સેઝવાન સોસ – બહાર મળતા કેમિકલ અને કલર વાળા સોસ કરતા ઘરે જ ટ્રાય કરો આ સ્વાદિષ્ટ સોસ.

ચાઈનીઝ વાનગીઓ બાળકો ને ખૂબ પ્રિય હોય છે. ફ્રાઈડ રાઈસ , મન્ચુરિયન , નૂડલ્સ વિગેરે વિગેરે. આ દરેક વાનગી ને ચાર ચાંદ લગાવે છે એક ખાસ સોસ – સેઝવાનન સોસ. જ્યારે કંઈ પણ ચાઇનીઝ ખાવાની વાત આવે તો મને સૌથી પહેલાં સેઝવાન સોસ યાદ આવે આ સોસ ખૂબ જ સ્વાદિષ્ટ અને તીખો હોય છે આ સોસ થી આપ ફ્રાઈડ રાઈસ કે નુડલ્સ બનાવી શકો. આ સોસ આપ ફ્રેન્ચ ફ્રાઇસ , નાચોસ , ચિપ્સ, સ્પ્રિંગ રોલ્સ કે મોમોસ સાથે પણ પીરસી શકો.. મને આ સોસ ઢોસા સાથે પણ બહુ ભાવે, આપ પણ ટ્રાય કરી જોજો..

બહાર મળતા કેમિકલ અને કલર વાળા સોસ કરતા ઘરે જ ટ્રાય કરો આ સ્વાદિષ્ટ સોસ. રેસિપી નો વિડિઓ પણ અવશ્ય જોજો..

સામગ્રી

3 વાડકા કાશ્મીરી લાલ સૂકા મરચાં

1/2 વાડકો તીખા સુકા લાલ મરચાં

1/2 વાડકો તેલ

1/4 વાડકો બારીક સમારેલ લસણ

1/2 વાડકો બારીક સમારેલ ડુંગળી

2 ચમચી આદુ પેસ્ટ

½ ચમચી મરી, વાટેલા

2 ચમચી વિનેગર

2 ચમચી સોયા સોસ

1 ચમચી ખાંડ

2 ચમચી ટોમેટો સોસ

સ્વાદાનુસાર મીઠું

રીત.


સૌથી પહેલા આપણે અહીં બન્ને સૂકા લાલ મરચા અને પાણીમાં પલાળીશું … એના માટે એક બાઉલમાં બંને લાલ મરચાં ભેગા કરી એક ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરો સરસ રીતે મિક્સ કરી 30 થી 40 મિનીટ માટે સાઈડ પર રાખી દો.. મરચા ને 30થી 40 મિનિટ માટે પલળવાથી મરચા નો કલર ખુબ જ સરસ આવી જશે અને સાથે મરચાં જલદીથી શેકાઈ પણ જશે..

હવે પલાળેલા મરચા ને હાથ થી નીચવી ને મિક્સરમાં લઈ લો.. જે પાણીમાં આપણે મરચાં પલાળ્યા હતા એ પાણી હવે ફેંકી દેવાનું છે મરચા ને પીસવા માટે થોડું તાજું પાણી ઉમેરી એકદમ ઝીણું વાટી લો મરચા ની આ પેસ્ટ એકદમ સ્મૂધ બનવી જોઈએ..

એક કઢાઈમાં અડધો વાટકો તેલ ગરમ કરો જ્યારે પણ આ સોસ બનાવો તેની માત્રા વધારે જ રાખવી તેની માત્રા વધારે હોવાથી સોસ લાંબો સમય સુધી સાચવી શકાય છે હવે ગરમ તેલમાં બારીક સમારેલું લસણ અને આદુ ની પેસ્ટ સાંતળી લો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરો..

લસણ ડુંગળી અને આદુ બધું જ બરાબર શેકાય જાય ત્યારબાદ તેમાં મરચા ની પેસ્ટ ઉમેરો મધ્યમ આંચ પર બધું બરાબર શેકી લો ત્યારબાદ આ મરચા ની પેસ્ટ માં અડધો વાટકો જેટલું પાણી ઉમેરો હવે કઢાઈને ઢાંકી ને સાથી 10 મિનિટ માટે ધીમી આંચ પર પકાવો..

આ સોસ માં ખાસ ધ્યાન રહે કે મરચાની પેસ્ટ પ્રોપર રીતે શેકાય. મરચાની પેસ્ટ બરાબર શેકાશે નહીં તો વધુ વખત માટે આપ સ્ટોર નહીં કરી શકો કડાઈમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમી આંચ પર શેકશો…

જયારે લાગે કે સાઈડ માંથી તેલ છુટુ પડવા લાગ્યું છે ત્યારે તેમાં બાકીની સામગ્રી ઉમેરો -મરી નો ભૂકો મીઠું ખાંડ ટોમેટો સોસ સોયા સોસ અને વિનેગર .. બધું સરસ રીતે મિક્સ કરી તેજ આંચ પર એક મિનીટ સુધી પકાવો..

ગેસ બંધ કરી સંપૂર્ણ રીતે ઠંડુ થવા દો. જયારે ઠરી જાય , બરણી માં ભરી ફિઝ માં રાખી લો. 1 મહિના સુધી સાચવી શકાય આ સોસ.

આશા છે આપને મારી રેસિપી પસંદ આવી હશે.


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેઝવન સોસ ની વિડિઓ રેસિપી જોવા નીચે આપેલ લિંક ક્લિક કરો..

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *