શ્રાવણ મહિનાના ઉપવાસમાં ટ્રાય કરો સાબુદાણાની ફરાળી પેટીસ

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તેને ગણતરીના દીવસો જ વિત્યા છે તેમ છતાં ઉપવાસીઓને વિવિધ જાતની ફરાળી વસ્તુઓ ખાવાની ઇચ્છા થઈ આવે છે તો આજે તમારી આ ઇચ્છા ફરાળી પેટીસ ખાઈને પુરી કરો.

ફરાળી પેટીસ બનાવવા માટેની સામગ્રી

1 કપ સાબુદાણા

1 કપ બાફેલા બટાટાનો માવો

¼ કપ સીંગદાણાને અધકચરો ભુક્કો

¼ જીણી સમારેલી કોથમીર

1 મોટી ચમચી આદુ-મરચાની પેસ્ટ

અરધા લીંબુનો રસ

અરધી ચમચી મળી પાઉડર

સ્વાદ અનુસાર ફરાળી મીઠુ

1 નાની ચમચી ખાંડ

ફરાળી પેટીસ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક કપ સાબુદાણા લઈ તેને ચારણીમાં 2-3 પાણીએ વ્યવસ્થિત ધોઈ લેવા જેથી કરીને તેમાંનો સ્ટાર્ચ દૂર થઈ જાય અને સ્ટાર્ચ દૂર થવાથી તેમાંની ચીકાસ પણ ઓછી થઈ જશે. અને દાણા છુટ્ટા છુટ્ટા રહેશે.

હવે સાબુદાણા ધોઈ લીધા બાદ તે ડુબે તેટલું પાણી ઉમેરી તેને 2-3 કલાક માટે પળવા મુકી દેવા.

હવે બે-ત્રણ કલાક બાદ તમે જોશો કે સાબુદાણા સાવજ સોફ્ટ અને છુટ્ટા થઈ ગયા હશે અને ફુલી ગયા હશે.

હવે એક મોટા બોલમાં એક કપ બાફેલા બટાટાનો માવો ઉમેરવો, ત્યાર બાદ તે જ બોલમાં પલાળેલા સાબુદાણા, પા કપ અધકચરી વાટેલી મગફળી, પા કપ જીણી સમારેલી કોથમીર, એક મોટી ચમચી આદુ-મરચાની બારીક પેસ્ટ, અરધી નાની ચમચી મરી પાઉડર, સ્વાદ પ્રમાણે ફરાળી મીઠુ અને એક ચમચી ખાંડ ઉમેરીને બધી જ સામગ્રીને હાથેથી બરાબર મિક્સ કરી લેવી.

હવે બધું મિક્સ કરી લીધા બાદ તેમાં અરધા લીંબુનો રસ ઉમેરીને તેને ફરીથી હાથેથી બરાબર મિક્સ કરી લેવું.

હાથેથી મસળશો એટલે તેનું સરસ મજાનું પુરણ તૈયાર થઈ જશે. અને તેમ કરવાથી તમને પેટીસ બનાવવામાં સરળતા રહેશે.

હવે તૈયાર થયેલા પુરણમાંથી એક જ સાઇઝની પેટીસ અહીં બતાવ્યું છે તેમ બનાવી લેવી. તેના માટે પુરણ તમારા હાથે ચોંટે નહીં તે માટે હાથને થોડા ચીકણા કરી લેવા.

પેટીસનો શેપ આપ્યા બાદ તેને પલાળેલા સાબુદાણામાં રગદોળીને કોટ કરી લેવી.

આવી જ રીતે બધી જ પેટીસ તૈયાર કરી લેવી. અને તે દરમિયાન ગેસ પર તેલ પણ ગરમ થવા મુકી દેવું.

હવે ગેસ બરાબર ગરમ થાય એટલે તેમાં એક એક કરીને પેટીસ તળવા માટે ઉમેરી દેવી. પેટીસને મિડિયમ ટુ હાઇ ફ્લેમ પર ફ્રાઈ થવા દેવી.

એક બાજુ થોડી તળાઈ જાય એટલે તેને પલટી લેવી અને લાઇટ ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી તળી લેવી. પેટીસ તળાઈ જાય એટલે તેને બહાર કાઢી લેવી.

તો તૈયાર છે ખુબ જ થોડા સમયમાં તૈયાર થઈ જતી સ્વાદિષ્ટ ફરાળી વાનગી. શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે બીજી ફરાળી વાનગીઓ ખાઈને કંટાળી ગયા હોવ તો આ એક અત્યંત સ્વાદિષ્ટ વિકલ્પ છે.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

ફરાળી પેટીસ બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *