આજે શોભનાબેન લાવ્યા છે અનોખી છાબડી બનાવવાની રેસીપી જેને તમે અલગ અલગ ભોજન પીરસવા માટે લઈ શકો છો…

સીંગ લ્યો…..

ચણા લ્યો…..

ગલી ગલી ફરીને છાબડામાં લઇને વેચતાં ફેરિયાંઓ હવે બંધ થઈ ગયા છે. હવે બધું જ ઘરે બેઠાં ઓનલાઇન મળતું થઈ ગયું છે. પણ બધું જ નહી હોં…..!!!!

હા બધું જ નથી મળતું નહીં તો સૌથી પહેલાં હું મારું બાળપણ જ મંગાવત. તો શું થયું બાળપણ નથી પણ એની યાદ આવી જાય એવી વસ્તુ આજે બનાવીને આવી છું આપ સૌને એ અચુક ગમશે જ….!

તો ચાલો એ શું છે એ જોઈએ અને કેવી રીતે બનાવાય એ પણ જાણીએ.

સામગ્રી….

એક કપ મેંદો

એક કપ ઘઉંનો લોટ

2 ચમચી સોજી

1 ચમચી મરી પાવડર

સ્વાદ મુજબ મીઠુ.

મોણ માટે 3 ચમચી ઘી અથવા તેલ

લોટ બાંધવા પાણી.

એક કપ સીંગ

એક કપ ચણા.

રીત..


ઉપર જણાવ્યાં અનુસાર બધી જ સામગ્રી મિક્સ કરીને કઠણ લોટ બાંધી લો. હવે અડધો કલાક સુધી ઢાંકીને રાખો.


ત્યારબાદ એક બાજુ કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો.

હવે ગોળ રોટલી ની જેમ લોટને વણી લો.


ત્યારબાદ ચિત્રમાં બતાવ્યાં અનુસાર ચપ્પા દ્વારા કાપી લો.


હવે એક વાડકીને ઉંધી કરીને એના પર તેલ લગાવીને એક પછી એક પટી ઓ ગોઠવી છાબડી આકારે ગુંથીને ગરમ તેલમાં ધીમા તાપે તળો. જેવું તેલમાં નાખશો કે તરત જ વાડકી છુટી પડી જશે. એ બહાર કાઢી લો.


હવે ખૂબ ધીમા તાપે આગળ પાછળ ગુલાબી રંગની છાબડી થાય ત્યાં સુધી તળો.


ત્યારબાદ ઠંડી થવા દો.


બાકીના લોટમાંથી ચોટલો પણ બનાવી શકાય.


બસ તો તૈયાર છે એક આકર્ષક બાસ્કેટ જેમાં તમે કંઇ પણ મૂકી શકો છો. સીંગ, ચણા કે ગુલાબ જાંબુ….. બરાબર ને???


બોલો બાળપણ યાદ આવી ગયું કે નહીં… હા તો કહો… મને નહીં અહીં નીચે કમેંન્ટ બોક્સમાં…. 😍


બીજી વાનગી લઇને આવું ત્યાં સુધી આ સીંગ ચણાથી કામ ચલાવજો… આવજો… 🙏☺️

સાભાર : શોભના શાહ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *