સોફ્ટ ઈડલી અને સંભાર બનાવો એકદમ ઝટપટ પ્રેશર કૂકર માં…

આજે આપણે ઇન્સ્ટન્ટ પૌવા ની સોફ્ટ ઈડલી અને સંભાર બનાવો એકદમ ઝટપટ પ્રેશર કૂકર માં.

સામગ્રી

  • રાય
  • જીરું
  • હિંગ
  • તેલ
  • ઘી
  • પૌવા
  • અડદ ની દાળ
  • લીલા મરચાં
  • ડુંગળી
  • મીઠા લીમડાના પાન
  • હળદર
  • ગોળ
  • આંબલી નો પલ્પ
  • સંભાર મસાલો
  • તુવેર દાળ
  • લીંબુ નો રસ
  • ચોલી ફ્લેક્સ

રીત

1- સૌથી પહેલા આપણે સંભાર બનાવી લઈશું.તો તેના માટે એક ચમચી તેલ અને બે ચમચી ઘી લઈશું.હવે તેમાં રાય નાખીશું.અને પા ચમચી હિંગ નાખીશું.અને એક ચમચી જીરું નાખીશું.હવે ત્રણ થી ચાર સૂકા મરચા નાખીશું.

2- હવે તેમાં આઠ થી દસ મીઠા લીમડાના પાન નાખીશું.અને ત્રણ લીલા મરચા નાખીશું.અને એક ચમચી અડદ ની દાળ નાખીશું.હવે તેને એક મિનિટ માટે સાતળી લઈશું.હવે એક મોટી ડુંગળી સમારેલી નાખીશું.હવે એક બટાકા સમારી ને એડ કરીશું.

3- હવે તેમાં બે ટામેટાં સમારી ને નાખીશું.હવે અડધી ચમચી હળદર નાખીશું.ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ દોઢ ચમચી સંભાર મસાલો નાખીશું.ત્યારબાદ બે ચમચી આંબલી નો પલ્પ નાખીશું.હવે એક ચમચી ગોળ નાખીશું.હવે બે ગ્લાસ પાણી નાખીશું.

4- હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે એક કપ તુવેર ની દાળ નાખીશું.જેને આપણે અડધો કલાક પલાળી રાખી હતી.હવે ધીમા ગેસ પર ચાર સીટી કરી લઈશું.હવે ત્યાં સુધી આપણે ઈડલી નું બેટર તૈયાર કરી લઈશું.હવે બે કપ પૌવા લઈશું.ખાલી તેને ચોખા પાણી થી ધોઈ લઈશું.હવે તેમાં એક કપ ખાટી છાસ નાખીશું.

5- હવે તેમાં અડધો કપ સોજી નાખીશું.હવે દોઢ કપ પાણી નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે ઢાંકીને પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું.હવે ઈડલી ની જે પ્લેટ છે તેને ઓઇલ થી ગ્રીસ કરી લઈશું.હવે ઈડલી ને બનાવવા માટે પાણી ગરમ કરવા મૂકી દઈશું.હવે ઈડલી માટે એક વઘાર તૈયાર કરી લઈશું.

6- હવે એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મુકીશું.ત્યારબાદ તેમાં એક ચમચી રાય નાખીશું.ત્યારબાદ એક ચમચી જીરું નાખીશું.અને પછી આઠ થી દસ મીઠા લીમડાના પાન નાખીશું.હવે એક ચમચી અડદ ની દાળ નાખીશું.હવે તેમાં ફ્રેશ 1/4 કપ વટાણા નાખીશું.હવે તેમાં એક ચમચી મીઠુ નાખીશું.હવે તેમાં થોડું ચીલી ફ્લેક્સ નાખીશું.હવે જે વઘાર તૈયાર કર્યો છે તે ઈડલી ના ખીરા માં નાખીશું.અને મિક્સ કરી લઈશું.

7- હવે અડધા લીંબુ નો રસ નાખીશું.હવે એક પેકેટ ઈનો નાખીશું.અને બધું મિક્સ કરી લઈશું.હવે આપણે ઈડલી ની પ્લેટ માં સેટ કરી લઈશું.હવે સ્ટીમર આપણું તૈયાર થઈ ગયું છે. હવે તેમાં પ્લેટ ગોઠવી લઈશું.હવે તેને બાર થી પંદર મિનિટ માટે મૂકી દઈશું.હવે કૂકર પણ ઠંડુ થઈ ગયું છે.હવે સંભાર ને પાતળો કરવા માટે ગરમ પાણી એડ કરીશું.

8- હવે આપણે લીલા ધાણા નાખીશું.હવે થોડી ઉકાળી લઈશું.હવે ઈડલી પણ સ્ટીમ થઈ ગઈ છે.ઠંડી થાય એટલે તેને ધીમે થી કાઢી લેવાની.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ઈડલી એકદમ જાળી દાર અને સોફ્ટ બની છે.ગરમ ગરમ ઈડલી ને સંભાર સાથે સૌ કરો.તો તમે પણ આ રીતે ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *