શિંગોડાના લોટનો શીરો – ફરાળમાં ખાવા માટે બેસ્ટ અને બનાવવામાં સરળ એવો શીરો આજે જ બનાવો…

આજે આપણે બનાવીશું ફરાળી શિંગોડા ના લોટ નો શીરો. આ આપણે કોઈપણ ઉપવાસમાં ખાઈ શકીએ છે. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • સો ગ્રામ શિંગોડાનો લોટ
  • ચાર મોટી ચમચી ઘી
  • ચાર મોટી ચમચી ખાંડ
  • ૧ કપ પાણી

રીત

1- હવે આપણે શિંગોડાના લોટનો શીરો બનાવીશું.

2- સૌથી પહેલા આપણે એક કઢાઈમાં ચાર ચમચી ઘી ગરમ કરવા મૂકીશું.

3- અને બીજી બાજુ ગેસ પર એક તપેલીમાં ૧ કપ પાણી હુંફાળું ગરમ કરવા મૂકીશું.

4- હવે આપણે જે ઘી ગરમ કરવા મૂક્યું હતું તેમાં હવે આપણે શિંગોડાનો લોટ ઉમેરીશું.

5- અને હવે આપણે વારંવાર હલાવતા રહેશું.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બેથી ત્રણ મિનિટ માજ આપણો સિંગોડા નો લોટ ધીમે ધીમે ફુલવા લાગશે.

7- શિંગોડાનો લોટ બરાબર ફૂલી જાય અને લોટ નો કલર પણ બદલાઈ જાય ત્યાં સુધી હલાવશું. લોટ ને શેકાતા લગભગ બેથી ત્રણ મિનિટ જ લાગે છે પછી આપણે તેમાં હુંફાળું ગરમ પાણી એક કપ જેટલું ઉમેરીશું.

8- હવે તેને બરાબર હલાવીશું. તેમાં આપણે ખાંડ મોટી ચાર ચમચી નાખીશું.

9- હવે આપણે તેને બરાબર હલાવી લઈશું.

10- હવે તમે વિડિયો માં જોય સકો છો કે આપણા સીરા માંથી ઘી છૂટું પડવા માંડ્યું છે.

11- હવે આપણા સીરા માંથી મસ્ત સુગંધ પણ આવવાં લાગી છે તો હવે આપણો શીરો તૈયાર થઈ ગયો છે.

12- તો હવે આપણે પહેલા એક પ્લેટમાં શીંગોડા ના લોટ નો શીરો કાઢી લઈશું. અને ડ્રાયફ્રુટથી ગાર્નીશિંગ કરીશું.

13- તો આપણો શીરો ફટાફટ તૈયાર થઇ ગયો છે નવરાત્રીમાં તમે ચોક્કસ થી બનાવજો ખાજો અને ખવડાવો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *