શક્કરટેટીનું મિલ્કશેક – ગરમીની શરૂઆત થઇ ગઈ છે તો બનાવો આ ઠંડક આપતું મિલ્કશેક…

ગરમીની શરૂવાત શરુ થઈ ગઈ છે …રોજ કાઈક ઠંડું ઠંડું પીવાનું મન થતું હોય છે… આ ખાસ ગરમી નું પીણું છે . હેલ્થ માટે બહું જ હેલ્ધી છે. શરીર ને મન ને ઠંડક આપે છે. આ વેઈટ લોસ માટે બહું સારું છે. આમાં કેલરી ને વીટામીન સી વધુ પ્રમાણમાં હોય છે. સ્કીન માટે સારું છે. ડાયાબીટીસ ના રોગી પણ પી શકે છે.

આપણે ત્યાં દરેક ઋતુની અનેક વિશેષતાઓ હોય છે. પ્રત્યેક ઋતુમાં વિવિધ ફળોની પણ વિશેષતાઓ હોય છે. ઋતું ફળોની સાથે આરોગ્યની લહેજત પણ લઇને આવે છે. ઉનાળામાં કેરી, તડબૂચ સક્કર ટેટી, લીચી, ચીકુ વગેરેની સાથે શેરડીનો રસ, લીંબુ સહિતનાં વિવિધ શરબતો, બરફના ગોળા, આઇસક્રીમ, ફાલુદા, લસ્સી અને છાશ વગેરેનું ધૂમ જામતી હોય છે. શરીર અને મનને ઠંડક આપતાં આ ફળો-શરબતોમાં સક્કર ટેટીનું સ્થાન અનોખું છે. ખાસ તો આ ફળ ટેટી કહેવાય છે, પણ એમાં સાકર જેવી મીઠાશ હોવાને કારણે તેને સક્કર ટેટી કહે છે.તે માત્ર સ્વાદ ખાતર જ ખાવાને બદલે શારીરિક ફાયદાઓને કારણે પણ ખાસ તો ઉનાળામાં તેનું સેવન કરવું જોઇએ. બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક માટે તે ઉપયોગી છે.

બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક માટે તે ઉપયોગી છે સક્કર ટેટીનો પલ્પ માથામાં લગાવવાથી તે કુદરતી હેર-કન્ડીશનરનું કામ કરે છે. ઉનાળાની સિઝનમાં તરબૂચ અને શક્કર ટેટી બધા લોકોએ વઘારે ખાવી જોઇએ. આમ, જો શક્કર ટેટીની વાત કરીએ તો ગરમીમાં ઠંડક પહોંચાડવાની સાથે-સાથે તે અનેક સ્વાસ્થ્ય પ્રોબલેમ્સને પણ દૂર કરવામાં મદદ કરે છે. શક્કર ટેટીમાં પાણીની માત્રામાં ખૂબ વધુ પ્રમાણમાં હોય છે જે કાળઝાળ ગરમીમાં શરીરમાં થતી પાણીની ઉણપને પૂરી કરવામાં બેસ્ટ રીતે સાબિત થાય છે.

આજના સમયમાં વૃદ્ધોની સાથે યુવાનો અને બાળકો પણ હૃદય સંબંધિત રોગોનો શિકાર બની રહ્યા છે. આ સમસ્યાનું મુખ્ય કારણ અનિયમિત આહાર અને જીવનશૈલી છે. આવી સ્થિતિમાં ઉનાળાની ઋતુમાં શક્કર ટેટી નું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. તેમાં જોવા મળતા એડેનોસિન શરીરમાં લોહીને પાતળું કરે છે, જેથી લોહીનું જાડું થવું અથવા ઠંડું થવાનું જોખમ નથી. તે જ સમયે, ટેટી માં હાજર પોટેશિયમ હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટ, સ્ટ્રોક વગેરે જેવા હૃદયરોગને રોકે છે. તો જોઈ લયિયે ફટાફટ શેક ની રેસિપી…

“શક્કરટેટી મિલકશેક”

સામગ્રી :-

  • ૧ કપ – શક્કર ટેટી
  • ૧ ટેબલ સ્પુન – ખાંડ (સુગર ફ્રી પાવડર)
  • ૧/૪ કપ – દૂધ
  • અર્ધી ચમચી – એલચીનો ભુક્કો

રીત :-

સૌ પ્રથમ પાકી શક્કરટેટી લેવી હવે તેને છોતરા કાઢી તેના ટુકડા કરી લેવા હવે મીક્સર જારમાં શક્કર ટેટી, દૂધ ,ખાંડ ને એલચી નાખી ક્રશ કરી લો.

પછી એક ગ્લાસ માં આઈસ ક્યુબ સાથે સર્વ કરો.

આ ઉનાળામાં તન મન ને ઠંડક આપતું શેક તૈયાર છે …

અને હા કાલે શિવરાત્રી છે તો તમે ચોક્કસ થી આ મિલ્કશેક પી શકશો..😋😋


રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *