કેસર ઈલાયચી અને રોઝ શ્રીખંડ – હવે ઘરે જ બનાવો સરળ અને હાઈજેનીક રીતે આ નવીન શ્રીખંડ…

આજે આપણે બનાવીશું કેસર ઈલાયચી અને રોઝ શ્રીખંડ. આજે આપણે બે અલગ અલગ પ્રકાર ના શ્રીખંડ જોઈશું. તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • ગુલાબ ની ડ્રાય પાંખડી
  • દહી
  • દૂધ
  • દળેલી ખાંડ
  • ઈલાયચી
  • કાજુ
  • બદામ
  • કીસમીસ
  • કેસર
  • ગુલકંદ
  • રોઝ સીરપ

રીત

1- સૌથી પહેલા બે લીટર દૂધ લઈશું. હવે દૂધ ને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી અને ગેસ બંધ કરી દઈશું. હવે દૂધ ને ઠંડુ કરી લઈશું. તમે દૂધ ને અડો તો ગરમ ના લાગે તેટલું ઠંડુ થવા દેવાનું છે.

2- હવે બે ચમચી ખાટું દહીં લઈશું. અને દહી ને ફેટી લઈશું. બે લીટર દૂધ માં બે ચમચી દહી લેવાનું છે. હવે દૂધ માં એડ કરી લઈશું. હવે વીસ્કર થી દૂધ ને દહી સાથે મિક્સ કરી લો.બન્ને સરસ રીતે મિક્સ થઈ જાય.

3- હવે ઢાકી ને છ થી સાત કલાક માટે અથવા તો આખી રાત માટે રહેવા દો. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું દહી આખી રાત માં સરસ બની ને તૈયાર થઈ ગયું છે. હવે કાણા વારો ટોપો લઈ લઈશું. તેના પર કોટન નું કાપડ મૂકી દો.દહી જે બન્યું છે. તે તેમાં લઇ લો.

4- હવે કપડાં ને ભેગું કરી ધીમે ધીમે દબાવતા જઈ પાણી નિતારી લેવાનું છે. ત્યાર પછી કોટન કપડુંને ગાઠ મારી ને ઉપર આ રીતે પથ્થર કે બીજું કંઈ પણ વજન મૂકી છ થી સાત કલાક માટે તેને ફ્રીઝ માં રાખી દેવાનું છે. હવે છ કલાક થઈ ગયા છે. મસ્કો રેડી થઈ ગયો છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

5- હવે ૨૫૦ગ્રામ દળેલી સાકર લીધી છે. તમે ખાંડ પણ લઈ શકો છો. હવે વિસ્કર થી મિક્સ કરી લઈશું. ત્યારબાદ ટેસ્ટ કરી જરૂર મુજબ બીજી સાકર એડ કરવાની. તમારે એકદમ સ્મૂથ મિશ્રણ જોઈતું હોય તો ઝીણી ચાયણી માંથી મસ્કા ને નીકાળી લેવાનો.

6- હવે મસ્કો અને સાકર બન્ને સરસ રીતે મિક્સ થઈ ગયું છે.હવે આપણે બે ફ્લેવર્સ ના શ્રીખંડ બનાવીશું. તો અડધો મસ્કો એક બાઉલ માં લઇ લઈશું. તો પહેલા આપણે કેસર ઈલાયચી શ્રીખંડ બનાવીશું.

7- તો સૌથી પહેલા કેસર વાળુ દૂધ ઉમેરી શું. અત્યારે આપણે દોઢ ચમચી કેસર વાળુ દૂધ એડ કરીશું. જરૂર લાગશે તો બાકી નું દૂધ પણ એડ કરીશું. જો તમને પસંદ હોય તે પ્રમાણે કીસમીસ,કાજુ અને બદામ ના ટુકડા એડ કરીશું.

8- હવે અડધી ચમચી ઇલાયચી પાઉડર નાખીશું. અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું. તો કેસર ઈલાયચી શ્રીખંડ આપણો તૈયાર છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.એકદમ સરસ કલર આવ્યો છે. હવે ઉપર કાજુ અને બદામ ને કીસમીસ થી ગાર્નિશ કરી લઈશું.

9- હવે જે બાકી છે મસ્કો તેમાં દોઢ ચમચી જેટલું ગુલકંદ એડ કરીશું. અને બે થી ત્રણ ચમચી રોઝ સીરપ ઉમેરી દો.હવે બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે રોઝ શ્રીખંડ પણ તૈયાર છે. હવે તેને પણ બાઉલ માં સર્વે કરી લો.

10- હવે ઉપર થી ડ્રાય ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે બે મસ્ત મજા ના શ્રીખંડ.તો બહાર કરતા પણ સરસ શ્રીખંડ એવા ઘરે ચોક્ક્સ થી બનાવજો. બે લીટર દૂધ માંથી ૭૦૦ગ્રામ શ્રીખંડ બની ને તૈયાર થયો છે.આ શ્રીખંડ ને પૂરી સાથે સર્વે કરો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *