સવારે ઉઠીને કરો આ કામ – રહેશો હંમેશા સ્વસ્થ

સવારે ઉઠતાં જ કોઈ ચા પીવે છે તો કોઈ જ્યુસ.

પરંતુ શું તમે જાણો છો કે એક્સપર્ટ્સ મુજબ સ્વસ્થ અને હેલ્ડી રહેવા માટે તમારે સવારે વહેલા ઉઠો તો શું કરવું જોઈએ જે તમારી હેલ્થ માટે બેસ્ટ સાબિત થાય?

ટિપ્સ :

સવારે ઉઠતાં જ કોઈ ચા પીવે છે તો કોઈ જ્યુસ પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે પરંતુ તમને હેલ્ધી રહેવા માટે એક્સપર્ટ આપે છે નીચે મુજબની સલાહ જેને ફોલો કરીને તમે આરામથી એકદમ હેલ્ધી ને રોગ મુક્ત રહી શકો છો:

રોજ સવારે 6 થી 8 ની વચ્ચે ઉઠી જવું એ હેલ્થ માટે ફાયદામંદ છે.

ઉઠતાંની સાથે જ એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીઓ.

રાતના તાંબાના પાત્રમાં ભરેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી હેલ્થને ઘણા ફાયદા મળે છે. આમ કરવાથી પાચનતંત્ર સારું કામ કરે છે અને પેટના રોગોમાંથી તમે બચી શકો છો.

હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ પીવાથી વ્યક્તિ સમપ્રમાણ અને હેલ્ધી રહે છે. આ વજન ઓછું કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

પાણી પછી એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ જરૂર ખાવ. ડ્રાય ફ્રૂટમાં બદામ, પિસ્તા અને અખરોટને એડ કરો. તમે ઈચ્છો તો ફ્રૂટ જ્યુસ પણ પી શકો છો. મિક્સ ફ્રૂટનું જ્યુસ પીવાથી વધારે સારું રહે છે.

ચાની સાથ મીઠા બિસ્કિટ ના લો તો વધારે સારું રહેશે. ચામાં ચાની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો.

લેખન સંકલન : તૃપ્તિ ત્રિવેદી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *