શાહી રોઝ લસ્સી – ગરમીમાં ઠંડક આપતી પ્રોટીન અને કેલશીયમ યુક્ત લસ્સી

આજે આપણે શાહી રોઝ લસ્સી બનાવીશું.ગરમી માં ઠંડક આપતી પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત લસ્સી જોઈશું ગરમી માં કંઇક ઠંડુ પીવાનું મન થાય તો આ શાહી રોઝ લસ્સી જરૂર થી બનાવજો.આ બધું જલ્દી બની જાય છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • દહીં
  • દળેલી ખાંડ
  • કાજુ
  • કીસમીસ
  • ઈલાયચી પાવડર
  • રોઝ સીરપ

રીત

1- સૌથી પહેલા આપણે બે કપ દહીં લઈશું. દહીં જેટલું જાડું હશે એટલી લસ્સી સરસ બનશે.અને બહુ ખાટું નથી લેવાનું કે બહુ મોડું પણ નઈ તેવું લેવાનું છે.

2- હવે અડધો કપ પાણી લઈશું.જો તમારું દહી વધુ પાણી વાળુ હોય તો પાણી ઓછું ઉમેરવું.હવે આપણે વલોણી ની મદદ થી સરસ વલોવી લઈશું.હવે આમાં પાવડર સુગર ઉમેરી શું.

3- અહીંયા આપણે ચાર ટેબલ સ્પૂન દળેલી ખાંડ લઈશું.આખી ખાંડ કરતાં જે આ ખાંડ યુઝ કરશો તો આની ઓછી મીઠાશ આવશે.હવે તેને ફેટી લઈશું.આપણે અહીંયા રોઝ સીરપ નો પણ ઉપયોગ કરવાના છે એટલે ખાંડ પહેલે થી બવ આમાં નથી ઉમેરવાની.

4- તમે વીડિયોમાં જોઇ શકો છો કે તમે જેવી ખાંડ એડ કરી તેવી થોડી લસ્સી પાતળી થાય છે જો તમે આખી ખાંડ એડ કરશો તો લસ્સી વધારે પાતળી થઈ જતી હોય છે.હવે તેમાં બે ઈલાયચી નો પાવડર એડ કરીશું.

5- હવે બધું મિક્સ કરી લઈશું.આની થોડી ફ્લેવર્સ આવે તો આ ખૂબ ટેસ્ટી થઈ જાય છે એટલે જરૂર થી ઉમેરજો. આપણે આમાં રોઝ સીરપ નથી ઉમેરવાના,આપણે રોઝ સીરપ ઉમેરવાની રીત જોઈ લઈશું.

6- હવે એક કાચ નો ગ્લાસ લઈ લઈશું અને તેમાં સાઈડ માં રોઝ સીરપ એડ કરીશું.હવે એવી જ રીતે બીજા કાચ ના ગ્લાસ માં લગાવી લઈશું.તમે લસ્સી માં આખું મિક્સ કરી લેશો તો મજા નઈ આવે તો આ રીતે થોડું થોડું રોઝ લગાવશો તો વધારે ટેસ્ટી લાગે છે.

7- હવે આપણે જે લસ્સી બનાવી ને રાખી હતી તે એડ કરીશું બન્ને ગ્લાસ માં,હજુ લસ્સી જાળી છે એટલે હજુ તેમાં થોડું સીરપ ઉમેરી શું એટલે પાતળી થશે.હવે ઉપર થી થોડું રોઝ સીરપ ઉમેરી દઈશું.આને આપણે મિક્સ નઈ કરીએ.જેમ જેમ આપણે લસ્સી પીસુ તેમ તેમ નીચે ઉતરતું જશે.

8- તમારી પાસે દહીં ની મલાઈ હોય તો તેની ઉપર એડ કરી શકો છો.હવે તેની ઉપર આપણે કાજુ અને કીસમીસ થી ગાર્નિશ કરીશું.કાજુ અને કીસમીસ ના લીધે આ લસ્સી શાહી રોઝ લસ્સી બની જશે.તમારી પાસે જે ડ્રાયફ્રુટ હોય તે એડ કરી શકો છો.તો લાગે છે ને જોઈ ને જ પીવા નું મન થાય તેવી શાહી રોઝ લસ્સી.તો તમે પણ આ ઉનાળા માં ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *