સ્પાઇસી ભરવા કેપ્સિકમ – આજે શોભનાબેન લાવ્યા છે નાના મોટા દરેકને પસંદ આવશે એવા ભરેલા કેપ્સિકમ..

કેપ્સિકમ મૂળ અમેરિકાના વતની છે. તે પીળો, લાલ, લીલો, નારંગી અને જાંબુડિયા જેવા જુદાજુદા કલર માં ઉપલબ્ધ છે. તેના કલર પ્રમાણે તેનો સ્વાદ પણ થોડો અલગ અલગ હોય છે. તે બેલ પેપર, પેપ્રીકા જેવા નામોથી પણ ઓળખાય છે. કેપ્સિકમ આખા વર્ષ દરમિયાન બજાર માં મળતા હોય છે. તેનો ઉપયોગ મેડિકલ હેતુ માટે પણ થતો હોય છે. તેમજ તેમાંથી સૂપ્સ, સલાડ, સલ્સા તેમજ અનેક જાત ની વેજ. વેરાઇટીઝ બનાવી શકાય છે.

કેપ્સિકમ વિટમિન કે, એ, અને સી, કેરોટિનોઇડ્સ અને ડાયેટરી ફાઇબર તેમજ હેલ્થ બેનીફીટ માટેના અનેક પોષક તત્વો થી ભરેલા છે. કેપ્સિકમ માં રહેલું બીટાકેરોટિન, વિટામિન સી અને કેરોટિનોઇડ્સ થી ભરપૂર હોવાથી આંખોના મેક્યુલર લોઅરિંગ ના રીસ્ક ને ઘટાડે છે અને મોતિયા થી પણ બચાવે છે.

કેપસિકમ માં લાઇકોપિન કપ્માઉંડ છે તે શરીર માં અનિચ્છનિય ઓક્સિડેટિવ સ્ટ્રેસ ને ઘટાડે છે, પ્રોસ્ટેટ કેંસર અટકાવે છે.

કેપ્સીકમ માં વિટમિન સી વધુ પ્રમાણ માં હોય છે જે વાળ ના વિકાસ માટે જરુરી છે. વાળ ને સૂકા થતા તેમજ ડેંડ્રફ થતો અટકાવે છે. વાળા ને તૂટતા અટકાવી વાળ નો સારો એવો વિકાસ કરે છે, સ્કીન સારી બને છે. આ ઉપરાંત કેપસિકમના ઘણા બધા બેનીફીટ્સ છે તો આપણે બધા પણ કેપ્સિકમ ની જુદી જુદી

વાનગીઓ બનાવીએ અને હેલ્થ બેનીફીટ મેળવીએ.

સ્પાઇસી ભરવા કેપ્સિકમ માટે ની સામગ્રી:

  • 6-7 નાના કેપ્સિકમ – તેમાંથી બી કાઢી લેવા
  • 1 કપ છોલે ચણા –બાફેલા
  • 2 બટેટા –બાફેલા ત્યાર બાદ છાલ કાઢી લેવી
  • 2 ટમેટા – બારીક કાપેલા
  • 1 મોટી ડુંગળી – બારીક કાપેલી
  • 1 ટેબલસ્પુન કોથમરી કાપેલી

કેપ્સિકમ ના સ્ટફીંગ માટે ની સામગ્રી :

  • 3 ટેબલ સ્પુન ધણાજીરુ પાવડર
  • 1 ટેબલ સ્પુન હળદર પાવડર
  • 3 ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર
  • 3 ટેબલ સ્પુન શેકેલા શિંગદાણા – શેકી ને ફોતરા કાઢી લેવા ત્યારબાદ કરકરા ગ્રાઇંડ કરવા.
  • 2 ટેબલ સ્પુન ચણા નો લોટ – શેકેલો
  • 1 ટી સ્પુન સુગર અથવા ગોળ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટેબલસ્પુન આંબલી પલ્પ + ગોળ મિક્સ કરી 3 – 4 ટેબલ સ્પુન પાણી મિક્સ કરી
  • વોટરી મિક્સર બાનાવવું
  • ભરવા કેપ્સિકમ ના વઘાર માટેની સામગ્રી :
  • 4 ટેબલ સ્પૂન ઓઇલ
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • 1 ટી સ્પુન રાઇ
  • 1 ½ ટી સ્પુન આખુ જીરુ.
  • 1 ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટી સ્પુન ધણાજીરુ પાવડર
  • 1 ટી સ્પુનલાલ મરચુ પાવડર
  • 2 ટેબલ સ્પુન ચણા નો શેકેલો લોટ
  • 2 ટેબલ સ્પુન શેકેલા શિંગદાણા નો કરકરો પાવડર
  • મીઠુંસ્વાદ પ્રમાણે
  • પિંચ હિંગ

ભરવા કેપ્સીકમ બનાવવા ની રીત :

એક મિક્સિંગ બાઉલ માં 3 ટેબલ સ્પુન ધણાજીરુ પાવડર, 1 ટેબલ સ્પુન હળદર પાવડર, 3 ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર, 3 ટેબલ સ્પુન શેકેલા શિંગદાણા – શેકી ને ફોતરા કાઢી લેવા ત્યારબાદ કરકરા ગ્રાઇંડ કરેલા, 2 ટેબલ સ્પુન ચણા નો શેકેલો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પુન ઓઇલ અને 1 ટેબલસ્પુન આંબલી નો પલ્પ લ્યો.

બધુ મિક્સ કરો.

ત્યાર બાદ તેમાં બાફેલા 2 બટેટા ના નના પિસ કરી ને ત્થા 1 કપ બફેલા છોલે ચણા ઉમેરી ને મિક્સ કરો. હવે આ સ્ટફિંગ કેપ્સિકમ માં ભરવા માટે તૈયાર છે.

*આમાંથી 2 ટેબલસ્પુન જેટલુ મિક્સ અલગ રાખી લ્યો.

*હવે કેપ્સિકમ મરચા માંથી બધા બી રીમૂવ કરી દ્યો.

બાકીના સ્ટફિંગ માં થી બધા કેપસિકમમાં સ્ટફ કરી દ્યો. હવે ભરેલા કેપ્સિકમ ને એકબાજુ રાખી દ્યો.

ભરવા કેપ્સિકમ વઘારવા ની રીત :

પ્રેશર કૂકર માં 4 ટેબલ સ્પૂન ઓઇલ મિડિયમ ફ્લૈમ પર ગરમ થવા મૂકો. તેમાં 1 ટી સ્પુન રાઇ અને 1 ½ ટી સ્પુન આખુ જીરુ ઉમેરો, તતડે એટલે તેમાં 7-8 મીઠા લીમડા ના પાન અને પિંચ હિંગ ઉમેરો.

ત્યારબાદ તેમાં કાપેલી ડુંગળી ઉમેરો.

ડુંગળીહાફ કૂક થાય એટલે તેમાં કાપેલાં ટમેટા ઉમેરો. ટમેટા કૂક થઇ ને જ્યુસી થઇ જાય એટલે તેમાં 1 ટી સ્પુન હળદર પાવડર, 1 ટી સ્પુન ધણાજીરુ પાવડર, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, 1 ટી સ્પુન સુગર ઉમેરી બરાબર મિક્સ કરો. 1-2 મિનિટ સાંતળો.

ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પુન ચણા નો શેકેલો લોટ, 2 ટેબલ સ્પુન શેકેલા શિંગદાણા નો કરકરો પાવડર અને ગોળ આંબલી નું વોટરી મિક્સર ઉમેરી બધું બરાબર મિક્સ કરી હલાવો.

બનેલી ગ્રેવી ને સતત હલાવો.

હવે સ્ટફિંગ માં થી અલગ રાખેલું 2 ટેબલ સ્પુન સ્ટફિંગ તેમાં ઉમેરી મિક્સ કરો.

ત્યારબાદતેમાં સ્ટફિંગ કરેલા કેપ્સિકમ ઉમેરી હલાવી લ્યો.

1 મિનિટ કૂક કરો. ત્યારબાદ તેમાં 1 કપ પાણી ઉમેરો.

કુકર માં 3 વ્હિસલ થાય ત્યાં સુધી કૂક કરો.

કૂકર ઠંડું પડે એટલે તેમાં 1 ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી હળવે થી મિક્સ કરો.

કોથમરી થી ગાર્નિશ કરો.

ગરમા ગરમ સ્પાયસી ભરવા કેપ્સિકમ રોટલી, પરોઠા કે નાન સાથે જમવા સાથે સર્વ કરો.

હેલ્થ બેની ફીટ માટે આ વેજીટેબલ વારંવાર બનાવો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *