શાહી બટેકા પૌંઆ – હવે જયારે બટેકાપૌંઆ બનાવવાની ફરમાઇશ આવે ત્યારે આ રીતથી બનાવજો…

શાહી બટેટા પૌહા:

શાહી બટેટા પૌહા જે એક સ્નેકસ મા બનાવી શકાય એવી ડીશ છે

મહારાષ્ટ્ર માં બનતી ફેમસ વાનગી છે.જેમાં કાંદા બટેકા શીંગ અને પૌહા મહત્વની સામગ્રી છે. આ પૌહા ખુબ ઈઝી તથા સરળ રીતે બનતી રેસીપી છે.

સામગ્રી:

  • 200 gm – જાડા પૌહા
  • 2 – નાના બટેકા
  • 2 tsp – હળદર
  • 1 tsp – રાઈ
  • 3 to 4 tsp- ખાંડ
  • 5 to 6 લીલા મરચાં
  • 2 tbsp – કોથમીર
  • 1નાનો- કાંદા
  • 10 to 12 લીમડાંનાં પાન
  • 1- લીંબુ
  • 2 tsp- શીંગતેલ

રીત

1) સૌ પ્રથમ એક ડીશ માં પૌહા લઈ બરોબર સાફ કરી કાણા વાલા બાઉલ માં લઈ લો.

2) હવે એ કાણાં વાલા બાઉલમાં પૌહા ને બરાબર ધોઈ 30 મિનીટ થી 1 કલાક પલાળી રાખો.

3)ત્યાર બાદ અેક ડીશમાં બટેકા,લીલા મરચાં,લીમડાંનાં પાન,લીંબુ અને કોથમીર બધુ કાપી રેડી કરી લો

4)હવે અેક નોનસ્ટીક પેનમાં તેલ લો.તેમાં રાઈ નાખો અે ફુટી જાય પછી તેમાં લીમડો અને લીલા મરચાં નાખો.

5) તેમાં હવે ઝીણાં બટેકા કાપી નાખો. હળદર અને મીઠું નાખી હલાવી લો.

6) બટેકા બરોબર ચઢી જાય અને યલ્લો કલર આવી જાય અેટલે તેમાં પૌહા નાખી હલાવો.

7) હવે પૌહા બરાબર હલાવી લીધા બાદ જો કલર નહી લાગે તો ફરી હળદર અને સાથે ખાંડ નાખી હલાવો પછી તેમાં 2 ચમચી પાણી નાખી 5 મિનીટ પકાવો.

8) હવે એક બાઉલ માં આ પૌહા ને મોલ્ડ કરી 2 મિનીટ બાદ સર્વીંગ પ્લેટ માં અનમોલ્ડ કરી લીલા મરચાં,કોથમીર,કાંદા તેમજ મારવાડી સેવ/તીખી ગાઠીયા સેવ થી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો.તો રેડી છે શાહી બટેટા પૌહા.

નોંધ:

1) આમા તમે જીરુ પણ ઉમેરી શકો છો.તમને ગળપણ ન ખાતા હોય તો ખાંડ વગર પણ બનાવી શકાય.

2)વઘાર માં કાંદા નાખવા હોય તો વઘાર માં નાખી શકાય છે. રાઈ,લીમડો અને લીલા મરચાં નાખી તરત કાંદા ફ્રાય કરો થોડો બ્રાઉન થાય પછી બટેકા નાખવા.

રસોઈ ની રાણી: ખુશ્બુ દોશી (સુરત)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *