સેવ રોલ – બહારનું ચટપટું અને સ્પાઈસી ખાવાનું યાદ આવી રહ્યું છે? બનાવો આ વાનગી…

મિત્રો, ઘણા લોકોને બહારનું ચટપટું અને સ્પાઈસી ખાવાનું પસંદ હોય છે, અનહાયજેનિક અને શુદ્ધતા ન હોય તો પણ લોકો હોંશે હોંશે આરોગતા હોય છે પરંતુ અત્યારે લોકડાઉન છે તો બહાર તો જઈ શકાતું નથી તો આ સમયે તમે ઘરે જ આવી ડીશો બનાવીને ખાય શકો છો અને બનાવવામાં થોડો ઘણો ટાઈમ પણ સ્પેન્ડ થઈ જશો. તો આજે હું સરસ મજાના ટેસ્ટી સેવ રોલ બનાવવાની રેસિપી શીખવાડીશ જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી મસ્ત સોફ્ટ બને છે, નાના મોટા બધાને પસંદ આવે તેવી સ્ટ્રીટ ફૂડ રેસિપી છે તો બનાવજો અને સારી લાગે તો તમારા મિત્રોને પણ ટેગ કરવાનું ભૂલશો નહિ. તો ચાલો જોઈએ સેવ રોલ બનાવવાની રેસિપી

સામગ્રી :

  • Ø 500 ગ્રામ બટેટા
  • Ø 1 મોટી ચમચી આદુની પેસ્ટ
  • Ø 1/2 મોટી ચમચી ધાણાજીરું
  • Ø 1/4 મોટી ચમચી ગરમ મસાલા
  • Ø 1/4 મોટી ચમચી મરી પાવડર
  • Ø 1/2 કપ ફ્રેશ કોથમીર
  • Ø 3 મોટી ચમચી મેંદાનો લોટ
  • Ø રોસ્ટેડ બરેજ઼ સેવ
  • Ø 1 લીલું મરચું
  • Ø 1 મોટી ચમચી લીંબુ નો રસ
  • Ø 5 મોટી ચમચી બ્રેડનો ભુક્કો
  • Ø મીઠું સ્વાદાનુસાર
  • Ø તેલ

રીત :

1) સૌપ્રથમ બટેટાને બાફીને ખમણી લેવાના છે, ખમણીને લેવાથી રોલ બનાવવામાં આસાની રહેશે.

2) હવે તેમાં મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, મરી પાવડર, લીલું મરચું, કોથમીર, લીંબુ નો રસ તેમજ થોડો બ્રેડનો ભુક્કો એડ કરો. બ્રેડ ને બદલે ટોસ કે પછી પાઉંને ક્રશ કરીને પણ લઈ શકાય.

3) હવે બધું મિક્સ કરી લો, જરૂરિયાત મુજબ બ્રેડનો ભુક્કો એડ કરતા જાવ અને રોલ વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરી લો.

4) મિશ્રણ તૈયાર કરી તેમાંથી ગોળ લાંબા રોલ તૈયાર કરી લો. રોલની સાઈઝ મીડીયમ રાખવી.

5) રોલ તૈયાર કરી હવે એક મોટા બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન મેંદો લઈ તેમાં થોડું પાણી એડ કરી સ્લરી તૈયાર કરો. મીડીયમ થીક એવી સ્મૂથ સ્લરી તૈયાર કરવાની છે. સ્લરીમાં રોલને ડીપ કરવાના છે માટે બાઉલ અહીં મોટો જ લેવો.

6) ત્યારબાદ બરેજ(વર્મીસેલી સેવ)ને ડીશમાં લઈ હાથથી ક્રશ કરી લો, પાવડર નહિ પણ સાવ બારીક ક્રશ કરી લેવાની છે જેથી રોલ પર બરાબર લગાવી શકાય.

7) હવે રોલને સ્લરીમાં ડીપ કરી બરેજ઼ સેવમાં રોલ કરી લો. બધી જ સાઈડ બરાબર કોટ થઈ જાય તે રીતે રોલ કરી લેવાના.

8) રોલ તૈયાર કરી આ રોલને તળવાના છે તો મીડીયમ તેલ ગરમ કરી રોલ તળી લો. તેલમાં મુકતા પહેલા રોલને હાથથી થોડો પ્રેસ કરી લેવો જેથી સેવ તેલમાં છૂટી ન પડી જાય.

9) ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી રોલ કરીને તળી લો. ગોલ્ડાન બ્રાઉનિશ થતા આ રોલને તેલમાંથી કાઢી લો અને ગરમાગરમ ખાટીમીઠી ચટણી સર્વ કરો.

10) તો મિત્રો આજે જ બનાવીને ટેસ્ટ કરી લેજો, બધાને ભાવે તેવી ડીશ છે અને હા મિત્રો એકવાર નીચે આપેલા વિડીયો જરૂર જોઈ લેજો જેથી બનાવાવમાં સરળતા રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો લિંક :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *