને એક બાઉલ માં કાઢી ને વઘાર કરવા નો છે.

૩. વાઘરીયા માં તેલ માં રાઈ અને મીઠા લીમડા ના પાન ઉમેરી ને તતડે એટલે ચટણી પર રેડી દો.

૩. દાળિયા ની ચટણી

  • ૧/૪ કપ દાળિયા
  • ૨ થી ૩ લીંબડા ના પાન
  • ૧ ટેબલ સ્પૂન શેકેલી શીંગ
  • ૨ ટેબલ સ્પૂન કોથમીર
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૨ થી ૩ લીલા મરચા
  • ૨ ટેબલ સ્પૂન દહીં
  • મીઠું સ્વાદ અનુસાર

વઘાર માટે –

  • ૧/૨ ટી સ્પૂન તેલ
  • ૧/૨ ટી સ્પૂન રાઈ
  • ૧/૨ ટી સ્પૂન અડદ ની દાળ
  • ૧ લાલ મરચું ૨ ટુકડા કરેલું
  • ૨ થી ૩ મીઠા લીંબડા ના પાન

રીત :

૧. મિક્સર માં પીસવા માટે આપેલી બધી સામગ્રી ને મિક્સર જાર માં નાખી ને જરૂર પૂરતું પાણી ઉમેરી ને ચટણી પીસી લેવી.

૨. હવે ચટણી ને એક બાઉલ માં કાઢી ને વઘાર કરવા નો છે.

૩. વાઘરીયા માં તેલ માં રાઈ,અડદ ની દાળ, લાલ મરચા ના ટુકડા અને મીઠા લીમડા ના પાન ઉમેરી ને તતડે એટલે ચટણી પર રેડી દો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *