સોજી ઑટ્સ વેજ ઉત્તપામ – સવારે નાસ્તો બનાવવામાં મોડું થતું હોય ત્યારે ફટાફટ બનાવી લો આ સરળ અને હેલ્થી વાનગી…

રોજ સવારે બાળકો ના ટિફિન માં હેલ્થી શું આપીશું? એ દરેક મમ્મી ની મુંજવણ હોય છે.

સોજી ના ઉત્તપામ બધા બનાવતા હોય છે પણ એમાં ઑટ્સ, વેજીટેબલ અને દહીં ઉમેરી ને તેને બહુ જ પૌષ્ટિક બનાવી દેતાં ઉત્તપામ ની રેસિપી આજે હું લાવી છું.

ઓટ્સ માં ભરપૂર માત્રા માં ફાયબર, વિટામીન, મિનરલ , એન્ટિઓક્સિડન્ટ આવેલા હોય છે . જે આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે. દહીં પણ એટલું જ ફાયદાકારક છે.

સાંજ ના જમવામાં પણ ફટાફટ બની જાય અને ઘર માં બધા ને ભાવે એવી આ રેસિપી છે.

સોજી ઑટ્સ વેજ ઉત્તપામ માટેની સામગ્રી:-

11/2 કપ સોજી

1 કપ ઓટ્સ ( બેઉ ના માપ સરખા પણ લઇ શકાય)

1 કપ દહીં

1 કપ મિક્સ કલર ના કેપ્સિકમ સમારેલા

1/2 કપ ડુંગળી સમારેલી

1/2 કપ ટામેટું સમારેલું

2 ચમચા કોથમીર જીણી સમારેલી

( તમે ગાજર, કોબી, કોર્ન, વટાણા પણ ઉમેરી શકો)

1 લીલું મરચું ઝીણું સમારેલું ( બાળકો માટે હોય તો ના ઉમેરો)

મીઠું સ્વાદાનુસાર

1 ચમચી લાલ મરચું

ચપટી હિંગ

મિશ્રણ ( બેટર )બનાવા માટે છાશ કે સાદું પાણી

સૌ પ્રથમ સોજી અને ઓટ્સ એક બાઉલ માં લો. તેમાં દહીં અને છાશ નાખી ને તેને જાડું મિશ્રણ બનાવો. 10-15 મિનિટ રેસ્ટ આપો. પછી તેમાં સમારેલા કેપ્સિકમ, ટામેટાં, ડુંગળી , કોથમીર નાખી ને બરાબર મિક્સ કરો. હવે ફરીવાર જરૂર મુજબ છાશ ક પાણી ઉમેરી ઉત્તપામ બને એવું ખીરું બનાવો.

તેમાં મીઠું , મરચું ,હિંગ ઉમેરી બરાબર મીક્સ કરો.


5 મિનિટ રેસ્ટ આપી ને ગરમ નોનસ્ટિક પેન માં ચમચા ની મદદ થી ખીરું પાથરી ને નાના નાના ઉત્તપામ બનાવો. બેઉ બાજુ એકદમ ઓછું તેલ મૂકી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

આ ઉત્તપામ ને સોસ અને કોથમીર ની ચટણી સાથે પીરસો.

નોંધ:- ખીરું બહુ જાડું કે પાતળું ના બને એનું ખાસ ધ્યાન રાખવું.

બધું વેજીટેબલ એકદમ ઝીણું સમારવું.

બાળકો માટે ચીઝ વાળા પણ બનાવી શકો છો.


રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *