ઘી વગરનો શક્કરિયાનો શીરો ખાસ તમારી માટે…

મિત્રો, શિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ તહેવાર પર ફરાળ તરીકે બાફેલા શક્કરિયા કે પછી શક્કરોયાનો શીરો લગભગ બધાજ ઘરોમાં બનતો હોય છે અને આ શીરો એટલો ટેસ્ટી લાગે છે કે લગભગ બધાને ખુબ ભાવે છે. શક્કરિયામાં ખુબ જ માત્રામાં રેશા હોય છે જે ખાવામાં આવતા હોય તો ખાવાની મજા નથી આવતી. તો આ શિવરાત્રિને ધ્યાનમાં રાખી આજે હું શક્કરિયાનો શીરો બનાવવાની એક અલગ અને સૌથી સરળ રીત બતાવું છું.

આ રીત મુજબ આપણે એકપણ ટીપું ઘી યુઝ કરવાનું નથી તેમજ શક્કરિયાને બાફવાની જરુરુ નથી અને તેમાંથી રેશા કાઢવાની પણ જરુરુ નથી છતાં પણ આ શીરો એટલો ટેસ્ટી અને કણીદાર બને છે કે બધાને ડાઢે વળગશે અને હરકોઈ વખાણ કર્યા વગર નહિ રહે. આ શિરામાં ઘી બિલકુલ યુઝ કરવાનું નથી તો જો તમે ઘી ને લીધે શીરો ન ખાતા હોય તો હવે તમે પણ આ શીરો ખાઈ શકો છો. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બનાવશું આ શીરો.

સામગ્રી :

  • Ø 300 ગ્રામ શક્કરિયા
  • Ø 1 લિટર ફૂલ ફેટ દૂધ
  • Ø 200 ગ્રામ ખાંડ
  • Ø ચપટી એલચી પાવડર
  • Ø સ્લાઈસમાં કાપેલા ડ્રાયફ્રૂટ્સ

રીત :

1) સૌપ્રથમ જાડા તળિયાવાળી કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકી દો. ઘી ગરમ થાય ત્યાં સુધીમાં શક્કરિયાને પાણીથી ધોઈ છાલ ઉતારી લેવાની છે.

2) હવે દૂધમાં આ શક્કરિયાની સ્લાઇસરની મદદથી સ્લાઈસ પડી દો. સ્લાઈસને બદલે શક્કરિયાની પાતળી ચીરીઓ કરીને પણ એડ કરી શકાય. દૂધમાં શક્કરિયા એડ કર્યા બાદ ઉકાળવા દો.

3) પંદરેક મિનિટ ઉકાળ્યા બાદ દૂધ ઘણુંખરું બળી જાય છે અને શક્કરિયા પણ સોફ્ટ પડી જશે, તો તેમાં ખાંડ ઉમેરી દો.

4) ફરી શિરા જેવું ઘટ્ટ ટેક્ચર આવે ત્યાં સુધી ઉકાળવાનું છે. ઘટ્ટ થતું જાય તેમ સ્ટવની ફ્લેમ સ્લો કરતી જવાની છે. સાથે એ વાતનું ધ્યાન રાખજો કે તળિયે બેસી ના જાય.

5) સરસ ઘટ્ટ થતા તેમાં એલચી પાવડર તેમજ સ્લાઈસમાં કાપેલ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી મિક્સ કરી લો.

6) દૂધ બળી જાય એટલે સ્ટવની ફ્લેમ ઑફ કરી દો તેમજ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી સર્વ કરો.

7) તો મિત્રો તૈયાર છે આ ઘી વગરનો શક્કરિયાનો કણીદાર શીરો, આ શિરામાં મેં દૂધનું પ્રમાણ વધારે લીધેલ છે જેથી શીરો બનવામાં થોડો વધારે ટાઈમ લાગે. તમે દૂધ ઓછું પણ લઈ શકો પરંતુ દૂધ વધારે લેવાથી શીરો એકદમ કણીદાર બને છે અને શીરાનો ટેસ્ટ રીચ આવે છે. તો આ શિવરાત્રી પર તમે પણ આ રીતે શીરો બનાવીને ખવડાવજો બધાને ખુબ પસંદ આવશે તેમજ તમારો શીરો કેવો બને છે એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ બનાવતા પહેલા એકવાર વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી તમારો શીરો પણ મારી જેમ પરફેક્ટ બને.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *