શેકેલા ચણા – બજાર જેવા શેકેલા ચણા બનાવો ૫ મિનીટમાં…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “બજાર જેવા શેકેલા ચણા બનાવા બોઉં જ સહેલા છે.” જો તમે એકવાર આ રીતે જોઈં લેશો તો કદાચ ક્યારેય બજારમાંથી શેકેલા ચણા નહિ લાવો એ મારી ગેરેંટી.આજે કરિશ્મા પંડયા લઈને આવ્યાં છે શેકેલા ચણાની તદ્દન નવી સરળ રેસિપી જેમાં ના તો આપણે રેતીની જરૂર છે.

નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવા ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી મસાલાવાળા એકદમ મસ્ત મજેદાર લાગશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા ચણા એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • કાળા ચણા
  • મીઠું
  • હળદર

રીત :

૧. એક કઢાઈ માં ૭૦૦ ગ્રામ મીઠું ગરમ કરવાયુ.

૨. મીઠું ગરમ થાય એટલે એક મુઠ્ઠી ચણા ઉમેરી ને સતત હલાવતા રેહવું.

૩. ૨ મિનિટ માં ચણા ના ફોતરાં ફૂટવા માંડશે.

૪. બધા ચણા ના ફોતરાં ફૂટે એટલે ગેસ ધીમો કરી ને ઝારા ની મદદ થી બધા ચણા કાઢી લેવા અને ફરી બીજા મુઠ્ઠી ચણા ઉમેરી ને શેકવા.

૫. જો ચણા ફૂટ્યા પેહલા બળી જાય તો મીઠું થોડું ઠંડુ થવા દેવું.

૬. ચણા સારા કવોલિટી ના લેવા અને સતત હલાવતા રહેવા.

૭. હળદર મીઠા વાળા ચણા માટે ૧ ટી સ્પૂન હળદર અને ૧ ટી સ્પૂન મીઠું ૧/૪ કપ પાણી ઉમેરી ને મિક્સ કરવું.

૮. મુઠ્ઠી ચણા માં બે ચમચી હળદર મીઠા નું પાણી મિક્સ કરી ને તરત જ મીઠા માં શેકી લેવા.

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *