સીતાફળ બાસુંદી – સસ્તી, શુદ્ધ, યમ્મી અને હાઈજેનીક બાસુંદી ઘરે ઘરમાં બધા ખુશ થઈ જશે…

આજે આપણે બનાવીશું સીતાફળ ની બાસુંદી. આપણે આ દિવાળીમાં પરિવાર માટે સ્પેશિયલ સીતાફળની બાસુંદી બનાવીશું. આમ તો આપણે નોર્મલ બાસુંદી તો બનાવતા હોઈએ છે.તો આ વખતે કંઇક નવું બનાવીએ.તો ચાલો આપણે સીતાફળની બાસુંદી બનાવીએ.તો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • દૂધ એક લીટર
  • ખાંડ બે મોટી ચમચી
  • પાણી
  • સીતાફળ
  • દૂધની મલાઈ

રીત-

1- હવે આપણે સીતાફળની બાસુંદી બનાવીશું.

2- સૌથી પહેલા આપણે એક જાડા તળિયાવાળી નોનસ્ટિક ની કઢાઈ લઈશું.

3- હવે તેમાં આપણે થોડું પાણી નાખીશું.જેથી આપણું દૂધ બળી ના જાય. પાણી ગરમ થઇ જાય એટલે આપણે તેમાં એક લિટર દૂધ એડ કરીશું.

4- સીતાફળની બાસુંદી બનાવી ઘણી સસ્તી અને સરળ રીત છે. તમે કોઈપણ ફુલ ફેટ વારુ દૂધ લઈ શકો છો.

5- હવે પાણી નાખ્યા પછી તેમાં દૂધ ઉમેરીશું. હવે આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધી સીતાફળનો પલ્પ બનાવી લઈશું.

6- અત્યારે સીતાફળ ની સિઝન સારી ચાલે છે.તેથી આપણે ઘરે બાસુંદી બનાવી શકીએ છે.

7-આપણે સીતાફળ પાકા લેવાના છે જેથી તેનો પલ્પ સરળ રીતે નીકળી જાય.

8- સૌથી પહેલા સીતાફળ માંથી તેનો પલ્પ કાઢી લઈશું. સીતાફળ આપણે મોટા હોય તેવા પસંદ કરવાના છે.

9- હવે આપણે એક ગાયણી રાખી પલ્પ બધો કાઢી લેવાનો છે. પાકા સીતાફળ હોય તો ચમચીથી પલ્પ કાઢવો બહુ સહેલો છે.

10- હવે આપણે પલ્પને ચમચીથી બરાબર મિક્સ કરીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે.

11- આપણે વચ્ચે વચ્ચે દૂધને પણ હલાવતા રહીશું. જેથી કરીને આપણું દૂધ નીચે ચોટી ના જાય.

12- હવે આપણે બધો પલ્પ લઈ લેવાનો છે.

13- હવે આપણું દૂધ થોડું ઘટ્ટ થવા આવ્યું છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું દૂધ અડધું થઈ ગયું છે.

14- હવે આપણે આ સ્ટેજ પર બે મોટી ચમચી ખાંડ ઉમેરીશું. કારણકે સીતાફળની મીઠાશ હોય છે. એટલે આપણે ખાંડ ની જરૂર બહુ ઓછી પડે છે.

15- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં ઘરની બેથી ત્રણ ચમચી ફેસ દૂધની ફ્રેશ મલાઈ નાખીશું. જેથી આપણી બાસુંદી ક્રીમી બનશે. અને જલ્દી ઘટ્ટ થઇ જશે.

16- આપણે ઘરની ફ્રેશ મલાઈ લેવાની છે બે થી ત્રણ દિવસની જ.

17- હવે આપણે એક વાડકી સીતાફળનો પલ્પ નાખીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું.

18- આ બાસુંદી માં આપણે ઈલાયચી પાવડર કે કોઈપણ ફ્લેવર આપવાની જરૂર નથી. સીતાફળ પોતાની ફ્લેવર આપે છે. તેનો ટેસ્ટ પણ આપે છે. એટલે આપણે ઈલાયચી કે કઈ જ વાપરવાનું નથી.

19- આ બાસુંદી માં ડ્રાયફ્રુટ્સ માં કાજુ બદામ કે કંઈપણ નાખવાની જરૂર નથી.

20- હવે તમે એ વીડિયોમાં જોઈ શકો છો કે આપણી બાસુંદી સરસ થઇ ગઇ છે.હજુ ખાવા માટે તૈયાર નથી થઈ.

21- બાસુંદી ખાવા માટે ઠંડી જ સારી લાગે છે. હવે આપણી સીતાફળ ની બાસુંદી તૈયાર થઈ ગઈ છે. ઠંડી થાય પછી સર્વે કરીશું.

22- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી સીતાફળની બાસુંદી એકદમ ઘટ્ટ અને સરસ બની છે.જોયને જ ખાવાં નું મન થાય તેવી બની છે.

23- હવે આપણે બાસુંદી ને ઢાંકીને ફ્રિજમાં ઠંડી કરવા મુકીશું. ઠંડી બાસુંદી સરસ લાગે છે.

24- હવે આપણી સીતાફળની બાસુંદી સરસ ઠંડી થઈ ગઈ છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું અને સર્વ કરીશું.

24- સીતાફળની બાસુંદી આ દિવાળીમાં આ રીતથી જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *