સેવૈયા ખીર – રાત્રે જમ્યા પછી કે પછી જમવાની સાથે આવી ખીર મળી જાય તો આનંદ આવી જાય..

કેમ છો ફ્રેન્ડસ્….

આજે હું લઈને આવી છું સેવૈયા ની ખીર..બનાવવા માં એકદમ સેહલી અને ખાવામાં પણ ટેસ્ટી 😋સામાન્ય રીતે સેવૈયા ખીર કોઈ ખાસ પ્રસંગે જ બનાવીએ છીએ. ક્યારેક ઘરમાં કોઈની ઈચ્છા થઇ ગઈ હોય કે પછી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે બનાવીએ છીએ. હોળી પર પણ સેવૈયા ખીર બનતી હોય છે…

શિર ખુરમા અથવા સેવૈયા નામ તો સાંભળ્યું જ હશે. લોકો એને અલગ અલગ નામ થી ઓળખે છે પણ બને તો એક જ રીત થી છે. આ શિર ખુરમાં એટલે કે સેવૈયા ને ખીર ની જેમ જ બનાવામાં આવે છે પણ આને બનાવતા ઓછો સમય લાગે છે. વળી આ સેવૈયા ઈદ માં ખાસ કરી ને બનાવાય છે. આ સેવૈયા ખાવાની પણ બહુ જ મજા આવે છે અને સ્વાદિષ્ટ પણ બહુ લાગે છે. જો તમને ઠંડાઈ ભાવતી હોય તો તમે આમાં ઠંડાઈ નો મસાલો પણ મિક્સ કરી શકો છો અને ઠંડાઈ ના સ્વાદ વાળી સેવૈયા બનાવી શકો છો. તો ફટાફટ જાણી લો સેવૈયા ખીર બનાવાની રીત…

“સેવૈયા ખીર”

સામગ્રી :-

  • 500 ગ્રામ -દૂધ
  • 30 ગ્રામ -ગહુ ની સેવ
  • 1 ચમચી -ઘી
  • ખાંડ
  • 5 નંગ- બદામ
  • 5 નંગ -કાજુ
  • ઈલાયચી પાઉડર

રીત:-

એક પેનમાં એક ચમચી ઘી ઉમેરી તેમાં સેવ શેકી લેવી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકવી ગેસ બંધ કરી દેવો

એક તપેલીમાં દૂધ ગરમ કરી એક ઉભરો આવે પછી સેવ મા દૂધ એડ કરી લેવું દસ મિનિટ ધીમા આચ ઉપર ચડવા દો પછી તેમાં ખાંડ ઉમેરવી.

બદામ, કાજુ, ઈલાયચી પાઉડર ઉમેરવા.

તો એકદમ ફટાફટ બની જાય એવી ખીર તૈયાર છે..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *