ઇમ્યુનિટી બૂસ્ટર શાક – કોરોના કાળમાં ભલે ભાવે કે ના ભાવે આ શાક બધા જ ખાજો…

આજે આપણે ઇમ્યુનિટી બૂસ્ટર શાક જોઈશું.જે માંથી વિટામિન એ,બી12,સી થી ભરપુર મળે છે.આ ખાવાથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ટીંડા માં સારું એવું ફાયબર રહેલું છે એસિડિટી અને કબજિયાત માં ખૂબ જ રાહત આપે છે.અને તેમાં રહેલા વિટામિન એ એટલે આખ માટે પણ સારું છે.આ શાક તમારે વિક માં એકવાર બનાવી ને ખાવું જોઈએ.તો ચાલો બનાવવાનું શરૂ કરીએ.

સામગ્રી:

  • દહી
  • ટીંડા
  • લાલ મરચું પાવડર
  • કાશ્મીરી લાલ મરચું
  • ધાણાજીરું પાવડર
  • આમચૂર પાઉડર
  • કોથમીર
  • મીઠું
  • લસણ અને આદુ ની પેસ્ટ
  • ગરમ મસાલો
  • હળદર
  • જીરું
  • તમાલપત્ર
  • ટામેટા
  • ડુંગળી
  • હીંગ
  • તેલ
  • દહીં

રીત

1- સૌથી પહેલા ટીંડા નો ઉપર ના ભાગ ને કાઢી લઈશું.હવે ઉપર થી છાલ પણ કાઢી લઈશું,હવે તેને કટ કરી લઈશું.વચ્ચે થી બે ભાગ કરી લેવાના અને તેની સ્લાઈસ કરી લેવાની છે.હવે તેમાં બે ચમચી દહીં એડ કરીશું.

2- હવે તેમાં એક ચમચી આમચૂર પાઉડર નાખીશું.ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ત્યારબાદ એક ચમચી ગરમ મસાલો એડ કરીશું.

3- હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું.આને મેરીનેટ કર્યું કહેવાય જેમ તમે પનીર ની સબ્જી માં કરો છો તેમ. હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેને સેટ કરવા મૂકી દઈશું.

4- હવે એક પેન માં બે થી ત્રણ ચમચી તેલ લઇ લઈશું.આપણે આટલા જ તેલ માં શાક બનાવીશું.તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરૂ એડ કરીશું. ત્યારબાદ બે તમાલપત્ર એડ કરીશું.

5- હવે તેમાં પા ચમચી હિંગ નાખીશું. હવે તેમાં દોઢ ચમચી લસણ અને આદુ ની પેસ્ટ એડ કરીશું.હવે બે ડુંગળી ઝીણી સમારી ને એડ કરીશું.ડુંગળી ને હવે ધીમા ગેસ પર ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું.

6- હવે તેમાં ત્રણ ટામેટા ની પ્યુરી બનાવી ને એડ કરીશું.હવે એક થી દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.ત્યારબાદ એક ચમચી હળદર નાખીશું.

7- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે બધા મસાલા ને ગ્રેવી સાથે કુક કરી લો ગેસ આપણે ધીમો જ રાખીશું.હવે આને ઢાંકી ને કુક થવા દઈશું.હવે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે.

8- હવે ઢાંકણ ખોલી ને હલાવી લઈશું. તમે વીડિયોમાં જોઇ શકો છો કે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે.હવે જે ટિંડા મેરીનેટ કરવા મૂક્યા હતા તે એડ કરીશું.જો તમારે વધારે ગ્રેવી વાળુ શાક જોઈએ તો વધારે પાણી એડ કરી શકો છો.

9- પાણી નાખ્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું.પછી ઢાંકી દઈ ધીમા ગેસ પર સાત થી આઠ મિનિટ માટે કુક થવા દઈશું.તો આઠ મિનિટ જેવું થઈ ગયું છે વચ્ચે વચ્ચે તમારે હલાવતા રહેવાનું છે જો તમને એમ લાગે કે કાચું છે તો બે કે ત્રણ મિનિટ રહેવા દઈશું.

10- હવે ઉપર થી ઝીણી સમારેલી કોથમીર નાખીશું.ખૂબ જ ટેસ્ટી એવું આ શાક તમે ચોક્કસથી બનાવજો.આ શાક ને તમે રોટલી સાથે સર્વે કરી શકો છો.પરોઠા સાથે પણ ખાઈ શકો છો.તો હેલ્ધી અને ટેસ્ટી ટીંડા નું આ શાક તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

Leave a comment

Your email address will not be published. Required fields are marked *