શક્કરિયા ની ખીર – શક્કરિયાના રેસા કાઢ્યા વગર બનાવો ખીર, બનાવવામાં સરળ અને યમ્મી તો છે જ…

આજે આપણે શક્કરિયા ની ખીર બનાવની રેસીપી જોવાના છીએ , જે ખુબ જ ઝડપ થી બની જાય છે અને બને છે પણ ખુબ સરસ. આજે હું તમને જે રેસીપી બતાવીશ તેમાં તમારે શક્કરિયા ને બાફી છાલ ઉતારવાની અને પછી ચાયણી માં રેસા કાઢવાની પણ જરૂર નઈ પડે , તો ખીર બનાવતા પેલા એક વાર આ રેસીપી જરૂર થી જોજો. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૩ નંગ શક્કરિયા
  • ૧ ગ્લાસ પાણી
  • ૨ ચમચી ખાંડ
  • ૩-૪ ઈલાયચી નો પાઉડર
  • થોડા માદામ ના ટુકડા કરેલા
  • ૩ કપ દૂધ

સૌ થી પેલા શક્કરિયા ને ધોઈ લો અને છાલ ઉતારવાના ચપ્પા ની મદદ થી છાલ ઉતારી લેવાની છે. છાલ નીકળી જાય એટલે તેના મોટા ટુકડા કરી લેવાના છે.

હવે કુકર માં ૧ ગ્લાસ પાણી નાખી દેવાનું છે તેમાં શક્કરિયા ના ટુકડા નાખી દો અને કુકર બંધ કરી ૨ સિટી સુધી બાફી લેવાના છે. શક્કરિયા ની છાલ નીકળી લીધી છે એટલે બફાતા ટાઈમ નઈ લાગે.

૨ સિટી થાય પછી કુકર ઠંડુ થાય એટલે ખોલી ને જોઈ લો શક્કરિયા સરસ બફાઈ ગયા છે.

હવે તેમાં જે પાણી નાખેલું તે પાણી નીકાળી લેવાનું છે. પાણી કાઢી લીધા પછી તેમાં દૂધ નાખી દો ૩ કપ જેટલું , દૂધ તમે ઠંડુ કે ગરમ લઇ શકો પણ બૌ વધારે પડતું ગરમ ન લેવું. દૂધ નાખી લીધા પછી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવાનું છે.

એકદમ સરસ એક રસ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરી લેવાનું છે. આ રીતે છાલ ઉતારી અને દૂધ નાખી બ્લેન્ડ કરવા થી પણ ખુબ જ સરસ રેસા વગર ની ખીર બનશે. તમારે ચાયણી થી અલગ થી રેસા કાઢવાની નઈ જરૂર પડે.

સરસ રીતે બ્લેન્ડ થઇ જાય એટલે કુકર ને ગેસ પર મુકો અને ધીમા ગેસ પર ૩-૪ મિનિટ સુધી ઉકાળી લેવાનું છે. ૩-૪ મિનિટ સુધી ઉકલી જાય એટલે તેમાં ૨ ચમચી ખાંડ નાખી દો , ખાંડ તમે તમને જે પ્રમાણે ગળ્યું ભાવતું હોય તે પ્રમાણે વધારે કે ઓછી લઇ શકો. ત્યાર બાદ ૩-૪ ઈલાયચી નો પાઉડર નાખી દો , થોડા બદામ ના ટુકડા નાખી અને મિક્સ કરી લો .

બસ તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી એવી શક્કરિયા ની ખીર. આ રીતે ચોક્કસ થી બનાવજો ખીર

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *