સ્પાયસિ કોર્ન પોહે – હવે જયારે પણ અમેરિકન મકાઈ લાવો વાનગી બનાવવાનું ભૂલતા નહિ…

કોર્ન… અમેરિકન મકાઇ કે સ્વીટ કોર્નમાંથી અનેકવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જેવીકે સ્વીટ કોર્નચાટ, કોર્ન રોલ, કોર્ન બોલ્સ, કોર્ન સૂપ… આ બધી વાનગીઓ જુદાજુદા કોમ્બિનેશન થી બનાવવામાં આવે છે જેથી અલગ અલગ ટેસ્ટ ક્રીએટ થતાં હોય છે.

અહિં હું રાઇસ ફ્લેક્સ … ચોખાના પૌઆ સાથે કોર્નનુ કોમ્બિનેશન કરી નવો ટેસ્ટ ક્રીએટ કરી રહી છું તો તો જરુરથી ટ્રાય કરજો. કેમકે મારી આ રેસિપિ ખૂબજ જલ્દી બની જશે. બાળકો ને લંચ બોક્સ માં ભરી આપો કે સવાર કે સાંજ ના નાસ્તા માટે બનાવો, પિક્નિક પર જાવ ત્યારે અથવા તો ગેસ્ટ આવે ત્યારે નાસ્તા માટે બનાવો. …… થોડી પૂર્વ તૈયારી કરેલી હોય, તો ખૂબજ જલદી બની જતી સ્પાયસી કોર્ન પૌહે … આ વાનગી ખરેખર ટેસ્ટી પણ એટલી જ બને છે. સાથે સાથે બધાના માટે ખૂબજ પૌષ્ટિક પણ છે. બાળકો, યુવાનો તેમજ વડીલોને પણ જરુરથી ભાવશે. તો જોઇએ સરળ અને ટેસ્ટી વાનગી….

સ્પાયસિ કોર્ન પોહે માટે ની સામગ્રી :

  • 2 કપ સ્વીટ કોર્ન ના દાણા – સ્ટીમ કરેલા ( બાફેલા)
  • 1 કપ રાઇસ ફ્લેક્સ ( ચોખાના પૌઆ –બિટન રાઇસ ફ્લેક્સ ) – પાણીથી ધોયેલા
  • 2 બટેટા – બાફેલા, છાલ ઉતારી ને બારીક કાપેલા
  • 1-2 ઓનિયન –બારીક કાપેલી
  • 2 સ્ટ્રીંગ કરી લિવ્સ – મીઠા લીમડના પાન
  • 1થી 1 ½ ટી સ્પુન લેમન જ્યુસ
  • 2 લીલા મરચા –બારીક કાપેલા
  • 1 ટેબલ સ્પુન આદુ – ખમણેલું
  • 2 ટેબલ સ્પુન કોથમરી – બારીક સમારેલી
  • 3 ટેબલસ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન રાઇ
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 1 લાલ સૂકુ આખુ મરચુ
  • 1 ટી સ્પુન સુગર (ઓપ્શનલ )
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ¾ ટી સ્પુન હળદર
  • 1 ટી સ્પુન ગરમ મસાલો
  • ½ ટી સ્પુન ચાટ મસાલો
  • મીઠું તમારા સ્વાદ મુજબ ઉમેરો.
  • 1 ટી સ્પુન ફ્રેશ આખું લાલ મરચું અને લસણ ની પેસ્ટ
  • 1 કપ ચણા ના લોટ ની સેવ

ગાર્નિશિંગ માટે :

ઓનિયનની 3-4 પાતળી રિંગ્સ, લીલા મરચાનીએક સ્લાઇઝ, કોથમરી અને ટોમેટો સોસ

સ્પાયસિ કોર્ન પોહે બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ 2 કપ સ્વીટ કોર્ન ના દાણા અને 2 બટેટા કુકરમાં બાફી લ્યો.

ત્યારબાદ 1 કપ રાઇસ ફ્લેક્સ ( ચોખાના પૌઆ –બિટન રાઇસ ફ્લેક્સ ) પાણીથી ધોઇ ચાળણીમાં નાખી, નિતરવા મૂકી દ્યો. એક બાજુ રાખી દ્યો. હવે એક થીક બોટમનું પેન લ્યો.

તેમાં 3 ટેબલસ્પુન ઓઇલ લઇ ગરમ કરો.

તેમાં 1 ટી સ્પુન રાઇ ઉમેરો, રાઇ તતડે એટલે તેમાં 1 ટી સ્પુન આખુ જીરું ત્થા 1 લાલ સૂકુ આખુ મરચુ નાખી, જીરું તતડે અને મરચુ સહેજ ડાર્ક કલરનું થાય એટલે તેમાં 2 સ્ટ્રીંગ કરી લિવ્સ – મીઠા લીમડાના પાન અને 2 બારીક કાપેલા લીલા મરચા ઉમેરો, અને સંતળો. મીઠો લીમડો અને લીલા મરચાની સરસ અરોમા આવશે.

હવે તેમાં 1-2 બારીક કાપેલી ઓનિયન ઉમેરી હલાવી ને બરાબર સાંતળી લ્યો.

ફ્લૈમ ધીમી રાખો એટલે ઓનિયન સરસ સ્મુધ કૂક થઇ જાય.

હવે તેમાં 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, ¾ ટી સ્પુન હળદર, 1 ટી સ્પુન ફ્રેશ આખું લાલ મરચું અને લસણ ની પેસ્ટ, 2 કપ સ્વીટ કોર્ન ના સ્ટીમ કરેલા દાણા ( સ્વીટ કોર્ન અધકચરા ખમણેલા પણ લઈ શકો છો. કોર્ન આખો કુકરમાં બાફીને, ત્યારબાદ તેમાંથી બાફેલા દાણા કાઢી ને પણ લઇ શકાય છે) અને 2 બાફેલા બટેટા ની છાલ ઉતારી ને બારીક કાપી ને ઉમેરી દ્યો.

( સ્વીટ કોર્ન અને બટેટા તમે અગાઉ થી પણ સ્ટીમ કરીને ફ્રીઝ માં રાખી શકો છો ઉપયોગ કરતા પહેલા અરધી કલાક અગાઉ ફ્રીઝ માંથી બહાર કાઢી લેવા, જેથી રુમ ટેમ્પરેચર પર આવી જાય.).

બધું સરસ રીતે હલાવીને મીક્સ કરી લ્યો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન પાણી ઉમેરીને હલાવી લ્યો. પાણી ઉમેરવા થી મસાલા બરાબર મિક્સ થઇ સેટ થઇ જાશે. એકાદ મિનિટ કૂક કરો.

હવે તેમાં ધોઇ ને પાણી નીતારેલા રાઇસ ફ્લેક્સ બટેટા અને કોર્ન ના કૂક થયેલા મિક્સ્ચર માં ઉમેરી દ્યો.

તેમાં 1 ટી સ્પુન સુગર, તમારા સ્વાદ મુજબ મીઠું, 1 ½ ટી સ્પુન લેમન જ્યુસ, બારીક કાપેલી કોથમરી અને ગરમ મસાલો ત્થાચાટ મસાલો. બધું ઉમેરી બરાબર મિક્સ કરો. ચાટ મસાલો ઉમેરવાથી સ્વાદ થોડો ચટ પટો લાગશે.

મે અહિં સુગર એડ કરી છે, તમારા સ્વાદ મુજબ તમે સુગર માઇનસ પણ કરી શકો છો. અહિં સુગર ઓપ્શનલ છે.

હવે ઢાંકી ને 1-2 મિનિટ કૂક કરો. ફરી સ્પુનથી હલાવીને સ્પાયસી કોર્ન પોહે ઉપર-નીચે કરી બધું સરસ થી મિક્સઅપ કરી લો. હવે ગેસ ની ફ્લૈમ બંધ કરી દ્યો. થોડીવાર ઢાંકી રાખો જેથી બરાબર સેટ થઇ જાય ત્યારબાદ જ સર્વ કરો.

ગારનિશિંગ:

હવે એક સર્વિંગ પ્લેટ લઇ તેમાં ગરમા ગરમ સ્પાયસી કોર્ન પોહે સર્વ કરો.

તેને ઓનિયનની રીંગ્સ, ટોમટો સોસ,ચોપ્ડ ગ્રીનચીલી, સેવ, શ્રેડેડ આદુ અને કોથમરીની સ્ટ્રીંગથી ગારનિશ કરો.

ક્વીક બની જતા આ સ્પાયસી કોર્ન પોહે કોઇ પણ સમયે પીરસી શકાય તેવી અને વરંવાર બનાવવાનું મન થઇ આવે તેવી વાનગી છે.

તો ફ્રેંડ્સ જરુરથી સ્પાયસી કોર્ન પોહે તમારા બાળકો, મિત્રો, સગસ્નેહીઓ માટે બનાવી સરસ રીતે ગાર્નિશ કરી, ગરમગરમ પીરસો અને બધાને ખૂશ કરો.

મારી આ રેસિપિ કેવી લાગી તે મને લાઇક અને કોમેંટ કરી જરુર થી જણાવશો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *