શાહી હરીયાલી કબાબ – બહાર હોટલમાં અને પાર્ટીમાં ખવાતું આ સ્ટાર્ટર હવે ઘરે જ બનાવો…

મિત્રો આજ હું લાવી છું સૌની મનપસંદ વાનગી. નામ સાંભળીને જ તમારા મોં મા પાણી આવી જશે.આપણે રેસ્ટોરાં મા જઈએ સહુથી પહેલા ચટપટા સ્ટાર્ટર્સ જ ઓર્ડર કરીએ.બાળકો થી લઈને વડિલો સહિત બધાના મન પસંદ હોય છે.

રેસ્ટોરાં મા મળતા એ જ મોંઘાં મોંઘા સ્ટાર્ટર હવે તમે ઘરમાં બનાવી તમારા પરિવારના સભ્યોને અને મહેમાનો ને ખુશ કરી શકો છો. તો ચાલો આજે હું તમને એક એવા સરસ સ્ટાર્ટર ની રેસીપી આપુ છું જેનુ નામ છે.

Advertisement

****” શાહી હરીયાલી કબાબ “*****

તેના માટે સામગ્રીમા શુ શુ જોઈશે એ પણ નોંધી લો.

Advertisement

સામગ્રી —

**ગ્રીન પેસ્ટ માટે ની સામગ્રી—

Advertisement

100 ગ્રામ બ્લાન્ચ કરેલી પાલક

Advertisement

50 ગ્રામ બાફેલા તાજા લીલાં વટાણા

3-ચમચી કોથમીર -ફુદીનાની પેસ્ટ

Advertisement

2 લીલાં મરચાં

આદુ એક નાનો ટુકડો

Advertisement

4 લસણ ની કળી

રીત —

Advertisement


1) સહુ પ્રથમ પાલક ને બ્લાન્ચ કરી લો.વટાણા પણ બાફી લો.


2) એક કડાઈમા એક નાની ચમચી તેલ મૂકી ચણાનો લોટ શેકી લો. હવે એને ઠંડો થવા દો.

Advertisement


3) 1 મોટી ડુંગળી સ્લાઈસ કરીને એક કડાઈ મા એક થી બે ચમચી તેલ મા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી.


4) તે ઠંડી પડે એટલે તેને ઉપર ની બધી સામગ્રી સાથે મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવી લો.

Advertisement

** કબાબ બનાવવા ની રીત —

3 મિડિયમ સાઈઝ બાફેલા બટેટા નો માવો

Advertisement

100 ગ્રામ પનીર

1 નાની વાટકી ચણાનો લોટ શેકેલો

Advertisement

1 નાની વાટકી બ્રેડ ક્રમ્બ્સ

**મસાલા—

Advertisement

1 ચમચી ચાટ મસાલો

1 ચમચી આમચૂર

Advertisement

નમક સ્વાદ મુજબ

1 ચમચી કાજુ બારીક સમારેલા

Advertisement

રીત—

5) બટાટા બાફીને તેને છૂંદીને માવો બનાવી લો.

Advertisement


6) પનીર ખમણી લો.


7) એક મોટા બાઉલમાં બટેટાનો માવો ,ગ્રીન પેસ્ટ, ચણાનો લોટ,ખમણેલુ પનીર, બ્રેડ ક્રમ્બ્સ નાખો.

Advertisement


8) હવે કાજુનો કતરણ,અમચૂર,ચાટ મસાલો,નમક નાખી મિક્સ કરી લેવુ. જો માવો ઢીલો લાગે તો વધુ બ્રેડ ક્રમ્બ્સ નાખી શકાય. મે અહી મોલ્ડ દ્વારા આકાર આપ્યો છે. તમે એને તમને મનગમતા આકારમાં કબાબ વાળી શકો છો.


9) હવે કબાબને બ્રેડ ક્રમ્બ્સ મા રગદોળી લો.

Advertisement


10) હવે વાળલા કબાબ ઉપર એક કાજુ લગાવીને પેન મા ઘી તેલ મિક્સ કરીને બન્ને બાજુ થી ગોલ્ડન શેકી લો.


તૈયાર છે સહુને ભાવતા ચટપટા શાહી હરીયાલી કબાબ.તમે ચાહો તો ઉપર ચાટ મસાલો છાંટી શકો છો. હવે તૈયાર કબાબ ને લીલી ચટણી અને ઓનિયન લચ્છા અને તમારા પસંદગી ના સલાડ સાથે ગરમા ગરમ પીરસો.

Advertisement

નોંધ- ધ્યાનમા રાખવાની બાબત.

પાલક અને વટાણાને બાફીને પાણી એકદમ નિતારી લેવુ. પાલક ને હાથ વડે દબાવી નિતારી લેવી.જો પાણીનો ભાગ રહી જશે તો માવો ખૂબજ ઢીલો થશે અને ચણાનો લોટ અથવા બ્રેડક્રમ્બ્સ વધુ નાખવો પડશે.જેનાથી સ્વાદ પર અસર પડી શકે.

Advertisement

આમા આપણે પાલક અને વટાણા લીધા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબજ સારા છે.બાળકો મોટા ભાગે પાલક નથી ખાતા તો આ રીતે પેસ્ટ ફોર્મ મા હોઈ તેઓને ખવડાવી શકીએ.ચણાનો લોટ છે જેમા પ્રોટિન હોય છે.આને શેલો ફ્રાય કરીએ છીએ.એટલે તળેલી વાનગીઓ જેટલી હાનીકારક નથી.ડાયેટ કરનારા લોકો પણ આરામથી ખાય શકે છે.તો મિત્રો તમે જરુર બનાવશો. અને હા તમારા ફીડબેક આપવાનુ ભૂલતા નહી હો. ફરીથી આવીશ એક નવી ઈન્ટરેસ્ટિંગ વાનગી લઈને. ત્યા સુધી બાય.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Advertisement

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *