સોજી (રવા) સ્ટફ્ડ લાડુ – બહુ સરળ રીતે અને ફટાફટ તૈયાર થઇ જતા આ લાડુ બધાને પસંદ આવશે.

સોજી ( રવા ) સ્ટફ્ડ લાડુ

નવલી નવરાત્રી માં માતાજી ને પ્રસાદ ધરાવવા નો મહિમા અનેરો છે. નવરાત્રી ના ઉત્સવ દરમ્યાન રોજે રોજ અવનવા પ્રસાદ માતાજીને ધરાવીને ભક્તો માતાજી ની પ્રસન્નતા અને આશિર્વાદ પ્રાપ્ત કરે છે. તો તમે પણ સોજી (રવા) સ્ટફ્ડ લાડુ – આ સ્વાદિષ્ટ પ્રસાદ માતાજીને ધરાવીને ધન્યતા અનુભવો અને પ્રસન્નતા અને આશિર્વાદ પ્રાપ્ત કરો.

કેમાકે ખૂબજ પૌષ્ટિક એવો સોજી – રવો નીચે મુજબની ન્યુટ્રિશ્યસ વેલ્યુ ધરાવે છે.


પ્રોટીન: 7 ગ્રામ

ચરબી: 1 ગ્રામથી ઓછી

ફાઇબર: સંદર્ભ દૈનિક ઇન્ટેક (આરડીઆઈ) નો 7%

થાઇમાઇન: આરડીઆઈનો 41%

ફોલેટ: આરડીઆઈનો 36%

રિબોફ્લેવિન: આરડીઆઈનો 29%

આયર્ન: આરડીઆઈનો 13%

મેગ્નેશિયમ: 8% આરડીઆઈ

સોજીમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ છે – આ બંને પાચનને ધીમું કરે છે છતાં ભરપેટ જમ્યાનો તે થાઇમિન અને ફોલેટ જેવા બી વિટામિન્સમાં પણ વધારે છે, જે તમારા શરીરમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ધરાવે છે, જેમાં ખોરાકને એનર્જી માં રૂપાંતરિત કરવામાં સહાય કરે છે.

વધુમાં, સોજી આયર્ન અને મેગ્નેશિયમનો સારો સ્રોત છે. આ ખનિજો લાલ રક્તકણોના ઉત્પાદન, હૃદય ના આરોગ્ય અને બ્લડ સુગર નિયંત્રણ સમૃદ્ધ સોજીનો લોટ પૌષ્ટિક છે અને વિવિધ બી વિટામિન, આયર્ન, પ્રોટીન અને ફાઈબરનું ઉચ્ચ સ્તર પૂરું પાડે છે. સોજીમાં અનેક પોષક તત્ત્વો વધુ હોય છે જે વજન ઘટાડવાને ટેકો આપે છે.વજન ઘટાડવા દરમિયાન સ્નાયુ સમૂહને જાળવી રાખે છે, ચરબીનું નુકસાન વધારે છે, અને શરીરની રચનામાં સુધારો કરે છે.

આમ આવા ઘણા બધા ફાયદાઓ ધરાવતા સોજી ની વાનગીઓ હંમેશા રોજીંદા ખોરાક સાથે ગોઠવી દેવી જોઇએ. સોજી ( રવા ) સ્ટફ્ડ લાડુ ખરેખર બહુજ પૌષ્ટિક છે. તેના સ્ટફીંગ માં ભરપુર ડ્રાય ફ્રુટ છે. પ્રસાદ સિવાય, ઘરે આવેલા મહેમાનોને પણ સોજી ( રવા ) સ્ટફ્ડ લાડુ મિઠાઇ તરીકે, આ અનોખી તેમજ પૌષ્ટિક વાનગી પીરસી શકાય છે.

સોજી ( રવા ) સ્ટફ્ડ લાડુ માટેની સામગ્રી :

1 કપ સોજી (રવો), (સેમોલીના).

2 ટેબલ સ્પુન દેશી ઘી

1 ¾ કપ ગરમ દુધ + 2 ટેબલ સ્પુન દુધ કેશરનાં તાંતણા પલાળી ને ઓગાળવા માટે.

15 -20 કેશર ના તાંતણા

¾ કપ ખાંડ અથવા તમારા સ્વાદ મુજબ

4 ટેબલસ્પુન રોસ્ટેડ બદામ – બારીક કાપેલી

2 ટેબલસ્પુન રોસ્ટેડ પિસ્તા ‌‌‌‌- બારિક કાપેલા


20 – 25 કિશમિશ

1 ટેબલસ્પુન લીલી એલચીનો પાવડર

1 ટેબલસ્પુન ખમણેલું સૂકું કોપરું

1 ½ ટેબલસ્પુન સુગર પાવડર

ટિપ્સ : લાડુ મોલ્ડ: નાનીસાઇઝ ના ન લેવા કેમકે તેમાં બરાબર સ્ટફિંગ ભરી શકાશે નહિ . મિડીયમ કે બીગ સાઇઝ નું મોલ્ડ લેવું.

સોજી નું આઉટર લેયર (બહાર નું પડ)બનાવવા ની રીત :


સૌ પ્રથમ 2 ટેબલ સ્પુન ગરમ દુધ માં 10 -15 મિનિટ કેશર ના 15 -20 તાંતણા પલાળી ને, ત્યારબાદ તેમાં ઓગાળી નાખો, દુધ બરાબર કેશરીકલર નું બની જશે.


હવે 1 ¾ કપ ગરમ કરી એક બાજુ રાખી દ્યો. એક થીક બોટમ નું પેન લ્યો. તેમાં 2 ટેબલ સ્પુન દેશી ઘી ઉમેરો અને ગરમ થાય એટલે તેમાં 1 કપ સોજી (રવો), (સેમોલીના) ઉમેરો. ગેસ ની ધીમી ફ્લેઇમ પર સોજીને ગરમ થયેલા ઘી માં એક્દમ લાઇટ ગોલ્ડન શેકી લ્યો.


ટીપ્સ : સોજી ને વધારે પડતી શેકવી નહિ. ટેસ્ટ બદલી જશે. હવે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો. ખંડ તેમાં ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

ટિપ્સ : બોટમ પર લાગી મિક્સર દાઝી ના જાય તેનું ખાસ ધ્યાન રાખો. બાકી ટેસ્ટ બદલી જશે. મિક્સ પેનની સાઇડ્સ છોડવા લાગે ત્યાં સુધી કૂક (પકાવો) કરો. થોડું ઘી પણ તેમાંથી છૂટું પડતું દેખાશે.


હવે તેમાં ½ ટેબલ સ્પુન જેટલો લીલી એલચીનો પાવડર ઉમેરી મિક્સ કરો અને કેશરવાળુ દુધ ઉમેરો, તેનાથી લાડુ માં સરસ ફ્લેવર આવશે. હવે ગેસ ની ફ્લેઇમ બંધ કરી મિક્સવાળુ પેન સાઇડ પર રાખી ઠંડુ ( રુમ ટેમ્પરેચર પર) થવા દ્યો. જેથી લાડુ ના બહાર ના લેયર ને બરાબર શેઇપ આપી શકાય. હવે મોલ્ડ માં, બહાર નું લેયર બનાવવા, ભરવા માટે નું મિક્સ તૈયાર છે.

સ્ટફિંગ :


હવે એક મીક્ષીંગ બાઉલ માં 4 ટેબલસ્પુન રોસ્ટેડ બદામ – બારીક કાપેલી, 2 ટેબલસ્પુન રોસ્ટેડ પિસ્તા ‌‌‌‌- બારિક કાપેલા, 20 – 25 કિશમિશ, ½ ટેબલસ્પુન લીલી એલચીનો પાવડર, 1 ટેબલસ્પુન ખમણેલું સૂકું કોપરું અને 1 ½ ટેબલસ્પુન સુગર પાવડર બરાબર મિક્સ કરો.


1 ટેબલ સ્પુન લીલી એલચી ના પાવડર માંથી ½ – ½ રવા ના મિક્સમાં અને સ્ટફિંગ ઉમેરવાના છે. ત્યારબાદ તેમાં લાડુ માટે બનાવેલા રવાના મિક્સ માંથી 2-3 ટેબલસ્પુન મિક્સ ઉમેરો. તેમાં દુધ માં પલાળ્યા વગર ના જ 7-8 કેશર નાં તાંતણાનો ભૂકો કરી ઉમેરી બધું ફરીથી મિક્સ કરી સ્ટસ્ફીંગ તૈયાર કરો.

મોલ્ડ માં સ્ટફ કરવાની રીત :


હવે લાડુ નું મોલ્ડ લઇ ઘી થી ગ્રીસ કરો.


તેમાં સોજીનું મિશ્રણ ભરો. આંગળી વડે મોલ્ડમાં અંદર ફરતી બાજુ દબાવી જાડું લેયર કરો. મોલ્ડ માં વચ્ચે સ્ટફિંગ ભરવા માટે ની જગ્યા રાખો. ત્યાર બાદ તેમાં ડ્રાય ફ્રુટ મિક્સ કરેલા મિક્સ વડે તેમાં સમાય તેટલું સ્ટફ કરો. થોડું સોજી મિક્સ લઇ ઉપર થી પેક કરો. ઉપર થી જરા પ્રેસ કરો.

તરત જ મોલ્ડ માંથી સોજી (રવા) લાડુ કાળજી પૂર્વક અનમોલ્ડ કરો…. દરેક લાડુ આ પ્રમાણે બનાવો. સર્વીંગપ્લેટમાં મૂકી સુમધુર અને પૌષ્ટીક લાડુઓ નો મા જગદમ્બા ને પ્રસાદ ધરાવો. તેમજ ઘરે આવેલા અતિથિદેવો ને પણ સોજી (રવા) લાડુ નો રસાસ્વાદ કરાવો. મારી આ વાનગી ખરેખર છે ને વૈવિધ્ય પુર્ણ ..તો જરુરથી ટ્રાય કરો….. સોજી (રવા) લાડુ ખૂબ જ સરસ બનાવ્યાનો આનંદ પણ મળશે.


રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *