સ્લીપીંગ બ્યુટી સિન્ડ્રોમ એક વિચિત્ર રોગ…

શું તમે સ્લીપીંગ બ્યુટી સિન્ડ્રોમ વિષે જણો છો ?

Lady Girl Female Sleeping Beauty Woman Young

સ્લીપીંગ બ્યુટી સિન્ડ્રોમ એક વિચિત્ર રોગ

જરા કલ્પના કરો કે તમે ઉંઘમાંથી જાગો અને તમને ખબર પડે કે તમે એક રાત માટે નહીં પણ પુરા બે અઠવાડિયાથી સુતા હતા તો ? કલ્પના જ ન કરી શકો કારણ કે તમારી સાથે એવું થયું જ નથી. પણ તદ્દ્ન આવું જ બર્મીંગહામની એક માતા સાથે નિયમિત પણે થાય છે.

જ્યારે જોડી રોબ્સન 12 વર્ષની હતી ત્યારે તેણી પોતાની એક બહેનપણીને ત્યાં રાત્રીરોકાણ માટે ગઈ હતી. તેણી રમતા રમતા થાકી ગઈ અને પછી સુઈ ગઈ અને ત્યાર બાદ તેણી પુરા આંઠ દિવસ બાદ જાગી હતી.

આ તેણીનો પ્રથમ અનુભવ હતો અથવા તો કહો કે આ વિચિત્ર રોગ સાથે તેણીનું આ પ્રથમ એન્કાઉન્ટર હતું. પછી તો તેણી સાથે આવું અવારનવાર થવા લાગ્યું. ક્યારેક બે-ત્રણ દિવસ માટે તો ક્યારેક બે-ત્રણ અઠવાડિયાઓ સુધી તેણી સુતી જ રહેતી.

2015માં જોડી 24 વર્ષની હતી અને તે સમયે પણ તેણીને પોતાની આટલી લાંબી ઉંઘની સ્થિતિ પાછળના કારણ વિષે કશી જ ખબર નહોતી. તેણી એવું માને છે કે તેણીને ક્લેઇને લેવિન સિન્ડ્રોમ (KLS) કે જેને લોકો સ્લિપિંગ બ્યુટી સિન્ડ્રોમ તરીકે પણ જાણે છે તે છે અને આ એક અત્યંત અસામાન્ય અને ભાગ્યે જ જોવા મળતો રોગ છે. જો કે ડોક્ટરોએ તેના આ રોગનું નિદાન KLS તરીકે નથી કર્યું.

જોડી માટે તેનો આ રોગ ઘણો નિરાશાજનક છે કારણ કે તેની આ તકલીફના કારણે તેણીએ પોતાના જીવનની કેટલીક અલભ્ય, સુખદ ક્ષણો ચુકી જવી પડી છે, જેમ કે તેના જન્મ દીવસો, ક્રિસ્ટમસ, અને તેના પહેલા દીકરાનો જન્મ. જોડીને જ્યારે પ્રસવ પિડા ઉપડી તેના આગલા દીવસે જ તેણી ઘેનમાં સરી પડી હતી અને ત્યાર બાદ બે અઠવાડિયે તેણી જાગી હતી. અને તેણી પોતાના બાળકનો જન્મ પણ જોઈ શકી નહોતી કે અનુભવી શકી નહોતી.

જોડીને ભય ઉંઘનો નથી લાગતો પણ તેની લાંબી અવધીનો લાગે છે. તેણી કેટલીકવાર અઠવાડિયાઓ સુધી સુઈ રહે છે. કેટલીકવાર તો એવું પણ બન્યુ છે કે જ્યારે તેણી ઘેનમાંથી બહાર આવે છે ત્યારે તેણી પોતે કોણ છે તે જ ભુલી જાય છે.

જે દિવસોમાં જોડી સંપૂર્ણ પણે સજાગ હોય છે તે દિવસોમાં તેણી પોતાની પાસે જે કંઈ છે, ઇશ્વરે તેને જે કંઈ પણ આપ્યું છે, પોતાનું ઘર, બાળકો, પતિ વિગેરે તે બધાને તે ખુબ જ એન્જોય કરે છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *