દિવળી સ્પે. શક્કરપારા – દિવાળીના નાસ્તા માટે હજી તમે શક્કરપારા નથી બનાવ્યા તો આજે જ બનાવી લો…

દિવળી સ્પે. શક્કરપારા :

શક્કરપારા મહરાષ્ટ્રીયન- ટ્રેડિશનલ સ્નેક છે. ખાસ કરીને દિવાળી અને હોળીના ઉત્સવોમાં નાસ્તા માટે, ફરસાણ સાથે શક્કરપારા પણ બનાવવામાં આવે છે. શક્કરપારા સ્વીટ હોવાથી બાળકોને તો પ્રિય હોય જ છે પણ મોટા લોકોને પણ એટલા જ ભાવે છે.

શક્કરપારા બે રીતે બનાવવામાં આવે છે ..1 ) મેંદાના કે ઘઊંના રોટલીના લોટમાં રવો, સુગર અને ઘી ઉમેરીને લોટ બાંધી, ડાયમંડ કે સ્ક્વેર શેઇપમાં બનાવવામાં આવે છે… 2) સુગર વગર જ શાકરપારા બનાવી સુગર સિરપમાં ડીપ કરી સ્વીટ બનાવવામાં આવે છે. બન્ને પ્રકારના શક્કરપારા સ્વાદમાં ખૂબજ ટેસ્ટી અને ક્રીસ્પી બને છે.

મેં અહીં શક્કરપારા મેંદાના લોટમાંથી બનાવ્યા છે. તેમાં ઘી અને એલચી પાવડર જેવા ઘરમાંથી જ મળી જતી સાવ થોડીજ સામગ્રીમાંથી બનાવી શકાય છે. તેમજ ખુબજ સરળ પ્રોસેસથી ઓછા જ સમયમાં બનાવી શકાય છે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી આ દિવાળીના ઉત્સવમાં નાસ્તા માટે ઘરે જ બનાવજો.

દિવળી સ્પે. શક્કરપારા બનાવવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ મેંદો
  • 75 ગ્રામ સુગર
  • 1/3 કપ કરતા 2 ટી સ્પુન ઓછુ હુફાળું પાણી
  • 1/3 કપ ઘી
  • 2 ટેબલ સ્પુન મિલ્ક
  • ½ ટી સ્પુન એલચી પાવડર
  • ડીપ ફ્રાય કરવા માટે ઘી અથવા ઓઇલ

દિવળી સ્પે. શક્કરપારા બનાવવાની રીત :

સૌ પ્રથમ એક મિક્ષિંગ બાઉલમાં 75 ગ્રામ સુગર, 1/3 કપ કરતા 2 ટી સ્પુન ઓછુ હુફાળું પાણી, 1/3 કપ ઘી, 2 ટેબલ સ્પુન મિલ્ક અને ½ થી 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરો. હવે તેને મિક્ષ કરી લ્યો.

હવે સુગર મેલ્ટ થાય ત્યાં સુધી હેંડ વ્હીસકરથી ફીણી લ્યો. જેથી જલ્દીથી સુગર મેલ્ટ થઈ જશે.

*સુગર બિલકુલ મેલ્ટ થઈ જવી જોઈએ.

સુગર મેલ્ટ થઇ જાય પછી તેમાં થોડો થોડો મેંદો ઉમેરતા જઈ લોટ બાંધો. સરસ સોફ્ટ લોટ બંધાઈ જાય એટલે બાઉલમાં મૂકી ઢાંકીને 30 મિનિટ રેસ્ટ આપો. ( લોટ બાંધવા માટે અલગથી પાણી ઉમેરવું નહી).

30 મિનિટ બાદ ખોલીને જોશો તો બાંધેલો લોટ સોફ્ટ અને થોડો ટાઇટ થઈ ગયો હશે. તેને ફરીથી હલકા હાથે મસળી 2 મોટા લુવા બનાવી લ્યો.

હવે રોલિંગ બોર્ડ પર એક લુવો મૂકી પહેલા હાથથી પ્રેસ કરતા જઈ ફેલાવી મોટું કરી લ્યો. ત્યારબાદ વેલણથી મિડિયમ થીક ભાખરી જેવું સર્કલ વણી લ્યો. તેને વણવા માટે ઓઇલ કે લોટના અટામણની જરુર નહી પડે.

વણાઇ જાય એટલે તેમાં ચપ્પુ કે વ્હીલ વાળી સ્પુનથી આડા અને ઉભા કાપા કરી તમારા મન પસંદ સાઇઝ્ના સ્ક્વેર કે ડાયમંડ શેઇપ કટ કરી લ્યો. આ પ્રમાણે બીજુ લુવુ પણ વણીને આ પ્રોસેસ રીપિટ કરો.

હવે ફ્રાઇંગ પેનમાં ઘી કે ઓઇલ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકી બહુ ગરમ કે બહુ ઠંડુ નહી તેવું મિડિયમ ગરમ કરો.

*ઓઇલ વધારે ગરમ થવાથી શકરપારા અંદરથી કાચા રહેશે અને ફુલશે નહી. ઓછું ગરમ ઓઇલ હશે તો શકારપારામાં ઓઇલ ચડી જશે. તેથી પ્રથમ લોટનો ટુકડો ગરમ ઓઇલમાં લોટ્નો ઉમેરી ચેક લેવું. લોટ ઉમેરેતા તેમાં બબલ થતા દેખાય તેવું ઓઇલ ગરમ થવા દેવું.

ત્યારબાદ જ શાકરપારા થોડાથોડા કરીને ડીપ ફ્રાય કરવા ઓઇલમાં ઉમેરવા. એકબાજુ ઓઇલમાં ફ્રાય થઈ ક્રીસ્પી થઈ જાય એટલે પલટાવીને બીજી બાજુપણ બધા શક્કરપારા ફ્રાય કરી લેવા આમ 2-3 વાર ફેરવીને શાકરપારા ક્રીસ્પી અને ફુલી જાય અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે જારામાં લઈ તેમાંથી ઓઇલ નિતારી લઈ એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. આ પ્રમાણે બધા શક્કરપારા ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લ્યો.

ઠરે પછી પોલિથીન બેગમાં શક્કરપારા સ્ટોર કરી એર ટાઇટ કંન્ટઇનરમાં સ્ટોર કરી લ્યો. જરુર મુજબ ક્રીસ્પી, ટેસ્ટી શક્કરપારા મહેમાનોને તેમજ ઘરના નાના મોટા બધાને નાસ્તામાં સર્વ કરો. બાળકોને નાસ્તા બોક્ષમાં ભરવા માટે શક્કરપારા બેસ્ટ નાસ્તો છે.

તો તમે પણ મારી આ રેસિપી ફોલો કરીને ચોક્કસથી ક્રીસ્પી – ટેસ્ટી, સ્વીટ શક્કરપારા બનાવો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *