શરદપૂનમ સ્પેશિયલ ગરમાગરમ બટાકા વડા અને ઠંડા-ઠંડા દૂધ પૌવા બનાવો પરિવાર સાથે આનંદ માણો…

શરદ પૂનમ આવી રહી છે તો આપણે આજે શરદ પૂનમ સ્પેશિયલ બટાકા વડા અને દૂધ પૌવા. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • બે નંગ બાફેલા બટાકા
  • 1 કપ ચણાનો લોટ
  • કાજુ અને દ્રાક્ષ
  • ખાંડ
  • આદુ અને મરચાની પેસ્ટ
  • ગરમ મસાલો
  • લીલા ધાણા
  • મીઠું
  • રેગ્યુલર મસાલા

રીત

1- હવે આપણે બટાકા વડા બનાવવાનું શરૂ કરીએ.

1- સૌથી પહેલા આપણે બટાકા વડા નો મસાલો તૈયાર કરીએ.

2- સૌથી પહેલા એક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈશું.

3- હવે તેમાં આપણે એક ચમચી રાય નાખીશું.અને હવે તેમાં એક ચમચી જીરૂ નાખીશું.

4- હવે તેમાં થોડી હિંગ નાખીશું. અને હવે આપણે આદુ-મરચાની પેસ્ટ બનાવી હતી. તે એડ કરીશું.

5- હવે સરસ સાતદાઈ જાય એટલે તેમાં આપણે બાફેલા બટાકા નાખીશું. તેને મિક્સ કરી લઈશું અને મિક્સ કરતા કરતા પ્રેસ કરી લઈશું.જેથી તે તૂટી જાય. એકદમ મેસ કરી લેવાનું છે

6- હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું. તેને બરાબર મિક્સ કરી લઈએ.

7-હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને તેમાં સમારેલા એક વાડકી જેટલા ધાણા નાખીશું.

8- હવે તેમાં આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી શકો છો. જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો.

9- હવે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અને કાજુ અને દ્રાક્ષ એડ કરીશું.અને હવે બધું સરસ મિક્સ કરી લઈએ.

10- આમ કરવાથી આપણા બટાકા ચીકણા નહિ થાય.અને બીજું કે તમે જ્યારે બટાકા ની સુકી ભાજી બનાવો કે બટાકા વડા બનાવો ત્યારે કોઈ વાર બટાકા ચીકણા થઈ જતા હોય છે. જ્યારે તમે બટેકા બાફો છો ત્યારે તેને બરાબર ઠંડા પડવા દો. લગભગ એક કલાક કાતો બે કલાક જેના કારણે તેનું મોઈશ્ચર જતું રહેશે અને તે ચીકણા નઈ થાય.

11- આમ કરવાથી તેનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે. હવે આપણો બટાકા વડા નો મસાલો તૈયાર છે.

12- હવે તેને આપણે ઠંડુ પડવા દઈએ. ત્યાં સુધી તેનું આપણે બેટર તૈયાર કરીએ.

13- હવે બેટર બનાવવા માટે લગભગ એક વાડકી જેટલો ચણાનો લોટ લીધો છે. તેમાં નાની ચમચી જેટલી હળદર નાખીશું.

14- હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું. અડધી નાની ચમચી હિંગ નાખીશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું.

15- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ. ધીરે-ધીરે જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરતા જઈશું.

16- હવે આપણે સમૂથ બેટર તૈયાર કરવાનું છે. ધીમે ધીમે પાણી નાખીને તમારે સમુથ બેટર તૈયાર કરવાનું છે.

17-હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. પછી આપણે નાના નાના બોલ્સ બનાવી દઈશું.

18- હવે આપણે એક કઢાઈમાં ગરમ કરવા માટે તેલ મૂકીશું. હવે બેટર માં અડધી ચમચી સોડા નાખીશું. જો તમારી પાસે સોડા હોય તો ઈનો નાખી શકો છો.

19- આપણે ઈનો બહુ ઓછો નાખવાનો છે. જેથી તેલ પણ બહુ નહીં ભરાય. અને સોફ્ટ પણ થશે. અને પછી તેને બરાબર મિક્સ કરી લેવાનું.

20- હવે તેલ ગરમ થઈ ગયું છે. ભજીયા તળીયે છે અને બેટર માં ડીપ કરીએ. આને સરસ બેટર થી કોટ કરી લેવાનું છે. અને ધીમેથી મૂકી દેવાનું. તેલમાં તેવી જ રીતે બધાને કોર્ટ કરીને તળી લેવાંના.

21- આપણે તેને હલકા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા ના છે.

22- હવે આપણે તેને એક ટીસ્યુ પેપર પર કાઢી લઈશું.

23- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બટાકા વડા માં તેલ પણ ભરાયું નથી અને સરસ ફૂલ્યા છે.

24- હવે આ પ્રમાણે બધા બટાટા વડાને તળી લઈશું.

25- હવે આપણા ગરમાગરમ બટાકા વડા તૈયાર થઈ ગયા છે.

2- શરદ પૂનમ સ્પેશિયલ દુધ પૌવા બનાવવાની રીત.

સામગ્રી

  • દૂધ 500 ગ્રામ
  • જાડા પૌવા એક વાડકી(પલાળેલા)
  • ડ્રાયફ્રુટ્સ(કિસમિસ, કાજુ)
  • ઈલાયચીનો પાવડર
  • ખાંડ

રીત-

1- હવે આપણે દૂધ પૌઆ બનાવવા માટે સૌથી પહેલાં દૂધ ઊકળવા મૂકવું.

2- આપણે 500 ગ્રામ દૂધ લીધું છે તેમાં એક બોઈલ આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું.

3- હવે તેમાં એક બોઈલ આવી ગયો છે. હવે આપણે તેમાં એક નાની વાડકી જેટલી ખાંડ ઉમેરીશું.જો તમને ગડ્યું વધારે પસંદ હોય તમે વધારે નાખી શકો છો.

4- હવે આપણે તેને હલાવીશું અને જ્યાં સુધી ખાંડ મિક્સ ના થાય ત્યાં સુધી હલાવાનું છે.

5- હવે ખાંડ મિક્સ થઈ ગઈ છે આપણી ગેસ બંધ કરી દઈશું.

6- હવે તેમાં આપણે ૧ નાની ચમચી ઈલાયચી પાવડર એડ કરીશું.

7- હવે તેમાં આપણે થોડા ડ્રાયફ્રુટ એડ કરીશું. અને આપણે જે પલાળીને રાખ્યા હતા જાડા પૌવા તે એડ કરીશું. ગેસ બંધ કર્યા પછી જ નાખીશું.

8- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ.

9- હવે આપણા દૂધ પૌવા તૈયાર થઈ ગયા છે.

10- શરદપૂનમ સ્પેશિયલ ગરમાગરમ બટાકા વડા અને ઠંડા-ઠંડા દૂધ પૌવા તૈયાર છે. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *