સીતાફળ બાસુંદી – તમારા ઘરમાં બાસુંદી પ્રેમીને બનાવી આપો આ સીતાફળ બાસુંદી નાના મોટા દરેકને પસંદ આવશે..

સીતાફળ એક એવું ફળ છે જે શિયાળાની સિઝનમાં બજારોમાં મળે છે. સીતાફળ ને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ કહે છે. સીતાફળ એ અસંખ્ય ઔષધિઓમાં સામેલ છે આ ફળ પાકેલું હોય ત્યારે બહારથી કડક અને અંદરથી નરમ અને ખુબ મીઠું હોય છે. તેનું અંદરનું ક્રીમ સફેદ રંગનું અને મલાઈદાર હોય છે. તેના બીજ કાળા રંગના હોય છે.

તો આજે આપડે આટલાં બધાં ગુણો થી ભરપુર એવા સીતાફળ માં થી બનતી વાનગી બાસુંદી શીખીશુ .અને આ બાસુંદી ખુબ ઓછા સામગ્રી માંથી બની જાય છે .

સામગ્રી :

  • – 1/2 લીટર ફુલ ફેટ વાળું દૂધ
  • – 1/2 વાટકી મલાઈ
  • – એલચી પાવડર અડધી ટી સ્પૂન
  • – મિક્સ સૂકોમેવો બે ટેબલ સ્પૂન
  • – 50 ગ્રામ ખાંડ
  • – 1 નંગ સીતાફળ નો પલ્પ

બનાવવા ની રીત ;

1 . દૂધ ને ગરમ કરી ઉકાળવા દેવું.આ દૂધ ઉકળવા માટે દૂધ ને જાડા તળિયા ના વાસણ માં ગરમ કરો.નહિ તો ચોંટી જશે . અડધું થાય ત્યાં સુધી ઉકાળો. અડધું થઇ જાય એટલે તેમાં મલાઈ નાંખી દેવી .આ દૂધ ઉકાળવું જરૂરી છે .દૂધ જયારે ઉકળે ત્યારે જે મલાઈ થાય એ દૂધ માં ઉમેરતાં જાવું .

2 . ત્યારપછી થોડી વારે દૂધ એકદમ ઘટ્ટ થઇ ગયું હોય ત્યારે ખાંડ નાંખવી. ખાંડ નાંખ્યા પછી ૫ મીનીટ રાખી ગેસ બંધ કરી દેવો .

3. દૂધ ઠન્ડુ પડે એટલે તેમાં સીતાફળ નો પલ્પ નાંખી એકદમ મિલાવી લ્યો.જો ગરમ માં પલ્પ ના ઉમેરવું .અને પછી ફ્રીઝ માં ઠન્ડુ કરી .સર્વ કરવું .

4 પછી એમ ઉપર થી સૂકોમેવો નાખી આપના પરિવાર ને પીરસો.તો રેડી છે સીતાફળ બાસુંદી.

નોંધ :

– તમે અહીં અડધા લીંબુ નો રસ ઉમેરી શકો છો જેથી બાસુંદી માં કણીઓ પડશે

– મેં અહીં મલાઈ નથી લીધી તમને ગમે તો લઇ શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *