સેવ – હવે કોઈપણ નાસ્તામાં કે ભેળ પુરીમાં ઉમેરવા માટે સેવ બહારથી નહિ લાવવી પડે..

હેલો ફ્રેન્ડ્સ આપણા ગુજરાતીઓના ઘરમાં સેવ ગાંઠીયા તો હોય જ છે આપણે સેવ નો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ જેમકે સેવ મમરા, ચેવડો ,ચવાણું, ભુસુ વગેરે જેવા સૂકા નાસ્તામાં આપણે સેવ નો ઉપયોગ કરીએ છીએ ઘણા બધા શાકમાં પણ આપણે સેવ નો ઉપયોગ કરતા હોઈએ છીએ જેવાકે સેવ ટામેટા, સેવ કાંદા ,સેવ ગલકા વગેરે આપણે બટાકા પૌવા અને ઉપમામા પણ સેવ નો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, સેવ ખમણી, સેવ ઉસળ વગેરે જેવી વાનગીઓમાં પણ સેવ નો ઉપયોગ કરતા જ હોઈએ છીએ તો ચાલો આજે આ સેવ ઘરે કેવી રીતે બને તે શીખીએ સેવ બનાવવા માટે શું સામગ્રી જોશે તે નોંધી લો.

* સામગ્રી-

Advertisement


* બે કપ ચણાનો લોટ

* 2 ટેબલ સ્પૂન તેલ

Advertisement

* અડધી ટીસ્પૂન અજમો

* અડધી ટીસ્પૂન હિંગ

Advertisement

* અડધી ટીસ્પૂન હળદર

* સ્વાદ અનુસાર મીઠું

Advertisement

* લોટ બાંધવા માટે પાણી

* તળવા માટે તેલ

Advertisement

* સેવ બનાવવા ની રીત —


1– સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લો. તેમાં હળદર મીઠું, અજમો ,હિંગ અને તેલ નાખી તેને બરોબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરીને રોટલી કરતાં થોડો નરમ લોટ તૈયાર કરો.

Advertisement


2– ત્યારબાદ સેવ પાડવાના સંચામાં તેલ લગાવી નીચે સેવ ની જાળી મૂકી મેં તેમાં લોટ ભરી ઢાંકણ બંધ કરી દો.


3– ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં સંચા વડે સીધી જ સેવ પાડો અને તેને મધ્યમ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

Advertisement


આવી જ રીતે બધી જ સેવ ને તેલમાં તળી લો તે ઠંડી થાય એટલે તેને એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરેલો આ સેવ નો ઉપયોગ મેં ઉપર જણાવ્યા મુજબ ની બધી જ વાનગી માં તમે કરી શકો છો


* ટીપ-

Advertisement


આ સેવ મે સાદી સેવ બનાવી છે તમને જો તીખી સેવ બનાવી હોય તો તેમાં લાલ મરચું ઉમેરો સેવ બની ગયા પછી ઉપર ચાટ મસાલો અથવા હિંગ અને સંચળ મિક્સ કરીને તે પણ ભભરાવી શકો છો તે સ્વાદમાં ખૂબ જ સરસ અને ફરસી લાગે છે.

તો ચાલો ફ્રેન્ડસ તમે બનાવો ઝટપટ બનતી સેવ અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનું ભૂલશો નહીં.

Advertisement

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *