સેવ-પાઉં કટકા – દાબેલી અને વડાપાઉં તો વારંવાર ખાતા જ હશો હવે જયારે પણ બનાવો આ વાનગી બનાવજો…

સેવ-પાઉં કટકા :

સ્ટ્રીટ ફુડ તરીકે બહુ જ જાણીતા સેવ-પાઉં કટકા, સેવ કટકા કે બ્રેડ કટકાનો તમે બધાએ ટેસ્ટ કર્યો જ હશે. આમ તો આ એક પ્રકારની ચાટ જ છે. આમાં વધારે પ્રમાણમાં સેવ અને બ્રેડ કે પાઊંનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે ચવાણું અને ચટપટી ચટણીઓનો ટેસ્ટ અને દડમ, કોથમરી અને ઓનિયનની ફ્લેવર આપવામાં આવે છે. બનાવવામાં સરળ અને જલદી બની જતા હોવાથી સેવ-પાઊં કટકા દરેક લોકો ઘરે બનાવી શકે છે. ઘરે પણ ખૂબજ સ્વાદીષ્ટ બનતા હોવાથી ઘરે બનાવવા બધાને ગમશે અને ભાવશે.

આજે હું અહીં આપ સૌ માટે ઘરે પણ ખૂબજ સ્વાદીષ્ટ બનતા એવા સેવ-પાઉં કટકાની રેસિપિ આપી રહી છું તો તમે પણ ચોક્કસ થી ઘરે બનાવીને ટ્રાય કરજો.

સેવ-પાઉં કટકા બનાવવા માટેની સામગ્રી :

 • 4 નંગ પાઉં
 • 3 બટેટા બાફેલા
 • 1 મોટી ઓનિયન બારીક કાપેલી
 • 1 ટી સ્પુન કાશમીરી લાલ મરચુ
 • ½ + ¼ ટી સ્પુન ચાટ મસાલો
 • સ્વાદ મુજબ મીઠું
 • 2 ટેબલ સ્પુન કોથમરી
 • 2 ટી સ્પુન મરચા-લસણની પેસ્ટ
 • 2 ટી સ્પુન લાલ મરચાની પેસ્ટ
 • ½ કપ મસાલા શિંગ
 • 1 ટેબલ સ્પુન લાલ દાડમના દાણા
 • ½ કપ ચવાણું
 • 1 કપ બેસનની નાયલોન સેવ
 • 1 કપ આંબલીનું મીઠું પાણી

સેવ-પાઉં કટકા બનાવવાની રીત :

*બટેટાનું મિશ્રણ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ બાફેલા બટેટાને છોલીને તેને મેશ કરી લ્યો.

હવે તેમાં ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું, 3 ટેબલ સ્પુન બારીક સમારેલી ઓનિયન, ½ ટી સ્પુન ચાટ મસાલો, અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન મરચા-લસણની પેસ્ટ, ½ ટી સ્પુન લાલ મરચાની પેસ્ટ, 2 ટેબલ સ્પુન મસાલા શિંગ, 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી અને 1 ટેબલસ્પુન દાડમના દાણા ઉમેરી બધું સરસથી મિક્ષ કરી લ્યો.

હવે આ બટેટાનું મિશ્રણ મસાલા કરેલા પાઊં પર મુકવા માટે રેડી છે.

પાઊં એસેમ્બલ કરવાની રીત :

હવે મોટી સાઇઝના 4 પાઉં (બન)લ્યો. તેનો ઉપરનો હાર્ડ પાર્ટ કટ કરી લ્યો. ( તેને બીજા ઉપયોગમાં લ્યો).

હવે દરેક પાઉંને ચાર ભાગમાં કટ કરી લ્યો.

હવે તેને એક પ્લેટમાં પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ગોઠવી દ્યો. ત્યારબાદ તેના પર જરુર મુજબ આંબલીનું મીઠું પાણી પોર કરી બધા પાઊંના કટકાને સોક કરી લ્યો. વધારે પડતું આંબલીનું મીઠું પાણી પોર કરી પાઊં કટકા સોક કરવા નહી.

હવે તે બધાં પાઊં કટકા પર તમારા સ્વાદ મુજબ મરચા-લસણની પેસ્ટ મૂકો.

ત્યારબાદ તેના પર તમારા સ્વાદ મુજબ લાલ મરચાની પેસ્ટ મૂકો.

હવે તેના પર જરુર મુજબ મસાલા શિંગ, દાડમના દાણા અને કોથમરી મૂકો.

હવે તેના પર લાલ મરચુ પાવડર સ્પ્રિંકલ કરો.

આ રીતે પાઊં તૈયાર કર્યા બાદ તેના પર ઓલ ઓવર રેડી કરેલા બટેટાના મિશ્રણનું થીક લેયર કરો.

લેયર થઈ ગયા બાદ તેના પર ¼ ટી સ્પુન જેટલો ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.

હવે તેના પર તમારા ટેસ્ટ મુજબ મસાલા શિંગ અને બારીક સમારેલી ઓનિયન મૂકો.

તેના પર ચવાણાનું લેયર કરો.

ત્યારબાદ તેના પર સારા એવા પ્રમાણમાં બેસનની નાયલોન સેવનું લેયર કરો. ( પીકચરમાં બતાવ્યા પ્રમાણે ).

તેના પર જરુર મુજબ લાલ દાડમના દાણા, બારીક કાપેલી ઓનિયન, કોથમરી, અને પિંચ કાશ્મીરી મરચું સ્પ્રિંકલ કરો. તેના પર થોડી આંબલીનું મીઠું પાણી પણ એડ કરો.

હવે રેડી કરેલા સેવ-પાઊં કટકા પર લસણ-મરચાની ગ્રીન પેસ્ટ અને લાલ મરચાની પેસ્ટ મૂકી ત્યારબાદ બટેટાના નાના 2-3 પીસ, ટમેટાની સ્લાઇઝ અને અનિયનની સ્લાઇઝ મૂકી ગાર્નીશ કરો.

તો હવે ચટ-પટ્ટા ટેસ્ટના ખૂબજ સ્વાદીષ્ટ એવા સેવ-પાઊં કટકા સર્વ કરવા માટે રેડી છે. નાના થી માંડી મોટા સુધીના દરેક લોકોને આ સેવ-પાઊં કટકા ખૂબજ ભાવશે. આ સેવ-પાઊં કટકા સ્ટ્રીટ ફુડમાં મળતા હોય તેના કરતા પણ વધારે ટેસ્ટી અને ઘરે બનાવ્યા હોવાથી વધારે હાઇજેનીક બનશે. તો તમે પણ તમારા ઘરના રસોડે ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *