સોયાબીન ખીર – હેલ્થી સોયાબીન ઓછા લોકો પસંદ કરે છે, પણ આ ખીર જરૂર બધાને પસંદ આવશે..

Hello friends, કેમ છો બધા…

શરીરની કમજોરી ને દૂર કરતુ કઠોળ સોયાબીન…

આજે તમારા માટે એક હેલ્થી રેસીપી લઈને આવિ છુ.. “સોયાબીન ની ખીર ” આપણે સોયાબીન નો વપરાશ ખુપ ઓછો કરતા હોઈએ છે.. પણ તમને ખબર છે સોયાબીન ના ફાયદાઓ બઉ જ છે..તો સોયાબીન નો ઉપયોગ જરૂર થી કરવો જ જોઈએ…

આજે હું તમને સોયાબીન ની ખીર સાથે તેના ફાયદાઓ પણ જણાવીશ…હવે જમવામાં સ્વીટ ડીશ માં બનાઓ સોયાબીન ની ખીર તો જાણી લો રીત અને સામગ્રી :-

સોયાબીન ખીર :

  • સોયાબીન – પોણો કપ
  • દૂધ – અઢી કપ
  • ખાંડ – 5 ચમચી
  • મકાઇનો લોટ – 1 ચમચો
  • એલચીનો પાઉડર – અડધી ચમચી
  • કેસર – -થોડા તાંતણા
  • ડ્રાયફ્રુટ – જરૂરમુજબ. કાજુ, બદામ

રીત :

સોયાબીનને અધકચરા ક્રશ કરી લો. તેને ગરમ પાણીમાં પાંચ મિનિટ પલાળી રાખી ઢાંકી દો.

પાણી નિતાર્યા બાદ ઠંડા પાણીથી બે-ત્રણ વાર ધોઇ નાખો. મકાઇના લોટમાં એક ચમચો પાણી રેડી મિશ્રણ તૈયાર કરો.

કેસરને દૂધમાં ઘોળી લો. એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો.

તેમાં સોયાબીન, ખાંડ અને મકાઇનો લોટ નાખી ઉકાળો. તે પછી તેમાં એલચીનો પાઉડર અને કેસર ઉમેરો.

આને એક કલાક ફ્રીજમાં ઠંડું કર્યા પછી સર્વ કરો.

તો તૈયાર છે એકદમ હેલ્થી સોયાબીન ખીર.

સોયાબિનના ફાયદા

૧- સોયાબીન પ્રોટીનથી ભરપુર હોય છે. સોયાબીનમાં દૂધ, ઈંડા અને માંસ કરતા પણ વધારેમાં વધારે માત્રામાં પ્રોટીન રહેલું છે.

૨- આ ઉપરાંત વિટામીન, ખનીજ, વિટામીન બી, કોમ્પ્લેક્સ વિટામીન એ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આર્યન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. સીયાબીનના સેવનથી અનેક ફાયદાઓ થાય છે.

૩- મહિલાઓમાં માસિક ધર્મ બંધ થતા શરીરમાં એસ્ટ્રોજનની ઉણપ થાય છે. જેના કારણ તે સ્ત્રીઓના હાડકાને લગતી બીમારીઓ જક્ડવા લાગે છે. તેમજ ગોઠણનો દુઃખાવો શરૂ થાય છે. આ સ્થિતિમાં સોયાબીન ખુબ જ ફાયદાકારક નીવડે છે. માટે ૩ થી 4 મહિના સુધી સોયાબીનનો ઉપયોગ કરવાથી સ્ત્રીઓની માસિકની સમસ્યા દુર થાય છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *