શું તમે જાણો છો ભગવાન શિવ અને હનુમાનજી વચ્ચે થયું હતું યુદ્ધ…

શું તમે જાણો છો ભગવાન શિવ અને હનુમાનજી વચ્ચે થયું હતું યુદ્ધ

આ ગ્રંથમાં તેનો ઉલ્લેખ છે

જ્યારે શ્રીરામે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ત્યારે યજ્ઞનો ઘોડો ફરતા-ફરતા દેવપુર નામના નગરમાં જતો રહ્યો હતો.હનુમાનજી શિવનો અવતાર છે તે વાત તો આપણે બધા જાણીએ છીએ, પણ હનુમાનજી અને ભગવાન શિવ વચ્ચે યુદ્ધ પણ થયું હતું તે વિષે તમે જાણો છો ?

તેની સાથે સંબંધિત કથાનું વર્ણન પુરાણના પાતાળખંડમાં કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ કથા વિષે.યજ્ઞના ઘોડાના કારણે થયું હતું યુદ્ધજ્યારે શ્રીરામે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો ત્યારે ઘોડો ફરતો-ફરતો દેવપુર નામના નગરમાં પહોંચી ગયો.

તે નગરના રાજાનું નામ વીરમણી હતું. વીરમણી ભગવાન શિવના પરમ ભક્ત હતા, માટે દેવપુરની રક્ષા ભગવાન શિવ પોતે કરતા હતા.

વીરમણીના પુત્ર રક્તમાંગઢે જ્યારે યજ્ઞનો ઘોડો જોયો તો તેને બંદી બનાવી લીધો. તે વાત જ્યારે ઘોડાની રક્ષા કરનાર શત્રુઘ્નને ખબર પડી ત્યારે તેમણે દેવપુર પર આક્રમણ કરવાનો નિર્ણય કરી લીધો.શત્રુઘ્નએ પણ શિવજી સાથે યુદ્ધ કર્યું હતુંશત્રુઘ્ન અને રાજા વીરમણીની સેનામાં ભયંકર યુદ્ધ છેડાઈ ગયું.

હનુમાનજી પણ વીરમણીની સેનાનો સંહાર કરવા લાગ્યા. શ્રીરામના ભાઈ ભરતના પુત્ર પુષ્કલે જ્યારે રાજા વીરમણીને ઘાયલ કરી દીધા ત્યારે તેમની સેના પોતાનો જીવ બચાવી ભાગવા લાગી. ત્યારે શિવજીએ પોતાના ભક્તની આ દશા જોઈ તો તે તેમના પક્ષે યુદ્ધ લડવા લાગ્યા.

ભગવાન શિવને યુદ્ધ કરતા જોઈ શત્રુઘ્ન પણ ત્યાં આવી ગયા. બન્ને વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું.ભગવાન શિવ સામે શત્રુઘ્ન હારી ગયાભગવાન શિવે વીરભદ્રને પુષ્કલથી નંદીને હનુમાનજી સાથે યુદ્ધ કરવા મોકલ્યો. વીરભદ્ર અને પુષ્કલનું યુદ્ધ પાંચ દિવસ સુધી ચાલતું રહ્યું. છેવટે વીરભદ્રે પુષ્કલનો વધ કરી લીધો.

તે જોઈ શત્રુઘ્નને ખુબ દુઃખ થયું. શત્રુઘ્ન વધારે ક્રોધિત થઈ શિવ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમનું યુદ્ધ 11 દિવસ સુધી ચાલ્યું. છેવટે ભગવાન શિવના પ્રહારથી શત્રુઘ્ન બેહોશ થઈ ગયા.

આ જોઈ હનુમાનજી પોતે શિવ સાથે યુદ્ધ કરવા લાગ્યા.ભગવાન શિવે હનુમાનજીને આ વરદાન આપ્યું હતુંહનુમાનજીએ શિવજીને પુછ્યું કે – તમે તો રામ ભક્ત છો તો પછી અમારી સાથે શા માટે યુદ્ધ કરો છો. ત્યારે શિવજીએ કહ્યું – મેં રાજા વીરમણીને તેમના રાજ્યની રક્ષા કરવાનું વચન આપ્યું છે માટે હું યુદ્ધ કરવા બંધાયેલો છું. ત્યાર બાદ હનુમાનજી અને શિવજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું.

હનુમાનજીના પરાક્રમથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન માગવા કહ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું કે – આ યુદ્ધમાં ભરતનો પુત્ર પુષ્કલ મૃત્યુ પામ્યો છે અને શત્રુઘ્ન પણ બેહોશ છે. હું દ્રૌણગિરી પહાડ પર સંજીવની બુટ્ટી લેવા જાઉં છું, ત્યાં સુધી તમે તેમના શરીરની રક્ષા કરજો.

શિવજીએ તેમની ઇચ્છા પુરી કરી.શ્રીરામના આવતા જ યુદ્ધ સમાપ્ત થઈ ગયુંઅહીં હનુમાનજી તરત જ દ્રૌણગિરી પહાડ પર સંજીવની બુટી લાવીને ફરી યુદ્ધ ભૂમિ પર આવી ગયા. તે ઔષધીથી હનુમાનજીએ પુષ્કલને પુનર્જીવિત કર્યો અને શત્રુઘ્નને પણ સ્વસ્થ કરી દીધા. શત્રુઘ્ન અને શિવજી ફરી યુદ્ધ કરવ લાગ્યા.

જ્યારે શત્રુઘ્ન કોઈ પણ રીતે શિવજીથી નહોતા જીતી શક્યા ત્યારે હુનુમાનજીએ તેમને શ્રીરામને યાદ કરવાનું કહ્યું. શત્રુઘ્નએ તેમ કર્યું અને શ્રીરામ તરત જ યુદ્ધભુમિ પર પ્રગટ થયા.

શ્રીરામને આવતા જોઈ શિવ પણ તેમની શરણમાં આવી ગયા અને વીરમણિ વિગેરે યોદ્ધાઓ પણ તેમ જ કરવા લાગ્યા. વીરમણિએ યજ્ઞનો ઘોડો પણ શ્રીરામને પરત કરી દીધો અને પોતાનું રાજ્ય પણ તેમને સોંપી દીધું. આ રીતે યુદ્ધ સમાપ્ત થયું.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *